Gujarati

હિમાલય સે ઉંચા!

Reading Time: 5 minutes

લેહ લડાખ કાઈ લડન ન્યૂ યોર્ક જેવુ પ્લેઝર ડેસ્ટિનેશન નથી. જોકે શહેરોનો ઝગમગાટ ભૂલીને હિમાલયના આ ખડતર ભૂભાગના સ્થાનિકોનો જીવન સાથે સઘર્ષ જ્યારે આપણે જોઈએ ત્યારે અત્યત ઓછી સુવિધાઓમા આનદિત અને શાત કઈ રીતે રહેવુ તે જાણીએ છીએ ત્યારે સ્પર્ધાના શિકાર બનેલા-‘એવરિથિંગ ઈઝ વોન્ટેડ યસ્ટરડે!’વાળા આપણા અશાત મનને અટકાવવુ જોઈએ એવુ લાગે છે. શરીરને-વિચારોને-કામોને થોડો બ્રેક આપવાનુ મન થાય છે. મેડિટેશન આના કરતા અલગ શુ હોઈ શકે?

હવે પ્રેક્ટિકલી અમે સમર વેકેશનની સુપર પીક સીઝનમાથી બહાર આવ્યા છીએ. આમ જોવા જઈએ તો સપૂર્ણ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી આ ત્રણ મહિના માટે કામ કરતી હોય છે. આ વર્ષે પુલવામા એટેક, સીઝન વચ્ચે જેટ એરવેઝનુ ભારતીય વિમાન-આકાશમાથી અચાનક સપૂર્ણપણે ગાયબ થઈ જવુ, ચૂટણીની ધામધૂમમા બધા વ્યવસાયોમા આવેલી આર્થિક ઉદાસીનતાને લીધે અન્ય ક્ષેત્રો પ્રમાણે પર્યટન ક્ષેત્ર પણ સ્લો ડાઉનનુ શિકાર બન્યુ હતુ. ‘કેમ છો?’ એમ કોઈ પૂછે તો કહેતી, ‘સર્વાઈવ્ડ!’ ટ્રાયલ ટાઈમ એટલે શુ તે આ સીઝને બતાવી દીધુ. અર્થાત, ‘ઓલ્ઝ વેલ દેટ એન્ડ્સ વેલ’ એવુ કહેવામા વાધો નથી, કારણ કે આપણા ભારતના કેન્દ્રસ્થાને એકહથ્થુ સત્તા આવીને મજબૂત સરકાર બની છે, પ્રો-ટુરીઝમ સરકાર આવી છે, જેને લીધે ‘પર્યટન ક્ષેત્ર માટે સારા દિવસ આવશે’ એવી આપણે બધા સર્વસામાન્ય લોકોની ઘણા દિવસની ઈચ્છા પૂરી થશે એવી આશા રાખીને અમે ઉજીવળ ભવિષ્ય તરફ નજર માડીને આગળના કામોની શરૂઆત કરી. સીઝનની શરૂઆતમા જ્યારે એક પછી એક આચકા બેસતા હતા ત્યારે ‘જો હોગા સો હોગા, લેટ્સ કીપ કાલ્મ!’ એવો લેખ લખ્યો હતો અને ખરેખર મોટા ભાગની સીઝન પાર પડી. ભારતમા કાશ્મીરથી આદામાન સુધી, લેહ લડાખથી હિમાચલ સુધી નોર્થ ઈસ્ટ અરુણાચલ સુધી અને વિદેશમા અમેરિકાથી ઓસ્ટ્રેલિયા સુધી, જાપાનથી જોહાનિસબર્ગ સુધી અને યુરોપથી સાઉથ ઈસ્ટ એશિયા સુધી બધી સહેલગાહ વ્યવસ્થિત પાર પડી. પર્યટકોનો સહયોગ, દેશવિદેશના એસોસિયેટ પાર્ટનર્સનો સાથ, સપૂર્ણ વીણા વર્લ્ડ ટીમની દિવસરાત્ર મહેનત અને વીણા વર્લ્ડ ટુર મેનેજર્સના સહેલગાહમા જોરદાર પરફોર્મન્સને લીધે પર્યટકોને તેમની હોલીડેનો આનદ અમે આપી શક્યા. નવ્વાણુ ટકા ઉત્તમ પરફોર્મન્સ એવુ તેને ચોક્કસ કહી શકાય. એક ટકો જાણીબૂજીને બાજુમા રાખી મૂકુ છુ, કારણ કે ક્યાક કોઈક સુધારણાનો અવકાશ હશે જ. હવે એક ટીમ તેના પર કામ કરશે. શુ સારુ થયુ તેમા અટવાઈ રહેવા કરતા આ સીઝનના તાજા ઈતિહાસમાથી શીખીને આગળ નીકળી ગયા છીએ. કારણ ‘વીણા વર્લ્ડ પાસેથી સારાની જ અપેક્ષા છે, તે કર્યું તો તેમા શુ મોટી વાત? ઈટ્સ એક્સપેક્ટેડ!’ તેનુ અમને ભાન છે. પોતાની પીઠ થાબડવી-તેમા મશગૂલ રહેવામા સમય નહીં વેડફતા તાત્કાલિક આગામી સીઝનની તૈયારી શરૂ કરી છે.

