Gujarati Language

સાદી સાદી વાતો ભાગ ૭

ગ્રુપ ટુર અને ઈન્ડિપેન્ડન્ટ ટેલરમેડ હોલીડે આ બે અલગ અલગ બાબત છે અને બંને બાબત વીણા વર્લ્ડ કરે છે. પર્યટકોની આ બે ‘મન:સ્થિતિ’ છે એવું મારું માનવું છે. ગ્રુપ ટુર મેન્ટાલિટીનો પર્યટક જો ઈન્ડિપેન્ડન્ટ હોલીડેમાં જાય અથવા ઈન્ડિપેન્ડન્ટ હોલીડેવાળો ગ્રુપ ટુરમાં આવે તો તે આખી સહેલગાહનો ધબડકો બોલાઈ શકે છે.

વીણા વર્લ્ડની જાહેરાત દ્વારા, મારા લખાણ દ્વારા એક વાત કાયમ ઠસાવવાનો પ્રયાસ હોય છે કે શક્ય હોય તેમણે પર્યટન માટેની સુપરપીક સીઝન ટાળવી જોઈએ. દાદા- દાદી, નવવિવાહિત, ઓફિસ ગોઅર્સ, ટૂંકમાં સ્કૂલ-કોલેજવાળા બાળકોની ફેમિલીઝ છોડીને બધાએ મિડ સીઝનમાં પ્રવાસ કરવો. સ્કૂલ-કોલેજીસની રજાઓ પર આધાર રાખતી ફેમિલીઝ પાસે વિકલ્પ હોતો નથી. તેમને રજાઓમાં જ પ્રવાસ અથવા પર્યટન કરવું પડે છે. કાન્ટ હેલ્પ. આવા સમયે પર્યટકો પછી પર્યટન સ્થળે ગરદીનો સામનો કરવા માટે મેન્ટલી પ્રીપેઅર્ડ હોય છે. જે પીક સીઝન છોડીને પ્રવાસ કરે છે તેમને સહેલગાહનો ખર્ચ ઓછો હોય છે. કમ્પેરેટિવ્લી પર્યટનસ્થળે શાંતિ હોવાથી તેઓ પૂરેપૂરો આનંદ લઈ શકે છે. ‘ક્યૂ’ અથવા લાઈનમાં ઊભા રહેવાનો સમય બચે છે. ફોટોગ્રાફી માટે અથવા સુવેનિયર શોપિંગ માટે અથવા જસ્ટ ‘રોમ અરાઉન્ડ’ માટે સમય મળે છે તે પણ અનેક ફાયદામાંથી એક છે. આજે સ્થળદર્શન વિષય લેવાનો એવું મેં નક્કી કર્યું, પરંતુ તેનું મૂળ મને ‘સહેલગાહે ક્યારે નીકળવું જોઈએ’ તેમાં દેખાયું. સ્થળદર્શન બરોબર થવાનું હોય તો તેને આવા બુકિંગથી તૈયારી છે. હવે બધાનો જ પર્યટન પ્રત્યે પ્રેમ વધી ગયો છે. અમારી પાસે વર્ષમાં એક લાખ પર્યટક જો પ્રવાસ કરતા હોય તો તેમાંથી પચાસ હજાર પ્રવાસી ભારતમાં પર્યટન કરે છે, જ્યારે પચાસ હજાર પ્રવાસી વિદેશમાં કરે છે. પ્રવાસ કરતી વખતે ફિઝિકલી અને મેન્ટલ ફિટ હોવું સૌથી મહત્ત્વપૂર્ણ છે. ‘સર સલામત તો પગડી પચાસ’ પ્રમાણે પ્રવાસમાં નીકળવું એટલે શરીર, મન અને સામાન આ ત્રણેય બાબતો લાઈટ હોવી જોઈએ. હવે પ્રવાસમાં નીકળવાનું છે તેથી કોઈ ચાલો, દસ-વીસ કિલો વજન ઓછું કરીએ એવું થઈ નહીં શકે. જોકે આમ છતાં શરીર ‘પંછી બનૂ ઉડતી ફિરુ મસ્ત ગગન મેં’ આ સ્ટાઈલમાં લાવવા માટે ત્રણ બાબતો છે. એક, પ્રવાસમાં આપણું પેટ સાફ હોવું જોઈએ. બે, આપણને ઊંઘ સારી આવવી જોઈએ અને ત્રણ, આપણું મન કાયમ ખુશીમાં વિહાર કરતા રહેવું જોઈએ. આપણે ક્યાં જવાના છીએ, આપણો પહેલા દિવસનો વિમાનપ્રવાસ ક્યારનો છે, જનારા દેશનો અને ભારતનો ટાઈમ ડિફરન્સ શું છે તે અનુસાર આઠ દિવસ અગાઉથી