Published in the Sunday Gujarat Samachar on 06 July 2025
અમુક સ્થળોની એક વાર મુલાકાત લીધા પછી યાદીમાંથી તેને છેકી નાખવામાં આવે છે અને પછી અન્ય સ્થળ વિશે વિચાર શરૂ થાય છે.જોકે બાલી જેવાં સ્થળોની વાત જ અનોખી છે.
મને બાલી વિશે સૌથી વધુ સારું જો કશું લાગ્યું હોય તો તે છે કે તે દરેક દુનિયાનું શ્રેષ્ઠતમ એકત્ર લાવે છેઃ અદભુત બીચ, નાટકીય મંદિરો,હરિયાળા ઈન્ટીરિયર, સ્વાદિષ્ટ ખાદ્યો (તમે ગણી નહીં શકો એટલા કેફે), જીવંત બીચ ક્લબ અને ઘેરી, અસલ સંસ્કૃતિ,જે તે સર્વની ભીતર શાંતિથી ધમધમે છે.
બાલીવાસીઓ એવું માને છે કે આ ટાપુ તેની પહાડીઓમાં રહેતા ઈશ્વર અને તેના સમુદ્રમાં વસવાટ કરતા ભૂતપિશાચથી સુરક્ષિત છે. બાલીમાં દરેક ગામમાં ત્રણ મંદિરો હોય તે આવશ્યક છેઃ એક પહાડીઓની સન્મુખ, એક સમુદ્રની સન્મુખ અને એક ખુદ ગામની સન્મુખ. આધ્યાત્મિકતા અને પૃથ્વી વચ્ચે, શ્રદ્ધા અને લય વચ્ચે સંતુલન છે, જે બાલીને તેનું અંતર આપે છે. આથી જ બીચ ક્લબના પ્રવેશદ્વાર પર પણ તમને રોજ ફૂલો અર્પણ કરાતાં અને ધૂપ પ્રગટાવેલા જોવા મળશે અથવા ધમધમતા કેફેના ખૂણાની આસપાસથી મંદિરમાંથી કર્ણપ્રિય સંગીત રેલાતું સાંભળવા મળશે.
બાલી 10,000થી વધુ મંદિરોનું ઘર છે, જેથી તેને મોટે ભાગે "ઈશ્વરોનો ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉલુવાતુ જેવા ખડકોની બાજુનાં મંદિરોમાં પવિત્ર મેદાનો, તિરટા એમ્પુલ જેવાં જળ મંદિરો સુધીનું વાનરો દ્વારા રક્ષણ કરાય છે અને મુલાકાતીઓ શુદ્ધિકરણ વિધિઓમાં ભાગ લેતા જોવા મળે છે. અહીં આધ્યાત્મિકતા રોજિંદા જીવનમાં ગૂંથાયેલી હોય છે. જોકે બાલીની તિથિ પ્રણાલી વિશે ખરેખર અતુલનીય શું છે જાણે છો? તેઓ સાગમટે ત્રણ અલગ અલગ તિથિઓનું પાલન કરે છે-પાવુકોન (210 દિવસનું ચક્ર), સાકા (ચંદ્રના ચક્ર પર આધારિત) અને ગેગોરિયન (જે આપણે બધા પાલન કરીએ છીએ). આનો અર્થ બાલી દુનિયાભરમાં અન્યત્ર થતું હોય તેનાથી વિપરીત આખું વર્ષ અજોડ મહોત્સવો અને સમારંભોની ઉજવણી કરે છે. આવી જ એક ઉજવણી ન્યેપી છે, જે શાંતિ દિવસ હોય છે, જે સમયે આખો ટાપુ બંધ કરાય છે- ફ્લાઈટ્સ નહીં, વાહનો નહીં,પ્રકાશ નહીં અને બધાં જ ભીતર રહીને પોતાને રિફ્લેક્ટ, રિચાર્જ અને રિસેટ કરે છે.
દરમિયાન પ્રથમ વારના મુલાકાતીઓને હંમેશાં આશ્ચર્યમાં ગરકાવ કરતી અમુક બાબતો અહીં છે. બાલી તેનો પોતાનો દેશ નથી. ઈન્ડોનેશિયામાં 17,000 ટાપુમાંથી તે એક છે અને છતાં સહજ રીતે સૌથી વધુ મુલાકાત લેવાતો ટાપુ છે. તો, ચાલો બાલીના અમુક મોજીલા પાડોશમાં લટાર મારીએ.
