IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

કેરળ: દરિયાકાંઠાઓ, બેકવોટર્સ અને ટાપુઓનું સ્વર્ગ!

10 mins. read

Published in the Sunday Gujarat Samachar on 11 February, 2024

કેરળના જાદુનો અનુભવ કરો, જ્યાં પ્રાચીન દરિયાકિનારા, શાંત બેકવોટર અને મનમોહક ટાપુઓ પ્રકૃતિ અને સંસ્કૃતિની સિમ્ફનીમાં એક સાથે આવે છે. આ દક્ષિણ ભારતીય સ્વર્ગ તમને તેના લેન્ડસ્કેપ્સ અને પરંપરાઓની અનન્ય ટેપેસ્ટ્રીમાં ડૂબી જવા માટે આમંત્રણ આપે છે.

અતુલનીય ભારતમાં ઘણું બધું છે. તેમાં પહાડીઓ છે, દરિયાકાંઠા છે, નેશનલ પાર્કસ છે, હિલ સ્ટેશન્સ છે, નદીઓ છે, સુંદર ટાપુઓ છે અને રણ પણ છે! આ બધું જોવા માટે આપણે ઘણી બધી ટુર અને હોલીડે કરવાનું આવશ્યક છે. અને આ બધી ખૂબીઓ તમે ભારતમાં જોઈ શકો છો તેની એક સૌથી સારી બાબત એ છે કે તમે સર્વત્ર હકીકતમાં જીવનની ઉજવણી કરી શકો છો! દરરોજ વીણા વર્લ્ડના પ્રવાસીઓ વાર્તાઓ, કવિતાઓ, ફોટો અને ઘણું બધું મોકલતા રહે છે. આ બધું આપણને એ વિચારતાં કરી મૂકે છે કે ત્યાં ખરેખર એવું કશુંક છે જે આપણે આપણા વહાલાજનો સાથે પ્રવાસ કરતા હોય ત્યારે જીવનની વધુ ઉજવણી કરવા માટે પ્રેરિત કરી શકે. તમે નીચેનો ક્યુઆર કોડ સ્કેન કરીને અતુલનીય ભારતની આ વાર્તાઓ જાણી શકો છો:

તો હવે આપણે જીવનની ઉજવણી કરવાના મૂડમાં આવી ગયા છીએ ત્યારે હું ભારતના એક અતુલનીય રાજ્ય વિશે આજે વાત કરવા માગું છું.હું તમને દક્ષિણ ભારતમાં કેરળના પ્રવાસે લઈ જવા માગું છું. કેરળનું વિવરણ મોટે ભાગે ‘ઈશ્ર્વરનો પોતાનો દેશ’ તરીકે કરવામાં આવે છે અને તેનું કારણ પણ તેવું જ છે. પશ્ર્ચિમી ઘાટ અને અરબી સમુદ્રના સાંનિધ્યમાં વસેલું કેરળ ઘણી બધી રંગછટાઓનું સ્વર્ગ છે, જ્યાં નીલમણિનાં ખેતરો ઊંડા વાદળી સમુદ્રમાં નીચે ઢળે અને કાચ જેવી સાફ નદીઓ પોતાની વાર્તા કહે છે. કેરળની નદીઓ શાંતિ સાથે પ્રતિકાત્મક છે, તેના દરિયાકાંઠા ખુશી, હાસ્ય અને પ્રાસંગિક રોમેન્ટિક સૂર્યાસ્તનું રમતનું મેદાન છે. કેરળના દરિયાકાંઠાને વિશેષ બનાવે તે ફક્ત તેનો નયનરમ્ય નજારો નથી, પરંતુ નિસર્ગ, સંસ્કૃતિ અને ઉષ્માનું સુસંવાદિત સંમિશ્રણ છે, જે રેતીના દરેક કણમાંથી ઉદભવે છે. દક્ષિણ ભારતના મુગટનું ઘરેણું તરીકે કેરળના દરિયાકાંઠા નિસર્ગની શાંતિના ખોળામાં આરામ કરવા માગનાર દરેકના મનમાં વિશેષ સ્થાન ધરાવે છે.

