Published in the Sunday Mumbai Samachar on 28 January, 2024
ચાલો, શૂન્ય સાપ ધરાવતા દેશ ન્યુઝીલેન્ડની મંત્રમુગ્ધ સુંદરતા અને સંસ્કૃતિનું અન્વેષણ કરીએ!તેના અનન્ય લેન્ડસ્કેપ્સ અને રોમાંચક સાહસો દ્વારા સંક્ષિપ્ત પ્રવાસમાં મારી સાથે જોડાઓ.
હું દુનિયામાં આજે સૌથી વધુ ઈન્સ્ટાગ્રામેબલ દેશમાંથી એક ન્યૂ ઝીલેન્ડમાં બધા જ પ્રવાસ કરે એવું ચાહું છું! હું અંગત રીતે બે વાર ન્યૂ ઝીલેન્ડમાં જઈને આવ્યો છું.પહેલી વાર નોર્થ આઈલેન્ડમાં અને બીજી વાર સાઉથ આઈલેન્ડમાં. અને તે છતાં મને લાગે છે કે મેં સંપૂર્ણ ન્યૂ ઝીલેન્ડ હજુ જોયું નથી! માઓરી ભાષામાં "એઓટિયારોઆ તરીકે ઓળખાતા ન્યૂ ઝીલેન્ડને મોટે ભાગે "લાંબા સફેદ વાદળની ધરતી તરીકે ઓળખવામાં આવે છે, જે નામ દેશમાં આકર્ષક વાદળોની રચનાઓ અને દુનિયામાં તેના અજોડ સ્થળ પરથી મળ્યું છે.
નોર્થ આઈલેન્ડની વોલ્કેનિક લેન્ડસ્કેપ્સથી સાઉથ આઈલેન્ડના અદભુત ફોર્ડસ સુધી, ન્યૂ ઝીલેન્ડ તેના વૈવિધ્યપૂર્ણ અને મંત્રમુગ્ધ કરનારા નૈસર્ગિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે.તે માઓરી સંસ્કૃતિની હૃદયભૂમિ પણ છે, જે સમૃદ્ધ અને જીવનની પરંપરા દેશના ઈતિહાસ અને વારસા પર અજોડ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. અને આ સ્થળને મોટે ભાગે દુનિયાની સાહસિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે! મેં અહીં ઘણી બધી સાહસિક પ્રવૃત્તિઓ કરી છે, જેમાં બંજી જમ્પિંગ, રિવર રાફ્ટિંગ, શોટઓવર જેટ બોટિંગ, ઝીપ લાઇનિંગ, હાઈકિંગ અને ઘણું બધું કર્યું છે. આ સ્કાય-ડાઈવિંગ માટે દુનિયામાં સૌથી વિખ્યાત સ્થળમાંથી એક પણ છે! જોકે હું બંને વાર બદનસીબ નીવડ્યો, કારણ કે હું ત્યાં હતો ત્યારે બંને વાર હવામાન સ્કાય-ડાઈવિંગ માટે તરફેણકારી નહોતું અને તેથી મારે તે પડતું મૂકવું પડ્યું. જોકે સ્કાય-ડાઈવિંગ માટે ખરાબ હવામાન હોય તો તેનો અર્થ રિવર રાફ્ટિંગ માટે સારું હવામાન માનવામાં આવે છે અને મેં તે જ કર્યું!
