ચાલો વાતો કરીએ!

0 comments
Reading Time: 10 minutes

આજના વર્ચ્યુઅલ વર્લ્ડમાં, દરેકનું મોઢું લેપટોપ-મોબાઈલમાં ખોસાયેલું જોઈને સુપ્રસિદ્ધ વાક્ય યાદ આવે છે ‘વાંચશો તો બચશો’ અને કહેવાય છે કે ‘બોલશો તો બચશો’. એસએમએસ-ઈ-મેઈલ, વોટ્સ એપથી જીવન ઘેરાયેલું છે. બાજુમાં બેઠેલા સહકર્મચારીની સાથે આપણે આ માધ્યમમાં જ વાતચીત કરીએ છીએ. એટલે જ વીણા વર્લ્ડમાં અમે નિયમ કર્યો છે, એક જ બાબત પર ત્રીજો મેલ કરવાનો સમય આવ્યો કે…

આવખતે સુધીર અને હું નક્કી કરીને બહાર નીકળ્યાં. ગણપતિના દિવસોમાં કામની ભાગદોડ ઓછી હોય છે એનો ફાયદો લીધો અને સેન્ટ્રલ અને ઈસ્ટર્ન યુરોપમાંનાં ન જોયેલાં નાનાં નાનાં પણ જોવાલાયક શહેરોની મુલાકાત લીધી. યુરોપમાંનું કોઈપણ શહેર જે રીતે અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ચાઈનાના પર્યટકોને પોતાની તરફ ખેંચી લે છે તે જોઈને આશ્ર્ચર્ય થાય છે. અર્થાત એમની પાસે રહેલા ઐતિહાસિક-ભૌગોલિક-સાંસ્કૃતિક વારસાનો અને નૈસર્ગિક વરદાનનો ઉપયોગ એમણે પર્યટનના વિકાસ માટે કર્યો અને ટૂરિઝમ જ મુખ્ય ઇન્ડસ્ટ્રી નક્કી કરી, બનાવી, એની જ કાળજી લીધી, એમાં સાતત્ય રાખ્યું અને સતત એનો વિકાસ તથા વિસ્તાર કરતા રહ્યા. યુરોપ એક ખંડ તરીકે વિશ્ર્વના સૌથી વધુ પર્યટક પોતાની તરફ ખેંચી લે છે એનો મર્મ ‘પર્યટક દેવો ભવ:’ એ એમણે બધાથી અને ખરા અર્થથી જાણી લીધો છે.

એકાદ સ્થળના પર્યટક વધે એ ‘ગુડ વર્ડ ઓફ માઉથ’ના લીધે. મને એકાદ વાત ગમી તો હું વારંવાર એ વાત બીજાને કરીશ. આજના વિશ્ર્વમાં સોશ્યલ મીડિયા દ્વારા એ જણાવવામાં આવે છે. ‘હું ત્યાં જઈ આવી, તમે નથી ગયા હજુ’ એમ કહી ચીડાવે. હોલીવૂડ બોલીવૂડ ટોલીવૂડ મોલીવૂડ જેવા દુનિયાભરની અનેક દિગ્ગજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે એમાં પ્રચંડ જોમ પૂર્યું. ભારતમાં સ્વિટ્ઝર્લેન્ડ માટેનો પ્રેમ વધવાનું કારણ ત્યાં ચિત્રિત થયેલા ચલચિત્ર અને એમાંનાં ગીતો. યશ ચોપ્રાનું સ્ટેચ્યુ સ્વિટ્ઝર્લેન્ડમાં આપણે જોઈએ એ એમના યોગદાનને સ્વિટ્ઝર્લેન્ડે જાણીજોઈને કરેલું કૌતુક છે. સ્વિટ્ઝર્લેન્ડની બોલીવૂડને કૃતજ્ઞતાપૂર્વકની સલામ એવું કહેવાય. આવી જ સલામ એમણે શ્રીદેવીને કરવાનું નક્કી કર્યું છે અને થોડા દિવસોમાં જ એ સ્મારક પણ આપણને સ્વિટ્ઝર્લેન્ડમાં જોવા મળશે. સંગમ, ઇવનિંગ ઇન પેરિસ, પ્રેમ પૂજારી, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, બચના ઐ હસીનોં, ધૂમ એવી અનંત ફિલ્મના નામ લઈ શકાય જેણે ભારતીયોનો પ્રેમ સ્વિટ્ઝર્લેન્ડ તરફ વાળવામાં યોગદાન આપ્યું છે. આ બાજુનું ઉદાહરણ એટલે ‘જિંદગી ના મિલેગી દોબારા’ પછી ભારતીયોની સ્પેન જોવાની ઉત્કંઠા વધી. ‘કહો ના પ્યાર હૈ’ પછી ન્યૂઝિલેન્ડ જનારા ભારતીય પર્યટકોની સંખ્યા વધી. ‘દિલવાલે’ પછી અમારી પાસે આઈસલેન્ડની પૂછપરછ શરૂ થઈ. શાહરૂખ અને કાજોલનું ‘ગેરુઆ’ સોંગ જ્યાં ચિત્રિત કરવામાં આવ્યું છે ત્યાં આપણે જઈએ છીએ? આવી વિશિષ્ઠ પૂછપરછ થવા લાગી અથવા હિૃતિક રોશને જે-જે પણ સ્પેનમાં કર્યું ‘જિંદગી ના મિલેગી દોબારા’માં એ બધું અમારે કરવું છે, એવું જ પેકેજ બનાવીને આપો એવો આગ્રહ રાખનારા પર્યટકો વધ્યા. ડેસ્ટિનેશન કે એકાદ દેશ આપણા ભારતીય પર્યટકોને આકર્ષિત કરવા માટે જો પ્રમોટ કરવાનો હોય તો બોલીવૂડનો સહારો લેવા સિવાયનો બીજો કોઈ પર્યાય નથી એ વિશ્ર્વને સમજાઈ ગયું છે. તેથી બોલીવૂડ માટે પ્રત્યેક પર્યટનસમૃદ્ધ દેશે મોટા મનથી-ખુલ્લા દિલથી ‘મોસ્ટ વેલકમ’ જણાવતી રેડ કાર્પેટ પાથરી રાખી છે.