લગભગ ૫૫૦ કિલોમીટરના દરિયાકાંઠા સાથે કેરળના બીચ ભૌગોલિક વિશિષ્ટતા તો છે જ પરંતુ રાજ્યની સાંસ્કૃતિક ઓળખ અને તેની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપતા રાજ્યનો આંતરિક ભાગ પણ છે. તે ઈતિહાસમાં વિવિધ સંસ્કૃતિઓ માટે મિલનસ્થળ રહ્યું છે અને હવે રાજ્યમાં સહેલાણીઓનાં સૌથી રોમાંચક સ્થળમાંથી એક છે. આ દરિયાકાંઠા પ્રાચીન મસાલાના વેપાર, આધુનિક માછીમારીના પ્રયાસોનું અને ધીમે ધીમે પણ એકધારી રીતે સક્ષમ પર્યટનમાં વધારાનું સાક્ષી છે.

દરેક દરિયાકાંઠાની પોતાની વાર્તા છે, જે વારસો આ દરિયાકાંઠામાં ઊછળતાં મોજાં દ્વારા વસિયતમાં મળ્યો છે. કેરળના દરિયાકાંઠા દુનિયાના ઘણા બધા અન્ય વિખ્યાત દરિયાકાંઠાને આભડતા પાર્ટી પ્રેમીઓ અથવા વ્યાવસાયિકતાવાદથી સાવ અલગ છે. અહીં તે નૈસર્ગિક શાંતિ આપે છે, જ્યાંનું વાતાવરણ સહેલાણીઓને રેતીના દરેક કણ અરબી સમુદ્રની શાંતિથી પાવન બન્યા હોવાનું મહેસૂસ કરાવે છે. આ દરિયાકાંઠાઓ સૂર્યસ્નાન માટેના સ્થળથી પણ વિશેષ છે. તે કેરળનો ભૂતકાળ, હૃદય અને જોશનું પ્રતિબિંબ છે. કેરળના દરિયાકાંઠાઓને સમજવાની ચાવી તેમની વૈવિધ્યતાની સરાહના કરવાની છે. અમુક દરિયાકાંઠા શાંતિ ચાહનારા માટે ઉત્તમ છે, જ્યારે કોવલમ બીચ જેવા અન્ય પચરંગી બીચ સંસ્કૃતિની છાંટ ચાહનારા માટે ઉત્તમ છે.તો આજે આપણે આમાંથી અમુક બીચની સફર કરીએ...

કોવલમ: ક્લાસિક દરિયાકાંઠાની મોહિની એક સમયે સુસ્ત માછીમારીનું ગામ કોવલમમાં ૧૯૩૦માં ત્રાવણકોરનાં રાણી મહારાણી સેથુ લક્ષ્મીબાઈનાં પગલાં પડ્યાં પછી તેનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ઊભરી આવ્યું અને તે પછી બીચના સ્થળ તરીકે તેની નામના સતત વધી. આ બીચ પ્રેરણાની તલાશ કરતા કવિઓથી લઈને સાહસ ખેડવા ઉત્સુક રજાઓ વિતાવવા આવેલા પરિવારો સુધી અથવા પ્રસિદ્ધ કેરળ કરીની તલાશમાં આવતા ખાવાના શોખીનો સુધી, દરેકને પોતાની આંદર સમાવી લે છે.જોકે કોવલમની અસલી ખૂબી તેનું અસલપણું છે. તેની વધતી લોકપ્રિયતા છતાં તેના લોકોથી લઈને તેના તેજસ્વી સૂર્યાસ્ત સુધી તેનીઆંતરિક ઉષ્મા વિસ્તરે છે.

વર્કલા: પવિત્ર દરિયાકાંઠો : વર્કલા બીચનો આત્મા તેના નૈસર્ગિક વૈભવ અને આધ્યાત્મિક ઉત્સાહમાં રહેલો છે, જે તેને આદર અપાવે છે. સહેલાણીઓ રેતી સુધી પહોંચવા માટે ખડકોમાંથી પસાર થાય છે તેમ અરબી સમુદ્રનો મનોહર નજારો, કલ્પિત લાલ ખડકો અને ઘણાં બધાં મંદિરો અને અભયારણ્ય તેમને મોહિત કરે છે.અહીં, પવિત્ર રેતીઓ અને ઉપચારાત્મક ખનીજનાં ઝરણાં તમને આકર્ષિત કરે છે.