વુમન્સ સ્પેશિયલ નિમિત્તે દર વર્ષે ત્રણ વાર હુ લેહ લડાખમા જાઉં છુ. જૂ શરૂ થતા જ તેમાની પહેલી યાત્રા મેં કરી. આ પછી કારગિલ વિજય દિવસ નિમિત્તે ૨૬ જુલાઈ દરમિયાન નીકળનારી અને પદર ઓગસ્ટ ઈન્ડિપેન્ડન્સ ડેની વુમન્સ સ્પેશિયલ માટે હુ ત્યા જઈને અમારી બહેનપણીઓને મળીશ. દર વર્ષે ત્રણ વાર લેહ લડાખમા જાઉં છુ એમ કહુ ત્યારે અનેકોના ભવા ઊંચકાય છે. તે સ્વાભાવિક જ છે, કારણ કે લેહ લડાખ કાઈ લડન ન્યૂ યોર્ક જેવુ પ્લેઝર ડેસ્ટિનેશન નથી. અહીં ઓક્સિજન લેવલ ઓછો હોય છે, રસ્તા વચ્ચે વચ્ચે છે, એકોમોડેશન અને એમિનિટીઝ બેસિક છે, ઈન્ટરનેટ ક્યારેક ક્યારેક મળે છે… આ બધી ખબર હોવા છતા અમે દર વર્ષે જે હજારો પર્યટકોને લેહ લડાખમા લઈને જઈએ છીએ તેમને સલામ તરીકે તેમનુ પ્રતિનિધિત્વ કરનારી વુમન્સ સ્પેશિયલ સગાથે આવેલી સાતથી સિત્તેર વર્ષની મહિલાઓને-છોકરીઓને મળવાની મને મારી ફરજ લાગે છે. લેહ લડાખ કોઈ પણ તીર્થક્ષેત્રથી ઓછુ નથી. શહેરોનો ઝગમગાટ ભૂલીને હિમાલયના આ ખડતર ભૂભાગના સ્થાનિકોનો જીવન સાથે સઘર્ષ જ્યારે આપણે જોઈએ ત્યારે અત્યત ઓછી સુવિધાઓમા આનદિત અને શાત કઈ રીતે રહેવુ તે જાણીએ છીએ ત્યારે સ્પર્ધાના શિકાર બનેલા-‘એવરિંથિંગ ઈઝ વોન્ટેડ યસ્ટરડે!’ વાળા આપણા અશાત મનને અટકાવવુ જોઈએ એવુ લાગે છે. શરીરને-વિચારોને-કામોને થોડો બ્રેક આપવાનુ મન થાય છે. મેડિટેશન આના કરતા અલગ શુ હોઈ શકે? વુમન્સ સ્પેશિયલને મળવુ તે તો બહાનુ છે, ખરેખર તો હુ આ મેડિટેશન માટે-પોતાના સ્વાર્થ માટે લેહ લડાખમા જાઉં છુ એવુ કહુ તો તેમા નવાઈ નથી.

