We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
USA

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

આશ્ચર્યનું આઇલેન્ડ

10 mins. read
Neil Patil
Neil Patil
10 Mins Read
April 27, 2026
April 27, 2026

Quick Summary

Sri Lanka is an easy, high value trip that often feels like it keeps surprising you long after you plan it.

Instead of rushing, give Sri Lanka time so its small, subtle surprises unfold one region and experience at a time.

Climb Sigiriya, a 5th century rock fortress, and enjoy the murals, old inscriptions, and jungle views from the top.

Visit Dambulla caves near Sigiriya for quiet, detailed wall paintings and 150 plus Buddha statues carved into rock.

Extend your cultural route to Polonnaruwa to see ancient stone structures and rock carved Buddha figures in a peaceful setting.

Take the Kandy to Ella train for misty tea gardens and rhythmic stations, and enjoy the ride so much you may forget your camera.

Published in the Sunday Gujarat Samachar on 26 April 2026

...દરવાજા ખુલ્લા હોય છે, લોકો પગ બહાર લટકાવીને બેસે છે, અને આસપાસનો નજારો એટલો મંત્રમુગ્ધ કરે છે કે કેમેરા પણ ભૂલી જાઓ...

ડેસ્ટિનેશન જેટલું નજીક હોય, તેને મોકૂફ રાખવું એટલું જ સરળ બની જાય છે. શ્રીલંકા તેનું ઉત્તમ ઉદાહરણ છે. વાતોમાં તે વારંવાર આવે છે, પહોંચવામાં સહેલું છે અને ઉત્તમ મૂલ્ય આપે છે, છતાં પછી જઈશું કહીને આગળ ધકેલાતું રહે છે. યુરોપ માટે આયોજન થાય છે, જાપાન બકેટ લિસ્ટમાં આવે છે, પરંતુ શ્રીલંકા એવી ટ્રિપ બની જાય છે કે જે હંમેશાં રાહ જોશે એમ આપણે માનીએ છીએ.

મને આ બાબતે એક જૂનો અનુભવ યાદ આવે છે. 1998માં હું મારી માતા સાથે પહેલી વાર શ્રીલંકા ગયો હતો. હરિયાળું નિસર્ગ, લાંબી ડ્રાઈવ્સ અને સ્થળનો પોતાનો લય આજે પણ યાદગાર છે. છતાં ત્યારથી હું માત્ર એક જ વાર પાછો ગયો છું, એટલે કે હજુ પણ મેં તેને સંપૂર્ણ રીતે જોયું નથી.

કદાચ એ જ તેને વધુ અદભુત બનાવે છે. લગભગ દરેક ટુર મેનેજર એક જ વાત કહે છે કે આ દેશ તમને આશ્ચર્યમાં મૂકે છે. મોટા રીતે નહીં, પરંતુ નાની, સૂક્ષ્મ રીતે, જે પ્રવાસ સાથે ઊંડું બનતું જાય છે.

સમસ્યા કદાચ આપણા વિચારમાં છે. નજીક હોવાથી આપણે માનીએ છીએ કે આપણે તેને જાણીએ છીએ. પરંતુ જો તમે તેને સમય આપો, તો શ્રીલંકા શાંતિથી ઘણું બધું આપે છે. તો ચાલો, આજે તેમાં થોડું ઊંડું ઉતરીએ.

શ્રીલંકા જવાનું અસલી કારણ

જો તમે સગવડો, ટૂંકી ફ્લાઈટ્સ, સરળ વિઝા અને પૈસાનું મૂલ્ય બાજુએ મૂકો, તો અંતે એક જ વાત બાકી રહે છે. શ્રીલંકા નાની જગ્યામાં અસાધારણ અનુભવો આપે છે.

એક પળ માટે વિચારો. દુનિયાના મોટા ભાગનાં સ્થળોમાં તમે ટ્રિપનો પ્રકાર પસંદ કરો છો, બીચ કે પહાડીઓ, વાઈલ્ડલાઈફ કે સંસ્કૃતિ, ધીમો પ્રવાસ કે સ્થળદર્શન. પછી તે પ્રમાણે આઈટિનરી બને છે. શ્રીલંકા તમને કંઈપણ પસંદ કરવા નથી કહેતું.