જો આપણે ભૌગોલિક નજરિયાથી જોઈએ તો ન્યૂ ઝીલેન્ડ બે મુખ્ય ટાપુમાં વહેંચાયેલું છે: નોર્થ આઈલેન્ડ અને સાઉથ આઈલેન્ડ. દરેક ટાપુ અજોડ લેન્ડસ્કેપ્સ, સંસ્કૃતિઓ અને આકર્ષણોની વિશિષ્ટતાઓ સાથે અજોડ અનુભવ પ્રદાન કરે છે. અને હું માનું છું કે આ દરેક ટાપુને વિશેષ શું બનાવે છે અને દેશની વૈવિધ્યપૂર્ણ ખૂબીઓમાં તે કઈ રીતે યોગદાન આપે છે તે ઊંડાણથી સમજવા માટે આ બે મુખ્ય ટાપુઓની ખોજ કરવાનું મહત્ત્વપૂર્ણ છે. તે સમજવાનું આસાન બનાવવા મેં 3 મુખ્ય શ્રેણીમાં આ તુલનાને વિભાજિત કરી છે:
ભૌગોલિક અને હવામાનમાં તફાવત: નોર્થ આઈલેન્ડ રોટોરુઆ અને તાઉપો જેવા સક્રિય જિયોથર્મલ વિસ્તારો સહિત તેની વોલ્કેનિક લેન્ડસ્કેપ્સ માટે જાણીતો છે. તે દેશના સૌથી વિશાળ સરોવર લેક તાઉપોનું ઘર છે અને ઉચ્ચ સક્રિય તાઉપો વોલ્કેનિક ઝોન છે. આથી વિપરીત સાઉથ આઈલેન્ડ તેની કરોડરજ્જુમાં દોડતા સધર્ન આલ્પ્સ સાથે તેના નાટકીય લેન્ડસ્કેપ્સ માટે વિખ્યાત છે. આ પહાડીઓ ન્યૂ ઝીલેન્ડમાં સર્વોચ્ચ શિખર એઓરાકી / માઉન્ટ કૂક માટે ઘર છે. સાઉથ આઈલેન્ડ ઠંડું હવામાન ધરાવે છે અને તેના મંત્રમુગ્ધ કરનારા ફોર્ડસ, ખાસ કરીને મિલ્ફોર્ડ સાઉન્ડ અને ડાઉટફુલ સાઉન્ડ માટે પ્રખ્યાત છે, જે દેશમાં અમુક અત્યંત અદભુત નજારો પ્રદાન કરે છે.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાં
નોર્થ આઈલેન્ડ ન્યૂ ઝીલેન્ડનું આર્થિક હાર્દ છે. તે વાયતંગી ટ્રીટી ગ્રાઉન્ડ્સ જેવી નોંધપાત્ર સાઈટ્સ સાથે માઓરી સંસ્કૃતિ અને ઈતિહાસમાં સમૃદ્ધ છે. સાઉથ આઈલેન્ડ ઓછી વસતિ ધરાવે છે, પરંતુ ખાસ કરીને સોનાની ખાણના ભૂતકાળ સાથે ઓટાગો જેવા વિસ્તારોમાં ઓળખ અને ઈતિહાસનું મજબૂત ભાન કરાવે છે.
પર્યટન આકર્ષણો અને પ્રવૃત્તિઓ
નોર્થ આઈલેન્ડ ઓકલેન્ડ અને વેલિંગ્ટનના પચરંગી શહેરી જીવનથી લઈને રોટોરુઆની જિયોથર્મલ અજાયબીઓ સુધી વૈવિધ્યપૂર્ણ આકર્ષણો ઓફર કરે છે. તે મારાઈસ (મિટિંગ ગ્રાઉન્ડ્સ)ની મુલાકાત, પારંપરિક હંગી (માટીના ઓવનમાં રાંધવામાં આવતું ખાદ્ય) માણવા અને કાપા હાકા (પરફોર્મન્સીસ) જોવા સાથે માઓરના સાંસ્કૃતિક અનુભવો માટે કેન્દ્ર છે. આ ટાપુમાં બે ઓફ આઈલેન્ડ્સ અને કોરોમંડલ પેનિનસુલામાં સ્થિત સુંદર બીચ પણ છે, જે તેને વોટર સ્પોર્ટસ અને બીચ હોલીડેઝ માટે આદર્શ બનાવે છે. સાઉથ આઈલેન્ડ, ખાસ કરીને ક્વીન્સટાઉન, આઉટડોર શોખીનો અને સાહસિકો માટે સ્વર્ગ છે. આ ટાપુ વિશાળ, અણસ્પર્શી લેન્ડસ્કેપ્સ ધરાવે છે, જે તેને હાઈકિંગ, પર્વતારોહણ અને સીનિક ફ્લાઈટ્સ માટે ઉત્તમ બનાવે છે.