મરારી: સમકાલીન શાંતિ મરારી પર્યટકોથી ધમધમતા દરિયાકાંઠાથી સહેજ વિપરીત છે. તે નમ્ર સાદગી દર્શાવે છે, જે ગ્રામીણ કેરળનું સીમાચિહન છે. મરારી બીચની મુલાકાત સમયની પાછળ લઈ જાય છે, જ્યાં દિવસના લય પર સમુદ્ર હાવી થઈ જાય છે. મરારી બીચ શુદ્ધ, સુખદ છે, જે એકાંતના સૌંદર્યની પુન:ખોજ કરવા માગનારા અથવા સ્થાનિક સમુદાયની સ્વર્ણિમ સંસ્કૃતિઓ માણવા માગનારા માટેનું સ્થળ છે.

હવે બીચ વિશે આપણે જાણ્યું છે ત્યારે અહીંના બેકવોટર્સ વિશે વાત કર્યા વિના કેરળની વાત અધૂરી રહી શકે. કેરળના બીચ એકશન અને સાહસનું સંમિશ્રણ છે ત્યારે બેકવોટર્સ સૂક્ષ્મ એકાંત પ્રદાન કરે છે જે પણ રોચક છે. લગૂન અને નહેરોના ગૂંચભર્યા જાળા સાથે બેકવોટર્સ સ્થાનિકો માટે જીવાદોરી છે, જે દરિયાકાંઠાના બીચની સ્વર્ણિમતાથી વિપરીત નિર્વાહનો સ્રોત છે. ૯૦૦ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલી નહેરો, લગૂન, સરોવરો અને નદીઓનું નયનરમ્ય દ્રશ્ય લીલા રંગના હાથનાં વાદળી- લીલા આંગળીનાં ટેરવાં જેવું લાગે છે. જીવનથી ધમધમતી તેની પર્યાવરણ પ્રણાલી તેના પટ પર વસવાટ કરનાર માટે જીવાદોરી છે. બેકવોટર્સ અજોડ અનુભવ પ્રદાન કરે છે, જે કેરળની ખૂબી છે, જ્યાં બોટ ઘર બની જાય છે અને ફ્લોટેલ્સ સ્વપ્નવત સ્થળનાં દ્રશ્યો વચ્ચે પ્રવાસીઓની યજમાની કરે છે.

બેકવોટર્સ પરંપરા અને દરિયાકાંઠાની આજીવિકાની વાર્તા ગણગણે છે, બીચ નિસર્ગ સાથે સીધું જોડાણ પ્રદાન કરે છે. બેકવોટર્સ ધીમે ધીમે વહેતી સિમ્ફની છે, જે લહેરોના લયાત્મક તરંગોથી વિસંગત સુસ્ત પાણીનું જાણે બેલે નૃત્ય જેવું લાગે છે. તે અનુભવવા માટે કેરળનું એક બંધ આંખે નિરીક્ષણ કરવું જોઈએ. આ દરેક સરાહના અને પુરસ્કાર માગે છે, પરંતુ એકત્ર મળીને તે કેરળની ખૂબીઓનાં દ્વાર ખોલે છે.

આ મંત્રમુગ્ધ કરનારા બેકવોટર્સના સાંનિધ્યમાં કેરળના ટાપુઓનો દ્વીપસમૂહ જોવા મળે છે, જ્યાં સમય વિષુવવૃત્તિય હવામાં થંભી ગયો હોય તેમ ભાસે છે. લગૂન અને નહેરોનું આંતરજોડાણ જળ આસપાસ વીંટળાયેલી જીવનશૈલીને પોષે છે, જ્યાં સમુદાયનો ધબકાર વર્તમાન સાથે સુમેળ સાધે છે.આ ટાપુઓમાંથી કેરળના પ્રસિદ્ધ મહોત્સવોનો જન્મ થયો છે અને તેમની અજોડ વાનગીઓ ઉત્તમ બની છે. આ ટાપુઓ આધુનિકતાથી અણસ્પર્શી પવિત્ર સ્થાન પ્રદાન કરે છે, જે પ્રાચીનકાળના પારણામાં નવા યુગની સવારના સાક્ષી બનવાનું જેવું છે.