મહારાષ્ટ્રથી આશરે અડધા આકારના આ દેશમાં તમે સવારે 5મી સદીના ખડકના કિલ્લા પર ચઢી શકો છો, બીજા દિવસે ચાના બગીચાઓ વચ્ચે નયનરમ્ય પ્રવાસ માણી શકો છો, સફારીમાં દીપડાઓ અને હાથીઓ જોઈ શકો છો અને અંતે દક્ષિણના દરિયાકાંઠે શાંત બીચ પર સૂર્યાસ્ત સાથે ટ્રિપ પૂરી કરી શકો છો.

આ બધું બળજબરીથી જોડાયેલું લાગતું નથી. રૂપાંતર નૈસર્ગિક છે અને વિવિધતા ધીમે ધીમે ખુલતી જાય છે. આ જ શ્રીલંકાની ખાસિયત છે. તે ફક્ત વૈવિધ્યપૂર્ણ નહીં, પરંતુ કાર્યક્ષમ રીતે વૈવિધ્યપૂર્ણ છે.

મહત્વની વાત એ છે કે આ અનુભવ ત્યારે જ મળે છે જ્યારે તમે તેને સમય આપો. ઝડપથી બધું જોવા જશો તો મજા નહીં આવે. તેને જગ્યા આપો, અને તે ધીમે ધીમે ખુલે છે, એક સમયે એક પ્રદેશ, એક અનુભવ, એક આશ્ચર્ય.

સાંસ્કૃતિક હાર્દ

જો તમે શ્રીલંકાને સાચે સમજવા માંગો છો, તો શરૂઆત અહીંથી જ થાય છે.

સિગિરિયા મથાળામાં રહે છે, અને તે યોગ્ય પણ છે. 5મી સદીનો આ ખડકનો કિલ્લો આસપાસનાં મેદાનોની ઉપર લગભગ 200 મીટરે ઊભો છે, રાજા કશ્યપ દ્વારા સત્તા અને રાજમહેલ તરીકે બનાવાયો હતો. ચઢતાં સમયે ખડકના મુખ પરના ભીંતચિત્રો તેમની બારીકાઈ અને સંભાળ માટે ધ્યાન ખેંચે છે. એક સમયે અહીં પોલિશ્ડ અરીસાની દીવાલ હતી, જ્યાં સદીઓ જૂના શીલાલેખો આજે પણ દેખાય છે. ટોચ પર પહોંચો ત્યારે શાહી સંકુલના પાયા જ બચ્યા છે, પરંતુ આસપાસનો ઘન જંગલ અને ખુલ્લો નજારો અનુભવને યાદગાર બનાવે છે.

પરંતુ સિગિરિયામાં અટકવું પૂરતું નથી. નજીકના ડંબુલામાં ખડકોમાં કોતરાયેલા ગુફા મંદિરો, નાજુક ભીંતચિત્રો અને 150થી વધુ બુદ્ધના પૂતળાં જોવા મળે છે. આ સ્થળ શાંત છે અને વધુ ઊંડો અનુભવ આપે છે.

સમય હોય તો પોલોનારુવા આ સફરને વધુ વિસ્તારે છે. આ પ્રાચીન રાજધાનીમાં વિશાળ પથ્થરના માળખાં અને ખડકમાં કોતરાયેલા બુદ્ધનાં પૂતળાં જોવા મળે છે. આખા સ્થળમાં શાંતિપૂર્ણ સ્થિરતા અનુભવાય છે.

આ પ્રદેશની ખાસિયત ફક્ત અલગ સાઈટ્સમાં નથી, પરંતુ તેમની જોડાણમાં છે. શાસનના ફેરફારો, સ્થાપત્યની ઉત્ક્રાંતિ અને નિસર્ગ સાથેનું સહઅસ્તિત્વ અહીં સ્પષ્ટ થાય છે. શ્રીલંકાનો ભૂતકાળ અહીં જીવંત છે, જે ધીમે ધીમે પોતાના ઊંડાણ સાથે ખુલતો જાય છે.