આપણે આપણું બોડી ક્લોક અથવા બોડી સાઈકલ એડજસ્ટ કરવાની શરૂઆત કરવી જોઈએ. એટલે કે, આપણે જો પૂર્વ બાજુના દેશોમાં જવાના હોઈએ તો ત્યાંનો દિવસ પહેલાં શરૂ થાય છે. આથી આપણે આઠ-પંદર દિવસ અગાઉથી જો સવારે ઊઠવાની આદત પાડીએ તો ત્યાં ગયા પછી એડજસ્ટ થવામાં સમય લાગતો નથી. જો આપણે પશ્ર્ચિમી દેશો બાજુ જવાના હોઈએ તો તે સમયની બાબતમાં આપણી પાછળ હોવાથી રાત્રે મોડેથી સૂવાની અને સવારે મોડેથી ઊઠવાની શરૂઆત કરવી. આમ કરવાથી જેટલેગનો ત્રાસ આપણે ટાળી શકીએ છીએ. આ પછી વિમાનપ્રવાસનો પહેલો દિવસ આવે છે. આમાં વિમાનનો ત્યાં પહોંચવાનો સમય જોવાનો અને વિમાનમાં આપણે સૂવાનું કે જાગવાનું તે નક્કી કરવાનું. ટૂંકમાં આપણે જવાના હોઈએ તે દેશના દિવસ રાતનું ચક્ર આત્મસાત કરવાનું. જો તે દેશમાં રાત હોય તો શક્યત: વિમાનમાં ખાવાનું ટાળવું જોઈએ. આલ્કોહોલને તે હાથ લગાવવાનું પણ વિચારવું નહીં જોઈએ, કારણ કે તે સમયે ખાવાપીવાથી જો બીજા દિવસે પેટની ફરિયાદ ચાલુ થાય તો પછી સહેલગાહનો મૂડ પહેલો દિવસે જ ઓફફ થઈ શકે છે. બીજી બાબત સહેલગાહમાં નીકળવા પૂર્વે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, કેટલા દિવસ જઈ રહ્યા છે, આપણો ત્યાંનો ટેલિફોન નંબર જેવી બાબતો અહીંના આપણા નિયર એન્ડ ડિયર પાસે રાખી મૂકો. આ જ રીતે તમારો પાસપોર્ટ અને વિઝાની કોપી પણ તમારી સાથે હોવા જોઈએ. બંને પ્રવાસ કરતા હોય તો એકની કોપી બીજા પાસે રાખવી. એક જ પર્સમાં પાસપોર્ટ અને કોપી નહીં રાખવા. આવું જ કપડાંનું પણ છે. પ્રવાસ એટલે અનેક સરપ્રાઈઝીસનો સામનો આપણે કરવો પડી શકે છે. તેમાં ફ્લાઈટ ડિલે, બેગ મિસિંગ જેવી ઘટના બની શકે છે. અને આપણે લકી હોઈએ તો આપણને સહેલગાહ સાથે તે પણ અનુભવ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. આથી આપણી ચેક ઈન બેગ્ઝ ‘વન પર્સન, વન બેગ’ એમ સેપરેટ સેપરેટ હોય તો પણ દરેકે કપડાંની એક-એક જોડી અન્યની બેગમાં રાખવી જોઈએ. આ પછી બેગ મિસપ્લેસ થાય, તે મળવામાં વિલંબ થાય તો પણ કામ અટકતું નથી. આ જ રીતે મોટા ભાગની બધી સહેલગાહમાં આપણે સવારે પહોંચીએ છીએ. યુનિવર્સલ ચેક-ઈન ટાઈમ બપોરે ત્રણ વાગ્યાનો હોવાથી આપણને એકાદ સ્થળદર્શન કરીને હોટેલમાં ચેક-ઈન કરવું પડે છે. આથી એરપોર્ટ પર જ ફ્રેશન-અપ થવું પડે છે. આ ધ્યાનમાં લેતાં ટોઈલેટરીઝ અને બદલવા માટે એકાદ ટોપ અથવા ટી-શર્ટ હેન્ડબેગમાં રાખવા, જેથી બ્રશ કર્યું, ટી-શર્ટ બદલ્યું અને જરા હલકો મેક-અપ કર્યો એટલે આપણને સારું લાગે છે. બદલી નહીં શકાતી પરિસ્થિતિ સાથે જમાવટ કરવાનો આ માર્ગ છે.