નુસા ડુઆ અને ઉબુડઃ
જો તમે બાલીમાં પહેલી વાર જતા હોય તો નુસા ડુઆ અને ઉબુડથી શરૂઆત કરવાની શક્યતા વધુ હોય છે. નિખાલસતાથી કહીએ તો આ તેની સુંદર ઉત્તમ ઓળખ છે.નુસા ડુઆ બાલીને સુંદર તૈયાર કરાયેલી ફ્રેમમાં મહેસૂસ કરાવે છે. વ્યાપક, સ્વચ્છ બીચ, શાંત વહેતાં પાણી, લક્ઝુરિયસ રિસોર્ટસ,જ્યાં દરેક બારીકાઈનો ઊંડાણથી વિચાર કરાયેલો છે. આ સ્થળ એવું છે જ્યાં સમય શક્ય ઉત્તમ રીતે ધીમો પડી જાય છે. પરિવારો,યુગલો અને હવાફેર ચાહનારા માટે આ ઉત્તમ સ્થળ છે. મને બાલીના બીચે મારી પ્રથમ અસલ રુચિ આપીઃ શાંત,સૂર્યથી નાહી ઊઠેલું અને આવકાર્ય સ્થળ.
જોકે ટાપુનું અસલ હૃદય ક્યાં છે? તે ઉબુડમાં વસે છે.
ઉબુડ હરિયાળું અને હૃદયસ્પર્શી સ્થળ છે. અહીં બાલીની સંસ્કૃતિ અત્યંત વૈવિધ્યપૂર્ણ રીતે પોતાને ઉજાગર કરે છે. બાલીના હરિયાળા ઈન્ટીરિયરના હાર્દ સાથે તે આધ્યાત્મિકતા, કળા અને નિર્મળતા ચાહનારાને લાંબા સમયથી આકર્ષિત કરે છે. ઐતિહાસિક રીતે ઉબુડ બાલીની રોયલ્ટીની બેઠક હતી અને હીલિંગ માટે કેન્દ્ર હતું, જેથી બાલીનું નામ શબ્દ ઉબાડ પરથી પડ્યું છે, જે શબ્દનો અર્થ ઔષધિ એવો થાય છે.
આ શહેર 20મી સદીના પૂર્વાર્ધમાં ચિત્રકારો, નૃત્યકારો અને લેખકોની મહેમાનગતીને આભારી સાંસ્કૃતિક રાજધાનીમાં ખીલ્યું છે.ખાસ કરીને પશ્ચિમી ચિત્રકારો વોલ્ટર સ્પાઈઝ અને રુડોલ્ફ બોનેટે તેને પોતાનું ઘર બનાવ્યું હતું. સ્થાનિક પરંપરાઓ સાથે તેમનો પ્રભાવ અજોડ, અત્યંત ઊંડાણથી બોલકણું સૌંદર્ય નિર્માણ કરે છે, જે ઉબુડની આજે વ્યાખ્યા કરે છે. નીલમણિ ચોખાની અગાશીઓ અને જંગલથી ઢંકાયેલી ટેકરીઓથી ઘેરાયેલું ઉબુડ સમકાલીન મહેસૂસ થાય છે.
જોકે તેની સ્થિરતાથી દોરવાઈ જશો નહીં, ઉબુડ ઉગ્ર, સાહસિક જોશ પણ ધરાવે છે. તે વિસંગતી મહેસૂસ કરવાની એક સૌથી ઉત્તમ રીત આયુંગ નદીમાં વ્હાઈટ વોટર રાફ્ટિંગની છે. આ તીવ્ર રાફ્ટિંગ નથી, પરંતુ નવોદિતોને પણ તે પહોંચક્ષમ છે. તમે હરિયાળાં જંગલ, પાણીના ધોધની ભીતરથી અને સદીઓ પૂર્વે કોતરકામ કરવામાં આવેલી ખડકોની દીવાલો થકી પસાર થાઓ ત્યારે તમારા હૃદયના ધબકારા વધારતા આ અનુભવ અત્યંત રોમાંચક છે.
મને સૌથી વધુ ગમ્યું તો તે સાહસ નહીં, પરંતુ તેની રાહમાં આવતી હરિયાળી હતી. તમે રીતસર ઉબુડના જીવંત પોસ્ટકાર્ડ થકીપસાર થાઓ છો-ઢાળવાળી કોતરો, લટકતી વેલો, છુપાયેલાં મંદિરો. બાલીમાં શાંતિ અને સાહસ વિરુદ્ધ નથી,પરંતુ તે મોટે ભાગે ખભેખભા મિલાવીને ચાલે છે તેની તે યાદગીરી છે.
સેમિન્યાક
હું બાલીમાં પાછો આવ્યો ત્યારે અલગ અનુભવ કરવા માગતો હતો. સહેજ ભોગવિલાસ સાથે બીચ શહેરની ઊર્જા સંમિશ્રિત હોય તેવું કશુંકઅનુભવવા માગતો હતો અને સેમિન્યાકે મારી તે ઈચ્છા પૂરી કરી.