નોર્થની ઉષ્માભરી અને સાંસ્કૃતિક સમૃદ્ધિ માણવી હોય કે સાઉથનું મનોહર સૌંદર્ય અને રોમાંચ ચાહતા હોય, ન્યૂ ઝીલેન્ડના ટાપુઓ ખોજ અને મંત્રમુગ્ધ કરતા પ્રવાસનું વચન આપે છે. જોકે આવા ઠંડા દેશ સાથે તે નૈસર્ગિક દુનિયા માટે પણ નામના ધરાવે છે: તે સાપ વિનાના પૃથ્વી પરની સૌથી વિશાળ જૂજ જગ્યામાંથી એક છે. આ સાપમુક્ત દરજ્જો ઉત્સુક વાસ્તવિકતા હોવા સાથે નોંધપાત્ર પર્યાવરણીય વિશિષ્ટતા પણ છે, જે દેશના પર્યાવરણ અને જૈવવૈવિધ્યતાને આકાર આપે છે. મને અંગત રીતે સાપ ગમતા નથી અને કોઈએ મને આ વિશે કહ્યું ત્યારે હું ચકિત થઈ ગયો હતો! તો ચાલો, ફરીથી ન્યૂ ઝીલેન્ડમાં જઈએ!
તો આવું શા માટે છે? અહીં સાપની કોઈ પણ જાતિ કેમ નથી? તેનું એક કારણ ન્યૂ ઝીલેન્ડની એકલતાએ તેને સાપમુક્ત દરજ્જો અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. દક્ષિણ- પશ્ર્ચિમી પેસિફિક ઓશનમાં સ્થિત તે આશરે 8.5 કરોડ વર્ષ પૂર્વે મહાખંડ ગોંડવાનાથી અલગ થયું. અન્ય જમીનના સમૂહોથી આ રીતે વહેલા અલગ થવાનો અર્થ સાપ સહિત જનાવરોના ઘણા બધા પ્રકાર આ સમુદ્રકાંઠા પર ક્યારેય આવી શક્યા નહીં. તેને બદલે ન્યૂ ઝીલેન્ડની વાઈલ્ડલાઈફ એકલતામાં ઉત્ક્રાંતિ પામી, જેને લઈ અહીં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની અજોડ શ્રેણી વિકસી છે.
સાપની ગેરમોજૂદગીનો અર્થ પર્યાવરણ પર મજબૂત પ્રભાવ છે. દુનિયાની ઈકોસિસ્ટમમાં સાપ શિકારી અને શિકાર તરીકે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાપ નાનાં સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓની વસતિને નિયંત્રણમાં રાખે છે અને તેની સામે મોટાં જનાવરો તેમનો શિકાર કરે છે. ન્યૂ ઝીલેન્ડમાં આ પર્યાવરણીય વિશિષ્ટતાઓ અન્ય જીવોથી ભરચક છે. દાખલા તરીકે, પક્ષીઓ, જેમાંથી અમુક હવે દુર્લભ થઈ ગયાં છે, જે દુનિયાના અન્ય ભાગોમાં સસ્તન પ્રાણીઓ અને સરિસૃપ દ્વારા લાક્ષણિક રીતે ભજવવામાં આવતી ભૂમિકાઓની ઊણપ ભરી કાઢવામાં ઉત્ક્રાંતિ પામ્યાં છે.
ઉપરાંત ન્યૂ ઝીલેન્ડની એકલતાથી સ્થાનિકવાદની ઉચ્ચ સપાટી પણ પ્રેરિત છે, જેમ કે, અહીં મળી આવતી ઘણી બધી જાતિઓ પૃથ્વી પર અન્યત્ર ક્યાંય મળતી નથી. આમાં વિવિધ પ્રકારનાં અજોડ પક્ષીઓનો સમાવેશ થાય છે, જેમ કે, કિવી, કાકાપો અને હવે દુર્લભ મોઆ. શિકારી સાપની ગેરમોજૂદગીને લીધે આ પક્ષીઓની જાતિઓ, જેમાંથી ઘણી બધી પાંખરહિત છે, તેમનું અહીં અસ્તિત્વ છે. જોકે તેનો અર્થ એવો પણ છે કે તેઓ સસ્તન પ્રાણી શિકારીઓ સામે જરૂરી નૈસર્ગિક સંરક્ષણ વિના ઉત્ક્રાંતિ પામ્યાં છે, જેને લઈ માનવીઓ દ્વારા આવા શિકારી રજૂ કરાય ત્યારે તેઓ નિર્બળ બને છે.