એચબીઓ પર બે હજાર એકરમાં ‘ગેમ ઓફ થ્રોન્સ’ નામની સીરિઝ શરૂ થઈ, એના દર વરસે એકેક સીઝનમાં સાતથી દસ ભાગ રીલિઝ થતા ગયા અને સંપૂર્ણ વિશ્ર્વને આ સીઝનનું ગાંડાપણુ લાગ્યું. આના પછીનો અને કદાચિત છેલ્લો ભાગ આવતા વરસે આવવાની શક્યતા છે. આ સીરિઝે સૌથી વધુ ભલું કોઈનું કર્યું હોય તો એ છે સ્પેન, નોર્ધન આયર્લેન્ડ, ક્રોએશિયા, આઇસલેન્ડ, મોરોક્કો. આ દેશોમાં હવે ગેમ ઓફ થ્રોન્સ ફિલ્મિંગ લોકેશન્સની સ્પેશ્યલ ટૂર્સ છે. મે મહિનામાં યુએસએના વોશિંગટનથી લોસ એંજલસના પ્રવાસમાં એક હોંશીલી પર્યટક મળી ગઈ. અમેરિકન હતી. તેના પર્યટનના લિસ્ટમાં આ બધા દેશોનાં નામ હતા. દર વરસે એક એ પ્રમાણે તેણી તે પૂર્ણ કરવાની હતી. ગેમ ઓફ થ્રોન્સના કારણે ક્રોએશિયા દેશના પર્યટનમાં અમેરિકન પર્યટકોની સંખ્યામાં નોંધનીય વૃદ્ધિ થઈ છે.