ડેસ્ટિનેશન બનતો પ્રવાસ

મોટા ભાગની ટ્રિપમાં એક સ્થળેથી બીજા સ્થળે જવું માત્ર જરૂરી ભાગ હોય છે. શ્રીલંકામાં, ઓછામાં ઓછું એક વખત, આ જ પ્રવાસ હાઈલાઈટ બની જાય છે.

કેન્ડીથી એલા સુધીનો ટ્રેન પ્રવાસ એશિયાના સૌથી મનોરમ્ય રેલ રૂટ્સમાં ગણાય છે, અને તેની પ્રતિષ્ઠા સાચી સાબિત થાય છે. ટ્રેન ટેકરીઓ વચ્ચે ધીમે ધીમે ચઢે છે, જાણે સમયને જ થોભાવી દેતી હોય. ઢળાણો, ધુમ્મસમાં લપેટાયેલા ચાના બગીચા અને નાનાં સ્ટેશનો લયબદ્ધ રીતે દેખાય છે અને ગાયબ થઈ જાય છે, જાણે દાયકાઓથી કંઈ બદલાયું જ નથી.

આ પ્રવાસને ફક્ત દૃશ્ય નહીં, પરંતુ તેનો અનુભવ વિશેષ બનાવે છે. દરવાજા ખુલ્લા હોય છે, લોકો પગ બહાર લટકાવીને બેસે છે, અને આસપાસનો નજારો એટલો મંત્રમુગ્ધ કરે છે કે કેમેરા પણ ભૂલી જાઓ. વચ્ચે વચ્ચે ફેરિયાઓ નાસ્તા વેચવા આવે છે, અને કેટલીક જગ્યાએ પ્લેટફોર્મ પરથી જ ખાવાનું આપવામાં આવે છે. અહીં કોઈ ઉતાવળ નથી, અને ક્યાંય પહોંચવાની તાકીદ પણ નથી.

પ્રવાસ ખુદ મુદ્દો બની જાય છે

આ જ રૂટમાં નવારાએલિયા તમને જાણે અલગ યુગમાં લઈ જાય છે. લગભગ 1,900 મીટરે આવેલું આ સ્થળ અંગ્રેજીયતનો સ્પર્શ ધરાવે છે. જૂના બંગલા, ગોલ્ફ કોર્સ અને ટપાલ કાર્યાલય, બધું જ ઈંગ્લેન્ડની યાદ અપાવે છે. ઠંડું અને શાંત વાતાવરણ શ્રીલંકાની એકદમ અલગ બાજુ દર્શાવે છે.

એલા આ ગતિને વધુ ધીમી કરે છે. નાનું, રિલેક્સ્ડ અને ટેકરીઓથી ઘેરાયેલું આ સ્થળ પ્રકાશ સાથે રંગો બદલતું લાગે છે. નાઈન આર્ચ બ્રિજ વસાહતી યુગનું સુંદર વાયાડક્ટ છે, જ્યાંથી ધીમે પસાર થતી ટ્રેન દૃશ્યને જીવંત બનાવે છે. થોડું ઉપર લિટલ એડમ્સ પીક પરથી ખીણનો ખુલ્લો નજારો એક સંતોષકારક અનુભવ આપે છે.

આ સમગ્ર પટ્ટામાં એક ખાસ બાબત નજરે પડે છે, અહીં બધું સ્વાભાવિક રીતે ધીમું થઈ જાય છે. અન્ય સ્થળોમાં પરિવહન માત્ર એક સાધન હોય છે, જે તમને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે. અહીં, તે તમને થોભવા, આસપાસ માણવા અને સફરને જ અનુભવવા પ્રેરે છે. એક વાર તમે આ રીતે પ્રવાસ કરો, પછી તમે તમારી આઈટિનરી પણ તેની આસપાસ જ ગોઠવવા લાગો છો.