આ દરજ્જાનુ રક્ષણ કરવા ન્યૂ ઝીલેન્ડમાં કઠોર જૈવસલામતી કાયદાઓ છે. મુખ્યત્વે તે સાપ સહિત વિદેશી જાતિઓ લાવવાથી રોકે છે. દેશનું અજોડ પર્યાવરણીય સંતુલન જાળવવા અને જાહેર સુરક્ષા માટે પણ તે જાળવવામાં આવે છે, કારણ કે ઘણી બધી સાપની જાતિઓ ઝેરી હોય છે. સરકાર અકસ્માતે અથવા હેતુપૂર્વક સાપ દેશની સીમાઓમાં આવવાથી રોકવા માટે અને સક્રિય રીતે દેખરેખ રાખવા માટે પ્રયત્નશીલ રહે છે. અને આ કઠોર કાયદાઓને લીધે તમે ન્યૂ ઝીલેન્ડમાં આવો ત્યારે મોટે ભાગે તમને સર્વ ખાદ્યપદાર્થો જાહેર કરવા કહેવામાં આવે છે, જેથી યોગ્ય અધિકારીઓ તે જોઈ શકે અને દેશમાં તેને પરવાનગી આપવી કે નહીં આપવી તે નક્કી કરે છે!
ન્યૂ ઝીલેન્ડનો સાપમુક્ત દેશ તરીકે દરજ્જો રોચક વાસ્તવિકતાથી પણ વિશેષ છે. તે એકલ ઈકોસિસ્ટમના અજોડ ઉત્ક્રાંતિ પામતા પંથ માટે દાખલો છે. આ ગેરમોજૂદગીએ દેશની જૈવવૈવિધ્યતા અને પર્યાવરણને સૈદ્ધાંતિક રીતે આકાર આપ્યો છે, જેથી આ ધરતી પર પાંખરહિત પક્ષીઓ મુક્ત રીતે વિહરી શકે અને જ્યાં ઈકોસિસ્ટમ શિકારીઓના ખતરા વિના ઉત્ક્રાંતિ પામી છે. ન્યૂ ઝીલેન્ડ સંવર્ધન અને જૈવસલામતી પર કેન્દ્રિત છે ત્યારે તેના અજોડ અને અમૂલ્ય નૈસર્ગિક વારસાનું રક્ષણ કરવા આ સાપમુક્ત દરજ્જો જાળવી રાખવાનું મહત્ત્વપૂર્ણ છે. શું આટલું અજોડ કોઈ અન્ય સ્થળ હોઈ શકે એવું તમે વિચારો છો? મને neil@veenaworld.com પર જાણ કરો. તો આગામી સમય સુધી જીવનની ઉજવણી ચાલુ રાખો!!!
હેલો ગર્લ્સ!
મેક લાઈફ મોર ઈન્ટરેસ્ટિંગ વિથ વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ!