પર્યટકો લેહ લડાખમા જવાનુ કારણ ત્યાનુ અદ્વિતીય, અપ્રતિમ અને વિશાળ હિમાલયનુ વિરાટ રૂપ હોવા સાથે તેનાથી વધુ એક અતિઉચ્ચ અને અતુલ્ય વાત લેહ લડાખમા છે અને જે માટે અનેક પર્યટકો અહીં આવે છે તે આપણા જવાન છે. હિમવર્ષા, ઠડી, પવન, વરસાદ, તડકો, હિમવાદળની કોઈ પણ પરવા કર્યા વિના ખડતર-ડુગરાળ-પહાડીઓમા ખડેપગે પહેરો ભરતા, આપણી સરહદોનુ રક્ષણ કરનારા, સમય આવ્યે પ્રાણની બાજી લગાવનારા જવાનો જ્યારે આપણે ખાર્દુંગલા પાસ અથવા ચાગલા પાસ પાર કરતી વખતે ઠેકઠેકાણે જોઈએ ત્યારે તો નતમસ્તક થઈ જવાય છે. અમુક પર્યટકોને આપણા જવાનોને સાષ્ટાગ દડવત કરતા પણ જોયા છે. પૈસા-અત્યાધુનિક સુખસુવિધા-મોજમજા-પાવર આ બધાની સામે અથવા આ બધાને ઝાખા પાડીને જીવનમા પોતાની પાર એક મોટો મકસદ હોઈ શકે તે ત્યાના દરેક સેલ્ફલેસ જવાનો આપણને બતાવી આપે છે. પેંગોંગ પાસે અથવા નુબ્રા વેલી પાસે જતી વખતે અનેક છાવણીઓમાથી પહેરો ભરતા અસખ્ય જવાનો આપણને જીવનભર ચાલે એટલી શીખ આપી જાય છે. માઈન્ડ કટ્રોલ કે પર્સનાલિટી ડેવલપમેન્ટના કોઈ પણ ક્લાસમા આપણને મળશે નહીં તેટલુ મોટુ શિક્ષણ આપણને આ ભારતના શિર પર બિરાજમાન થયેલા લેહ લડાખના ભૂભાગમા મળી શકે છે. અર્થાત આ આગવુ મેડિટેશન કરવા માટે મન સજાગ હોવુ જોઈએ, દૃષ્ટિકોણ વિશાળ હોવો જોઈએ અને માથુ શાત હોવુ જોઈએ. આથી જ કહ્યુ કે હુ મારા સ્વાર્થ માટે, પોતાને શાત કરવા માટે લેહ લડાખ જતી હોઉં છુ.

લેહ લડાખ એટલે ખરેખર તો થોડો રૂક્ષ પણ સપૂર્ણ અલગ છતા આકર્ષક દેખાતુ હિમાલય. ભારતમા સૌથી ઊંચાઈ પર (મોટા ભાગે દસ હજાર ફડ્ઢટ પર) પઠાર તરીકે લડાખ ઓળખવામા આવે છે. હિમાલયના વિરાટ શિખરને લીધે અહીં વરસાદી વાદળાને જાણે નો એન્ટ્રી હોય છે. આથી અહીં આખુ વર્ષ ફક્ત નેઉ મિલિમિટર વરસાદ પડે છે. જોકે શિયાળામા અહીંનુ તાપમાન કાયમ માઈનસ હોય છે, આથી જ તો લડાખને ‘કોલ્ડ ડેઝર્ટ’ કહેવાય છે. આ ભાગના ભૌગોલિક સ્થાનને લીધે એકદમ ઈસવી સન પહેલી સદીથી આ ભાગ વેપારી દૃષ્ટિથી મહત્ત્વનો હતો. ચાયનાથી યુરોપ તરફ જતા વેપારીઓ લડાખમાથી જ પસાર થતા. આજે પણ તે સમયની નિશાણીઓ નુબ્રા વેલીના ટુ હમ્પ્ડ કેમલ્સના માધ્યમથી જોવા મળે છે.