ઈસ્ટર્ન યુરોપને, ક્રોએશિયા આવનારા અમારા પર્યટકોમાં વૃદ્ધિ થયેલી અમને જોવા મળી, તેથી ખરેખર અમારી સહેલગાહનું આયોજન અને હું પણ ગેમ ઓફ થ્રોન્સની ફેન હોવાના કારણે ક્રોએશિયામાં સ્પ્લિટ અને ડુબ્રોવનિક અમે આ અમારી ચાલી રહેલી સહેલગાહમાં સમાવિષ્ટ કર્યા. એક પછી એક શહેર ફરતાં ફરતાં રોજ નવા શહેરમાં નવા નવા ગાઈડ મળતા હતા, એમાંથી ધ્યાનમાં રહી તે સ્પ્લ્ટિ શહેરની ઇવ્હાના ટ્રમ્પ (ક્રોએશિયાની). મળતા જ તેણીએ કહ્યું, ‘તે હું નથી. તે સ્લોવ્હેનિયન અમેરિકન અને હું ક્રોએશિયન’ ખૂબ જ હસમુખી હતી તેથી પ્રસન્નતા થઈ તેણીને મળીને. ક્રોએશિયા પર રોમન લોકોનો પ્રભાવ કેવો હતો એ કહેતાં કહેતાં તેણીએ કહ્યું, ‘ઇટાલિયન્સની જેમ જ અમે પણ કોફી પાછળ ગાંડા. અમારા ત્યાં પણ ઇટાલીની જેમ કોફીની સાથે પાણી આપે છે. કારણ તમે વધુ વાર બેસો, ગપ્પાં મારો, એકમેકની સાથે વાત કરો એ હેતુથી. અમે એકબીજાની સાથે વાત કરીએ છીએ તેથી અમારા ત્યાં ડિપ્રેશન નથી. અમારા ત્યાં સાયક્લિગં અને ગેમ્સ-મેદાની ખેલ મોટા પ્રમાણમાં છે અને રમી લીધા પછી સેલિબ્રેશન્સ. માણસો ખૂબ બોલે છે, હસે છે, ખુશ રહે છે.’ ‘વી ટોક ટૂ ઇચ અધર’ આ તેનું વાક્ય યાદ રહેશે, અરે છેક અંદર ઊતરી ગયું. સ્ટારબક્સ આ કોફી ચેઇનનો યશ એમાં જ રહ્યો છે. કોફી તો એક બહાનું છે. આ કોફી ચેઇને લોકોને મેળવ્યા, નજીક લાવ્યા, ‘લેટ્સ ટોક ટૂ ઇચ અધર’ માટે એક ઓફિશિયલ પ્રેસ્ટિજિયસ ચોરો કે આધુનિક અડ્ડો નિર્માણ કર્યો. આપણે ત્યાં ‘કેફે કોફી ડે’ કે ‘બરિસ્તા’ એ જ જાતિકૂળની. ‘લાઈફ હેપ્ન્સ ઓવર કોફી’, ‘કોફી ઈઝ ઓલવેઝ અ ગુડ આઈડિયા’, ‘કોફી વેન યોર બ્રેઇન નીડ્સ અ હગ’ ‘અ લોટ કેન હેપન ઓવર અ કોફી’, ‘કોફી મેક્સ એવરીથિંગ પોસિબલ, ‘યોર કપ ઓફ ઇન્સ્પિરેશન…’ આવાં અનેક કોફી સ્લોગન્સ યાદ આવ્યાં ઇવાનના, ‘અમે ભરપૂર કોફી પીએ છીએ. એની સાથે પાણી પણ પીએ છીએ, ઘણીવાર સુધી બોલતાં બેસીએ અને તેથી અમારામાં ડિપ્રેશન નથી’ આ વાક્ય પરથી.

આજકાલના છોકરાં બોલતા જ નથી એ અનંત મા-બાપની સમસ્યા. એક કિસ્સો યાદ આવે છે. ‘આજે ઇન્ટરનેટ બંધ હતું એટલે ઘરના લોકો સાથે વાત કરવા બેઠો, ધે સીમ ટુ બી ગુડ પીપલ યાર…’ આ ઇન્ટરનેટના વળગણનું જનરેશન ઑવર ધ કૉફી સંવાદ. પ્રાતિનિધિક કહેવાય. અમારા બિલ્ડિંગમાંના એક નાના છોકરાએ એકવાર મને એક લાઈફ લેસન આપ્યું, ક્ષણેક્ષણ આપણે શીખીએ છીએ એનું આ એક ઉત્તમ ઉદાહરણ. અમારી સોસાયટી આમ તો નવી, રહેવાસીઓમાં અડધા ભારતીય તો અડધા ફોરેનર્સ. બધાનું એક ગેટ-ટુગેધર કરીએ કહીને અમે કામે લાગીએ છીએ. તું આ કર, હું પેલું કરું છું, આમ કામ વહેંચવાની પ્રક્રિયામાં મારી પાસે કામ આવ્યું નેમ ટેગ્ઝ બનાવવાનું. પ્રત્યેક જણને નામ પૂછવું કે કહેવું ના પડે એ માટે. કોરિયન, જાપનીઝ, રશિયન, અમેરિકન, યુરોપીયન કોઈનું પણ નામ ચૂકવું ન જોઈએ એનું મારે ખાસ ધ્યાન રાખવાનું. ગેટ-ટુગેધરના દિવસે નેચરલી બધાને ટેગ લગાડવાનું કામ પણ મારું જ. એક નાનકાને ટેગ લગાડવા ગયા ત્યાં તો એના અમેરિકન એક્સેન્ટમાં બોલ્યો, ‘આઈ ડોન્ટ વોન્ટ ટુ પુટ ધ નેમ ટેગ ઓન મી, આઈ લાઈક ટુ ટેલ માય નેમ, આઈ વોન્ટ ટુ ટોક ટુ પીપલ’ અને એ પઠ્ઠાએ ટેગ ન લગાવ્યો. છ-સાત વર્ષનો આ છોકરો ઘણુંબધું શીખવી ગયો, એમાંથી મને લેબલ લગાડો નહિ, હું માણસ છું, મારું નામ મને પ્રિય છે, મને બોલવું ગમે છે, આઈ રિસ્પેક્ટ માયસેલ્ફ… આવી અનેક છટા હતી. એકાદ અલગ લેખ લખી શકાય આના પર.