નવા વર્ષે ખુશીના નવા નવા રંગ અમે શોધતાં જ રહીએ છીએ. એ રંગમાં એક ગુલાબી રંગ અમને મળ્યો તે છે વુમન્સ ડે. આઠ માર્ચ. ગયા વર્ષે એકતાળીસ ઠેકાણે દેશવિદેશમાં વીણા વર્લ્ડએ આ દિવસ સેલિબ્રેટ કર્યો મહિલાઓ સાથે. આ વર્ષે આઠ માર્ચે વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ ટુર્સ પર વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનાં છીએ આપણા ભારતનાં 14 અને દુનિયાનાં 25 ડેસ્ટિનેશન્સ ખાતે. વીણા વર્લ્ડની આખી ટીમ અને ટુર મેનેજર્સ સુસજ્જ છે મહિલાઓને તેમની મનગમતી વુમન્સ સ્પેશિયલ ટુર્સ પર દે ધમ્માલ કરાવવા. વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ એટલે ખુશીના નવા રંગ અને ઉત્સાહના નવા ફુવારા. મહિલાઓના મનની સુપ્ત ઈચ્છાઓને આપેલું મૂર્ત સ્વરૂપ એટલે વુમન્સ સ્પેશિયલ. કોઈને ઘરનો ઉંબરઠો પાર કરવાનો હોય છે તો કોઈને ગામ જવું હોય છે, કોઈને રાજ્યની સીમા પાર કરવાની હોય છે તો કોઈને રીતસર દેશની સરહદ. કોઈને પોતાનો નવો કોરો પાસપોર્ટ બહાર કાઢીને તેની પર દેશવિદેશના સિક્કાની મહોર ઊપસાવવાની હોય છે તો કોઈને એકલીને જ ઘરના કોઈને પણ જોડે નહીં લેતાં આત્મવિશ્ર્વાસથી સોલો ટ્રાવેલર બનવાનું હોય છે. અહીં ક્યારેય પણ મોડર્ન કપડાં નહીં પહેરનારી મહિલાને જીન્સ, મિની, ગાઉન પહેરવાના હોય છે તો કોઈને પહેલી વાર સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને પૂલ પર અથવા બીચ પર મોટ્ટા ગોગલ પહેરીને સન લાઉન્જ પર પોઢવાનું હોય છે. છેલ્લાં અનેક વર્ષ વુમન્સ સ્પેશિયલ દ્વારા વીણા વર્લ્ડ મહિલાઓની આવી અનેક ઈચ્છાઓ પૂરી કરી છે. મહિલાઓ સપ્તખંડની સેર નિશ્ર્ચિંત રીતે કરી શકે તે જ વીણા વર્લ્ડનો ધ્યેય અને તે માટે જ કરીએ છીએ વીણા વર્લ્ડ આ અટ્ટહાસ એકદમ મનથી, ખુશીથી. ‘મેં પણ જોયું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી! હું જઈને આવી લંડનના ટાવર બ્રિજ પર, મેં અનુભવ્યો છે જાપાનનું ચેરી બ્લેસમ અને નેધરલેન્ડ્સના ટ્યુલિપ ગાર્ડન્સ,મેં સેર કરી છે કાશ્મીરના શિકારામાંથી અને વેનિસના ગંડોલામાંથી, હું જઈ આવી છું પેરિસના આયફેલ ટાવર પર અને દુબઈના બુર્જ ખલીફા પર,મેં મન મૂકીને ડૂબકીઓ લગાવી છે ગ્રીસના નિર્મળ ભૂરા પાણીમાં અને સનસેટ ક્રુઝ રાઈડ કરી છે મોરિશિયસના સમુદ્રમાં, મેં અનુભવ્યો છે રિવર રાફ્ટિંગનો રોમાંચ મનાલીના બિયાસ નદીમાં અને બાલીની આયુંગ રિવરમાં...’ એવું અમારી મહિલાઓ ગર્વપૂર્વક બોલીશકે તે વીણા વર્લ્ડનું મહિલાઓ પ્રત્યેનું લક્ષ્ય છે અને દરરોજ તે ક્યાંક ને ક્યાંક પૂર્ણ થતું દેખાય છે, કારણ કે વર્ષના કોઈ પણ દિવસે વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ ક્યાંક ને ક્યાંક વિહાર કરતી જ હોય છે. સો, ચાલો ગર્લ્સ! વર્ષમાં કમસેકમ એક અઠવાડિયું પોતાને આપો, રિજુવિનેટ થઈને આનંદથી જીવનમાંઆગળ વધો. અને અંદર કી બાત... ઘરવાળાઓને કહેશો નહીં , પણ,‘લેટ ધેમ મિસ યુ!’
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.