લડાખને હિમાલયની વનશ્રીનુ લીલુ સૌંદર્ય લાભ્યુ નથી, પરતુ આ લીલોતરીની ઊણપ અહીંના ઝગમગતા આકાશી રગ ભરી કાઢે છે. આ આકાશી રગની છટા આપણી સામે મૂર્તિમત અવતરે પેંગોંગ લેકમા. ૧૪,૨૭૦ ફૂટ પર આ સરોવર એટલે લડાખના સૌંદર્યનુ સફાયર છે. ૧૩૪ કિમીનો પરિસર વ્યાપનાર આ તળાવ ભારત અને તિબેટ (ચીન) મળીને પ્રસરેલુ છે. શિયાળામા આ તળાવ થીજી જાય છે અને તેના ભૂરા પાણીનુ રૂપાતર બરફમા થાય છે. અમિર ખાનની ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મનુ શૂટિંગ આ તળાવના કાઠે થયા પછી ભારતીય પર્યટકોમા આ સ્થળનુ વિશેષ આકર્ષણ જામ્યુ છે. આ હિમાલયના રણમા અસલ રણ જેવી રેતીની ટેકડીઓ પણ છે. આ ‘સેન્ડ ડ્યુન્સ’ નુબ્રા વેલીમા જોવા મળે છે. હિમાલયનુ આ રણ જોવા જતી વખતે, દુનિયાના હાયેસ્ટ મોટરેબલ રોડ પરથી, એટલે કે, ખાર્દુંગલા પાસ પરથી (૧૭,૫૮૨ ફૂટ) પ્રવાસ કરવો પડે છે. નુબ્રા વેલીમા ત્યાની રેતીની ટેકરીઓ પર ડબલ હમ્પ્ડ કેમલની સફારી કરવાનો અનોખો અનુભવ લઈ શકાય છે. અહીંની ડિસ્કિટ મોનેસ્ટ્રીની બહાર ઊભુ કરાયેલુ, ૩૨ મીટર ઊંચુ ભવ્ય મૈત્રેય બુદ્ધા (ફ્યુચર બુદ્ધા)નુ પૂતળુ દૂરથી જ ધ્યાન આકર્ષે છે. લડાખની મુલાકાતનુ વધુ એક આકર્ષણ એટલે ‘સિંધુ નદી’ છે. આપણી ભારતીય પરપરામા આ નદી સૌથી મહત્ત્વની છે. આ જ નદી કિનારે આપણા પૂર્વજોએ પ્રાગૈતિહાસિક કાળમા મોટા મોટા નગરો ઊભા કર્યાં હતા, આ જ નદીના આશ્રયે ભારતીય સસ્કૃતિના શ્રીગણેશ થયા હતા. આથી આ નદી જોવાની ઈચ્છા દરેક ભારતીયના મનમા હોય છે, જે લડાખની સહેલગાહમા પૂરી થાય છે. અહીં સિંધુ અને સસ્કાર નદીઓનો સગમ જોવા મળે છે. લેહ શહેરમા ઐતિહાસિક વાસ્તુઓ છે તે જ રીતે આધુનિક કાળમા નિર્માણ થયેલા લેન્ડમાર્કસ પણ છે. તેમાથી એક જાપાનના પીસ પેંગોડા મિશન અતર્ગત ઊભુ કરવામા આવેલુ ‘શાતિ સ્તુપ’ છે. આમા મધ્ય ભાગે બુદ્ધાની સુવર્ણ પ્રતિમા જોવા મળે છે. આ જ રીતે ભગવાન બુદ્ધનો જન્મ, નિર્વાણ અને તેમણે કરેલી દુષ્ટ શક્તિઓના નાશની શિલ્પાકૃતિ જોવા મળે છે. લેહ શહેર નજીક ૫૫૫ વર્ષ પૂર્વે બાધેલો શ્યેય પેલેસ છે. ઈતિહાસકાળમા લડાખના રાજા ઉનાળામા આ પેલેસમા નિવાસ કરતા હતા. હવે આ પેલેસનુ રૂપાતર મોનેસ્ટ્રીમા કરવામા આવ્યુ છે અને અહીં લડાખમા બુદ્ધની સૌથી મોટી સુવર્ણ પ્રતિમા છે.

લેહ-લડાખની સહેલગાહમા જ્યારે ઠેકઠેકાણે, રસ્તાઓ પર, મોકાની જગ્યાઓ પર, ઊંચી પહાડીઓમા, માનવહીન ભાગોમા આપણા જવાન ફરજ બજાવતી વખતે, પહેરો ભરતા દેખાય છે, આપણી બોર્ડર સભાળતી વખતે દેખાય છે ત્યારે આપોઆપ કાનમા ‘લક્ષ્ય’ ફિલ્મનુ ‘કધે સે મિલતે હૈ કધે, કદમોં સે કદમ મિલતે હૈ’ ગીતના સૂર ઘૂમવા લાગે છે. લડાખના ખૂણે વિષમ હવામાનમા, અત્યત પ્રતિકૂળ પરિસ્થિતિમા જરાય નહીં થાકતા, નહીં કટાળતા અત્યત નિ:ાથી અને ખમતીધર રહીને પોતાની ફરજ બજાવનારા ભારતીય જવાનોને જોયા પછી તેઓ ખરેખર ‘હિમાલય સે ઉચા’ હોવાની ખાતરી થાય છે. આ હિમાલયથી ઉંચા ભારતીય સૈનિકોની અને તેમની વીરતાને આપણા ખડતર વાતાવરણનો સાથ આપનારા હિમાલયના નજીકથી દર્શન થાય છે વીણા વર્લ્ડની લેહ-લડાખ ટુરમા. તો આવો છો ને? આ વર્ષે શહેરના ઝગમગાટથી, અત્યાધુનિક સુખસુવિધાઓથી થોડુ દૂર જઈએ, નિયમિત કરતા કાઈક અલગ જોઈએ, અનુભવીએ અને ‘જય જવાન’ કહીને નતમસ્તક થઈએ.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*