તમને આશ્ચર્યમાં મૂકતું વાઈલ્ડલાઈફ

વાઈલ્ડલાઈફ સામાન્ય રીતે શ્રીલંકા સાથે ભારતીય પ્રવાસીઓ જોડે તે પ્રથમ બાબત નથી, અને એ જ તેને આશ્ચર્યજનક બનાવે છે. દેશના દક્ષિણ-પૂર્વમાં યાલા નેશનલ પાર્ક દુનિયામાં સૌથી વધુ દીપડાની વસતિ માટે જાણીતું છે. વૈશ્વિક સ્તરે ચર્ચિત હોવા છતાં તે ઘણીવાર અવગણાય છે. અહીં સવારની સફારી લાંબી રાહ જેવી લાગતી નથી. દીપડાઓ દેખાશે તેની બાંયધરી નથી, પરંતુ અન્ય સ્થળો કરતાં અહીં તે વધુ વાર જોવા મળે છે.

આ ફક્ત દીપડાઓ પૂરતું નથી. હાથીઓ, મગરમચ્છ, રીંછ, હરણ અને વિવિધ પક્ષીઓ આ કોમ્પેક્ટ પાર્કમાં જોવા મળે છે. તે આફ્રિકા જેટલું વિશાળ નથી, પરંતુ નજીકથી અનુભવ અને ઘનતામાં કંઈક અનોખું આપે છે.

હાથીઓ માટે ઉદાવાલાવે ઉત્તમ છે, જ્યાં ઝુંડ ઘણીવાર નજીકથી જોવા મળે છે. અહીં પીછો કરવાની જરૂર નથી, તેમની હાજરી જ અનુભવને ખાસ બનાવે છે.

શાંતિ પસંદ કરનારાઓ માટે વિલપાટુ ઓછી ગિરદી અને વધુ અણસ્પર્શી અનુભવ આપે છે. સમુદ્ર પણ આ અનુભવનો ભાગ છે. ડિસેમ્બરથી એપ્રિલ દરમિયાન મિરિસામાં બ્લુ વ્હેલ્સ જોવા મળે છે, જે દુર્લભ હોવા છતાં અહીં શક્ય બને છે.

મિનેરિયામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન સેંકડો હાથીઓ જળાશય આસપાસ ભેગા થાય છે, જેને "ધ ગેધરિંગ" કહેવામાં આવે છે. એશિયામાં આ સૌથી મોટા સમૂહોમાંનું એક છે, છતાં ઓછું જાણીતું છે.

શ્રીલંકા વાઈલ્ડલાઈફને સહજ રીતે નજીક લાવે છે. કદમાં તે આફ્રિકાની સરખામણી નહીં કરે, પરંતુ અનુભવોમાં જરૂર ટક્કર આપે છે અને ઘણીવાર વધુ યાદગાર બને છે.

સમુદ્રની સપાટી

ટ્રિપના અંતે ધીમા પડવા માટે શ્રીલંકાનો દરિયાકાંઠો ઉત્તમ છે, પરંતુ એ તેને ઓછું આંકવા જેવું થશે. ખાસ કરીને ગાલે આસપાસનો દક્ષિણ દરિયાકાંઠો ઈતિહાસ અને સમુદ્ર જીવનને સહજ રીતે જોડે છે. 17મી સદીનો ગાલે ફોર્ટ આજે પણ જીવંત છે, જ્યાં વસાહતી ઈમારતો, કેફે, શાંત ગલીઓ અને રેમ્પાર્ટ્સ પરથી સૂર્યાસ્તનો અનુભવ યાદગાર બને છે.

થોડું આગળ મિરિસા શાંત અને આરામદાયક માહોલ આપે છે, જ્યાં બીચ સ્વાભાવિક લાગે છે. વહેલી સવારે વ્હેલ જોવા જઈ શકાય છે અને સાંજે શાંત વોક સાથે દિવસ પૂરો થાય છે.