કેરળ તેની દરિયાકાંઠાની પર્યાવરણ પ્રણાલી અને આ પાણીમાં રમતિયાળ ડોલ્ફિન, શાહી કાબચા હોય કે બેસુમાર માછલીઓ હોય તેની વસાહતોનું જતન કરવાના પ્રયાસમાં ગૌરવ લે છે, જે તેના સંવર્ધનનો ઉત્તમ દાખલો છે. તમે સમુદ્રરેખામાંથી સવારી કરો ત્યારે લહેરો સાથે ઊછળતી ડોલ્ફિન જોવાનું અથવા અરબી સમુદ્રને પોતાની નૌકા બનાવીને વિહરતા સમુદ્રિ કાચબાની મનોહર કૂચ જોવાનું અસાધારણ છે. કેરળના બીચ પર વોક કરવું અથવા બેકવોટર્સ જોવું તે પવન અને લહેરો દ્વારા ગણગણાટ કરાતી મૌખિક પરંપરાના યુગમાં પ્રવેશવા જેવું છે.

મારા માટે કેરળ પ્રવાસ સ્થળથી વિશેષ છે. તે જીવનની સ્થિતિસ્થાપકતા, પરંપરા અને પ્રગતિનું સહઅસ્તિત્વ અને નિસર્ગની અજાયબીઓની રોચક ખૂબીઓનો દાખલો છે. કેરળ તેના દરિયાકાંઠા પર પધારનારા દરેકને પોતાના બનાવી લે છે. તો આ સાથે હું લેખ સમાપ્ત કરું છું.તમને બીચ કે બેકવોટર્સમાં જવાનું મન થાય ત્યારે કેરળ વિશે જરૂર વિચારો. તેના સૌંદર્યથી તમે મોહિત થશો જ, પરંતુ તમે ઘેર પાછા જાઓ ત્યારેતમારા જૂતાંમાં સાથે આવેલી રેતીના દરેક કણ તેની વાર્તાની તમને યાદ અપાવશે. તો, ચિલ કરો, બેગ ભરો, નીકળી પડો!