આ સ્લીક બીચ ક્લબો, ડિઝાઈનર બુટિક્સ અને સુંદર નજારા સાથે કોક્ટેઈલ્સનું બાલી છે. આ સ્થળે સવારે કોફીના ઘૂંટડા ભરવાનુંઅને સાંજે રૂફટોપ પરથી ભારતીય મહાસાગરમાં સૂર્ય ડૂબકીઓ લગાવે તે જોવાનું ગમશે.
જોકે મને સૌથી વધુ આશ્ચર્યમાં જો કોઈ બાબતે મૂક્યો હોય તો તે સેમિન્યાકે હજુ પણ તેની ખૂબીઓનું સંવર્ધન જાળવી રાખ્યું છે.ભપકાદાર રેસ્ટોરાં અને આધુનિક વિલા વચ્ચે હજુ પણ શાંત ગલીઓ, રંગબેરંગી મંદિરો અને સ્વાદની સરાહના કરતા બટકા વચ્ચેતમને થોભાવે તે ખાદ્યના પ્રકાર પીરસતા સ્થાનિક વારુંગ્સ હજુ પણ મોજૂદ છે.
અને અહીંનો સૂર્યાસ્ત? તે સુંદર હોવા સાથે વિધિ છે. આકાશ નમૂનાના ઉત્કૃષ્ટ નંગમાં ફેરવાય તે જોવા માટે દરેક જણ દરિયાકાંઠા પર ભેગા થાય છે. મારે માટે સેમિન્યાકની આ ઉત્તમ બાજુ છે, જે યોગ્ય સમયે તમારે ચોક્કસ ક્યાં હોવું જોઈએ તેનો અહેસાસ કરાવે છે.
કાંગુ
જો સેમિન્યાકમાં સૂર્યાસ્ત સ્ટાઈલમાં થતો હોય તો કાંગુ એવી જગ્યા છે જ્યાં બાલી ખરેખર અજોડ રીતે મોહિત કરે છે.
કાંગુ ટાપુના કોઈ પણ અન્ય ભાગ કરતાં અનોખી રીતે તમને મોહિત કરે છે. તેની કળાત્મક, મુક્ત જોશીલી અને સુંદર કોલાહલવાળી ખૂબીઓ શક્ય શ્રેષ્ઠતમ મહેસૂસ થાય છે. એક ગલીમાં તમને કોકોનટ લાટીસના ઘૂંટડા ભરતા ડિજિટલ ઘેલાઓથી ભરચક કો-વર્કિંગ કેફે જોવા મળશે તો બીજી બાજુ એકલા ખેડૂત સાથેનું ડાંગરનું ખેતર અને નિસર્ગનો ધ્વનિ સાંભળવા મળશે. આ આધુનિક અને પરંપરાનું મિશ્રણ છે. છતાં શાંત અને ધમધમતું છે, જે કાંગુને લોહચુંબકીય બનાવે છે.
મારા અહીં વિતાવેલા સમયમાં મેં સવારે મુરાલ્સ અને બોલકણા બુટિક્સ જોયા, બપોર બીચ અથવા કેફેમાં વિતાવી અને સાંજે સ્થાનિક બારમાં જીવંત સંગીત સાંભળ્યું અથવા ફાયર-ડાન્સરોનો પરફોર્મન્સ જોયો. આ સ્થળ ક્રિયાત્મકતા પ્રેરિત કરે છે અને તમને ધીમા પણ પાડે છે.
અને જો તમને સર્ફિંગ કરવાનું ગમતું હોય તો નવાગંતુકો માટે શીખવાનું આ ઉત્તમ સ્થળમાંથી એક છે. બાટુ બોલોંગ ખાતે બીચ બે્રક્સ મૈત્રીપૂર્ણ છે, ઈન્સ્ટ્રક્ટરો તેથી પણ વધુ મૈત્રીપૂર્ણ છે અને શીખ્યા પછી તમે સ્મૂધી બાઉલ્સથી પોતાને પુરસ્કૃત કરી શકો છો, જે વ્યવહારુ રીતે કળાકૃતિ છે.
ચાર ટ્રિપ કરી છતાં બાલી હજુ પણ વધુ ઓફર કરવા હંમેશાં તત્પર હોય તેવું સ્થળ છે. તમારી પ્રથમ મુલાકાત હોય કે પાંચમી,આ ટાપુ કોઈક રીતે તમારા મૂડને શાંતિથી અથવા જીવંત રીતે, સાહસિક અથવા આરામથી કઈ રીતે સારો કરવો તે સારી રીતે જાણે છે.આ એવું દુર્લભ સ્થળ છે જે તમને બીચ અને જંગલો, પરંપરા અને પ્રવાહો, આધ્યાત્મિક ઊંડાણ અને ઈન્દ્રિય ભોગવિલાસ વચ્ચે પસંદગી કરવા માટે પૂછતું નથી. તમે તેના મોહમાં આવી જાઓ છે. મોટે ભાગે તે જ દિવસે. તો વાત અહીં પૂરી કરું છું, ફરી મળીશું!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.