ગ્રુપ ટુર અને ઈન્ડિપેન્ડન્ટ ટેલરમેડ હોલીડે આ બે અલગ અલગ બાબત છે અને બંને બાબત વીણા વર્લ્ડ કરે છે. પર્યટકોની આ બે ‘મન:સ્થિતિ’ છે એવું મારું માનવું છે. ગ્રુપ ટુર મેન્ટાલિટીનો પર્યટક જો ઈન્ડિપેન્ડન્ટ હોલીડેમાં જાય અથવા ઈન્ડિપેન્ડન્ટ હોલીડેવાળો ગ્રુપ ટુરમાં આવે તો તે આખી સહેલગાહનો ધબડકો બોલાઈ શકે છે. આથી આપણી મન:સ્થિતિ, સ્વભાવ, પસંદગી-નાપસંદગી ધ્યાનમાં લઈને તે અનુસાર હોલીડે અથવા ટુર બુક કરવું સારું રહે છે. આનું કારણ જ્યારે તમે ગ્રુપ ટુરમાં આવો છો ત્યારે તમારી આઈટિનરી અથવા સહેલગાહ કાર્યક્રમ અમે સ્થળદર્શનથી ખીચોખીચ ભરી દીધેલો હોય છો. ઓછામાં ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં વધુમાં વધુ સ્થળદર્શન તમને કરાવવાનું હોય છે. ક્યારેક ક્યારેક હું પર્યટકોને સહેલગાહમાં મળું છું ત્યારે ‘મેડમ, થોડું ઓછું સ્થળદર્શન કરાવશો તો ચાલશે, અમારી આંખો જોઈજોઈને થાકી ગઈ છે’ એવો ફીડબેક મળે છે. હું હસતાં હસતાં જવાબ આપું છું, ‘અહીં આવ્યા પછી તમે આવું બોલી રહ્યા છો, પરંતુ બુકિંગ કરવા પૂર્વે તમારી પાસે આ નથી, તમારી પાસે પેલું નથી? એવી કમ્પેરિઝન તમે જ કરો છો ને.’ તે સમયે પાછળથી કોઈક બોલે છે, ‘હા, અમે પણ પાંચ-છ ટ્રાવેલ કંપનીઓના કાર્યક્રમની તુલના કરી હતી.’ મને કશું બોલવું જ પડતું નથી, પરંતુ મારો પોતાનો મત એવો છે કે જ્યારે તમે સહેલગાહમાં દિવસના દરેક કલાકના અમુક પૈસા ભરો છો ત્યારે તે દિવસના કાર્યક્રમમાં જેટલું બેસે છે તેટલું વધુમાં વધુ બતાવવાનો અમારો પ્રયાસ હોય છે. અમારા ટુર મેેનેજર્સ તે પરથી મારી મજાક ઉડાવતા હોય છે, ‘જો તેમને શક્ય હોત ને તો તેમણે રાત્રે પણ પર્યટકોને સ્થળદર્શન કરાવ્યું હોત.’. જોક્સ અપાર્ટ, પણ ગ્રુપ ટુરમાં આવ્યા પછી તમારો દિવસ ફુલ્લી પેક્ડ હોય છે તે બધુ ધ્યાનમાં લેવું જોઈએ. ત્યાં અમારા ઈન્ડિપેન્ડન્ટ સિગ્નેચર હોલીડેઝવાળા પર્યટકો જેવો આરામ કરવાનો સમય હોતો નથી. આરામ કરવો એટલે હોટેલમાં રાત્રે કમસેકમ છ કલાક બરોબર ઊંઘ લેવાની અને જો બસ પ્રવાસ સિનિક નહીં હોય તો શક્ય હોય તે પ્રવાસમાં ઊંઘની કસર ભરી કાઢવી જોઈએ. અર્થાત અમારા ટુર મેનેજર્સ બસ પ્રવાસમાં ધમ્માલ કરાવવા માટે પણ વિખ્યાત છે તે અલગ વાત છે. સાદી સાદી વાતોનો સિલસિલો આપણે આગામી અઠવાડિયા સુધી ચાલુ રાખીશું.

ઘણા બધા પર્યટકો આ અને આગામી અઠવાડિયામાં પ્રવાસે નીકળી રહ્યા છે. તેમને હેપ્પી જર્ની! બોન વોયેજ! એન્જોય એવરી મોમેન્ટ એન્ડ સેલિબ્રેટ લાઈફ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*