ટેલી કોન્ફરન્સિંગ પછી વીડિઓ કોન્ફરન્સિંગનો જમાનો આવ્યો અને એરલાઈન્સ, હોટલ્સ અને ટ્રાવેલ કંપનીને લાગવા માંડ્યું કે હવે આપણો બિઝનેસ ઓછો થશે કારણ કે લોકો હવે પ્રવાસ કરવાના નથી. થોડા સમય સુધી એવું થયું તો પણ આજે જોવા જઈએ તો વીડિઓ કોન્ફરન્સિંગ પાછળ રહી ગયું. લોકો એકબીજાને મળીને, પ્રત્યક્ષ સામસામે બેસીને, ચર્ચા સંવાદથી ગોષ્ઠિ કરે છે, કામ પૂરાં કરે છે, સમસ્યાનું નિરાકરણ લાવે છે. મેડનેસ તરફ ઝૂકવાની વર્ચ્યુઅલ એજમાં સૌથી મહત્ત્વનું છે, ‘માણસોએ માણસોને મળવું, બોલવું, ચર્ચા કરવી, સંવાદ સાધવો’… એ થવું જ જોઈએ. એલ્બર્ટ આઈન્સ્ટાઇનનું વાક્ય યાદ આવ્યું, ‘આઈ ફિઅર ધ ડે ધેટ ટેક્ધોલોજી વિલ સરપાસ અવર હ્યુમન ઇન્ટરએક્શન. ધ વર્લ્ડ વિલ હેવ અ જનરેશન ઓફ ઇડિયટ્સ’.

વીણા વર્લ્ડમાં અમે એક પદ્ધતિ પર અવલંબીએ છીએ. એટલે અનુભવથી શીખ્યો. વાત કરવી હોય કે એસએમએસ અને પછી વોટ્સ ઍપ આવવાથી પ્રવાસમાં હોઈએ ત્યારે એના પર ઓફિસનું સંભાષણ વધ્યું, ફોન ઓછા થયા કારણ ફોન કરવાનું ખૂબ મોંઘું પડે છે. એસએમએસ-વોટ્સ ઍપ પર મેસેજ લખીને આંગળીઓ દુખવા લાગે, ભરપૂર બેક એન્ડ ફોર્થ થાય. તેવી જ રીતે ઈ-મેઈલ્સ પણ. મજાની વાત તો એ કે ઓફિસમાં આજુબાજુમાં બેઠેલા માણસો પણ ઈ-મેઈલ્સ કે વોટ્સ ઍપ પર વાતો કરે છે. જો કે ટ્રેલ માટે એ આવશ્યક છે પરંતુ ક્યારેક ક્યારેક ઈ-મેઈલ ફાઇટિંગ શરૂ થાય છે. આપણે સીસીમાં હોઈએ તો ‘બિટિવન ધ લાઈન’ આપણને તે જણાવે છે. ઘણીવાર આ બેક એન્ડ ફોર્થમાં કોણ સાચું, કોની ભૂલ, મારી ભૂલ કંઈ નથી આવો વિવાદ વધારે હોય છે. અમારો વેટ્ટો એવો કે, ‘જો એકાદ બાબત માટે ત્રીજો મેઈલ કરવાનો સમય આવ્યો તો સમજો કે હવે સામસામે બેસવાનો સમય આવ્યો છે નો મોર મેઈલ્સ’… વાતચીત કરીને પ્રશ્ર્નનો ઉકેલ લાવો. અને આપણને દરેકને અનુભવ હશે કે જ્યારે આ સંવાદ, ચર્ચા, વાતચીત થાય છે ત્યારે બાબત ઝડપથી આગળ વધે છે. અરે પ્રવાસમાં પણ હું ફોન કરીને કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું, અને તેમજ ફોન કરવાનું મોંઘું રહ્યું નથી, આ જમા પાસું.

‘વાંચશો તો બચશો’ એ પ્રમાણે લાગે છે કે આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં, ‘બોલશો તો બચશો.’ અર્થાત આમ એકબીજાની સાથે વાત કરતા સમયે આપણું બોલવું સકારાત્મક હોવું જોઈએ એના પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. આપણું બોલવું જેટલું મહત્ત્વનું તેટલું જ બીજાનું પણ એ જાણવું જોઈએ. બીજાને બોલવા દેવું જોઈએ અને એ બોલે ત્યારે મન:પૂર્વક ધ્યાન આપવું જોઈએ (પતિ-પત્નીમાં થતા સંવાદમાં અપવાદ હોઈ શકે). અને હા, આપણે ક્યારેક પોતાની જાત સાથે પણ વાત કરવી જોઈએ. આપણને પણ એક્સપર્ટ્સ એડવાઈઝ્સ લાગે જ છેને!

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*