વેલિગામા નમ્ર લહેરો સાથે સર્ફિંગ માટે યોગ્ય છે, જ્યારે નજીકનું ઉનાવાતુના આસાન સ્નોર્કેલિંગ માટે જાણીતું છે. પશ્ચિમ અને દક્ષિણ દરિયાકાંઠો ડિસેમ્બરથી માર્ચ શ્રેષ્ઠ હોય છે. એપ્રિલ પછી ઈસ્ટ કોસ્ટ, ખાસ કરીને ટ્રિંકોમાલી અને અરુગમ બે, ઓછી ગિરદી અને વધુ અણસ્પર્શી અનુભવ આપે છે. અરુગમ બેમાં સર્ફ સંસ્કૃતિ ખાસ રિલેક્સ્ડ લાગે છે.

એક જ દેશમાં બે અલગ પ્રકારના બીચ અનુભવ મળે છે, જે તેને વધુ વિશેષ બનાવે છે.

લોકો પાછા શા માટે જાય છે

મોટા ભાગનાં સ્થળો શોધવા માટે હોય છે. તમે એક વાર ત્યાં જઈને જે જોવા આવ્યા હો તે જુઓ છો અને પછી આગળ વધો છો. શ્રીલંકા આ રીતે કામ કરતું નથી. લોકો અહીં પાછા આવે છે કારણ કે તેમણે બધું જોઈ લીધું હોય તે માટે નહીં, પરંતુ હજુ ઘણું બાકી રહે છે.

આ એવી ટ્રિપ છે જ્યાં વચ્ચે જ સમજાય છે કે કેટલું બધું ચૂકી ગયા છો. કદાચ મોસમને કારણે ઈસ્ટ કોસ્ટ છોડ્યું હોય, ટેકરીઓમાં વધુ સમય વિતાવવો જોઈએ હતો છતાં ઝડપથી પસાર થઈ ગયા હો, અથવા વાઈલ્ડલાઈફ માટે યોગ્ય આયોજન ન કર્યું હોય. દરેક પ્રદેશની અલગ ઓળખ પણ ઘણીવાર પછી સમજાય છે.

મુખ્ય વાત એ છે કે શ્રીલંકા એવી ટ્રિપ નથી જેને તમે પૂર્ણ કરી શકો. આ એવી સફર છે જે તમે શરૂ કરો છો અને પછી ફરી પાછા આવો છો, દર વખત થોડું અલગ રીતે તેને અનુભવવા માટે.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
જ્યાં ભગવાનરજા ગાળવા આવે!  ગોડ્સ ઓન કન્ટ્રી  કેરળ
10 mins, read

જ્યાં ભગવાનરજા ગાળવા આવે! ગોડ્સ ઓન કન્ટ્રી કેરળ

Published in Mumbai Samachar 11th October 2026 જ્યાં ભગવાનરજા ગાળવા આવે! ગોડ્સ ઓન કન્ટ્રી કેરળ   સાંજે ઊઠતી જાળ કેરળના ફોર્ટ કોચીના દરિયાકિનારે રોજ સાંજે, સૂરજ ઢળવા માંડે ત્યારે એક

છેલ્લા દિવસનો કોયડો
10 mins, read

છેલ્લા દિવસનો કોયડો

Published in Gujarat Samachar 11th October 2026 ...કદાચ પ્રવાસની આ સૌથી મોંઘી ભૂલ છે, કારણ કે એ કોઈ બિલમાં દેખાતી નથી, પણ યાદોમાં એની કિંમત ભારે ચૂકવવી પડે છે...   દરેક પ્રવાસમાં એક દિવસ

જીવનમાં એક વાર મળતી અજાયબીઓ
10 mins, read

જીવનમાં એક વાર મળતી અજાયબીઓ

Published in Gujarat Samachar 4th October 2026   ...આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે દુનિયાના સૌથી અદ્ભુત નજારા આપણા કૅલેન્ડર પ્રમાણે નથી બનતા. એ આપણને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહેવાનું

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!