નો અનનોન

અમેઝિંગ ફેક્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ

#KnowTheUnknown Podcast by Neil Patil

અમુક બાબતો આમ જોવા જઈએ તો આપણી નજીક હોય છે છતાં તે આપણી નજરથી છટકી જાય છે અને તેથી તેમની વિશિષ્ટતાઓ, તેમનું મહત્ત્વ આપણને તુરંત ધ્યાનમાં આવતું નથી. ભારતના અનેક પર્યટકોનું નોર્થ ઈસ્ટ અર્થાત ઈશાન્ય ભારતમાંનાં અનેક આકર્ષણો વિશે આવું થતું દેખાય છે. નોર્થ ઈસ્ટનાં સાતેય રાજ્યમાં ‘મેઘાલય’ રાજ્ય એટલે જાણે અનોખા આકર્ષણોની ખાણ છે. મૂળમાં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે ‘મેઘાલય’ સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં નહોતું. બ્રિટિશોને આ પ્રદેશમાં આવ્યા પછી અહીંની ટેકરીઓ અને તેની પરની વનરાજી જોઈને વતનદેશનો ભૂભાગ યાદ આવ્યો અને તેમણે મેઘાલયના શિલોંગને ’સ્કોટલેન્ડ ઓફ ઈસ્ટ’ નામ આપી દીધું. તેમના રાજમાં ‘શિલોંગ’ જ આસામ રાજ્યની રાજધાની હતી. આ પછી 1972માં મેઘાલય સ્વતંત્ર રાજ્ય નિર્માણ કરવામાં આવ્યું. અહીંના નૈસર્ગિક વાતાવરણને લીધે ‘મેઘનું ઘર’ નામ તેને બરોબર શોભે છે. મેઘાલય ભારતનું સૌથી ભીનું રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં એક વર્ષમાં 1200 સેમી વરસાદ પડે છે. ભૂગોળના પુસ્તકમાં સૌથી વધુ વરસાદનું સ્થળ ‘ચેરાપુંજી’ આ જ રાજ્યમાં છે. લીલાછમ જંગલોથી આચ્છાદિત ટેકરીઓ, તેની પરથી વહેતા પાણીના ધોધ, તેમાંથી વહેતી નદીઓ, ડુંગરોમાં ગુફાઓમાં નૈસર્ગિક શિલ્પોને લીધે મેઘાલયની મુલાકાત જાણે વંડરલેન્ડની મુલાકાત નીવડે છે. એક નદીનો ફોટો તમે અનેક વાર જોયો હશે, જેમાં નિર્મળ લીલાછમ પ્રવાહ પર તરતી નૌકા દેખાય છે અને એવું લાગે છે કે જાણે તે કાચ પર જ ઊભી છે. આ છે મેઘાલયની ‘ઉમન્ગોત’ નદી. જૈંતિયા હિલ્સના પગથિયે ’ડાવકી’ ગામમાંથી ભારત અને બંગલાદેશને જોડતી આ નદી જોતી વખતે ખરેખર આંખો અંજાઈ જાય છે. મેઘાલયની સૌથી મોટી વિશિષ્ટતા ‘લિવિંગ રૂટ બ્રિજ.’ છે. વડનાં ઝાડ પોતાનાં મૂળિયાં જમીનમાં ખૂંપાવીને પોતાનો વિસ્તાર વધારે છે. આ નૈસર્ગિક તત્ત્વોનો ઉપયોગ કરીને મેઘાલયની ખાસી અને જૈંતિયા ટેકરીઓના દુર્ગમ ભાગોમાં રહેતા સ્થાનિકોએ આ મૂળિયાંઓનો પુલ તૈયાર કરવાની ટેક્ધિક વિકસિત કરી. એક ઝાડનાં મૂળિયાં એકત્ર કરીને તે એકાદ પ્રવાહ પરથી સામે પારના કાંઠે લઈ જવાની અને જીવંત મૂળિયાંનો પુલ રાહદારી માટે વાપરવાનો. આવો એક પુલ તૈયાર કરવા કમસેકમ પંદર વર્ષ લાગે છે. જોકે એકાદ પુલ બને તે પછી આગળ ત્રણસો-ચારસો વર્ષ વાપરી શકાય છે. 50થી 100 ફૂટ લાંબા આવા ઘણા બધા પુલ મેઘાલયમાં અનેક ઠેકાણે છે. તે ઈકો ફ્રેન્ડ્લી જીવનપદ્ધતિનો એક આદર્શ દાખલો માનવામાં આવે છે, કારણ કે અહીં કોઈ પણ કૃત્રિમ ઘટક નહીં વાપરતા રાહદારીનો રસ્તો તૈયાર કરાય છે. આ પારંપરિક ‘લિવિંગ રુટ બ્રિજ’ હવે પર્યટકોનું મોટું આકર્ષણ નીવડ્યા છે. વીણા વર્લ્ડ પાસે નોર્થ ઈસ્ટમાં સહેલગાહના વિવિધ વિકલ્પ ઉપલબ્ધ છે. નોર્થ ઈસ્ટનાં સાત રાજ્યોમાં આવાં અનેક અનોખાં આકર્ષણો જોવા મળે છે, જેમ કે, આઠ દિવસની આસામ મેઘાલય ટુર, ફક્ત મેઘાલયની આઠ દિવસની ટુર, આસામ અરુણાચલ મેઘાલયની બાર દિવસની ટુર અને સર્વ સાત રાજ્યોની એકવસ દિવસની ટુર. સો ચાલો, બેગ ભરો, નીકળી પડો! આ વખતે નોર્થ ઈસ્ટ!

February 10, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top