Gujarati Language

શુભારંભ સહજીવનનો

મને કહેવાની ખુશી અને ગર્વ થાય છે કે અમે નિર્માણ કરેલી સ્પેશિયાલિટી ટુર્સનું પાલનપોષણ બહુ જ ઉત્તમ રીતે કર્યું છે. આ ટુર્સ પરફેક્ટ રિલેશન બિલ્ડિંગ એક્ટિવિટી છે. નિર્ભેળ ખુશીની કાર્યશાળી બની ચૂકી છે.

વ્હોટ્સ ન્યૂ? આ પ્રશ્ર્ન વીણા વર્લ્ડમાં પથ્થરની લકીર સમાન બની ગયો છે, કારણ કે દુનિયા એટલી ઝટપટ બદલાઈ રહી છે કે તે સાથે આપણે પોતાની અંદર બદલાવ નહીં લાવીએ તો પ્રવાહની બહાર ક્યારે ફેંકાઈ જઈશું તે કહી શકાય નહીં. વીણા વર્લ્ડના પર્યટનની બાબતમાં વિચાર કરીએ તો પર્યટકોની પસંદગીઓ બદલાય છે, નવા ટ્રેન્ડ્સ આવે છે, નવાં પર્યટન સ્થળોનો ઉદય થાય છે, હોટેલ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ સર્જાય છે, એરલાઈન્સ પોતાના રુટ્સ બદલે છે… તેની પર નજર રાખીને અમને પગલાં ભરવા પડે છે. પર્યટનની દષ્ટિથી સામાજિક જરૂરિયાતોનો વિચાર કરીને નિર્માણ કરવામાં આવેલી વુમન્સ સ્પેશિયલ, સિનિયર્સ સ્પેશિયલ અને જ્યુબિલી સ્પેશિયલ, વૈશ્ર્વિક પર્યટનમાં ક્રાંતિકારી બદલાવ લાવનારી સહેલગાહ છે. આ વીણા વર્લ્ડનાં કમર્શિયલ વેન્ચર્સ સાથે એક પરફેક્ટ રિલેશન બિલ્ડિંગ પણ છે અથવા નિર્ભેળ ખુશીની સૌને મનગમતી એક કાર્યશાળા છે.

ઉક્ત પ્રમાણે હજુ એક નિર્મિતી મેં કરી છે હનીમૂન સ્પેશિયલ સહેલગાહ. હનીમૂન એ ખરેખર તો ગોપનીય બાબત છે. અર્થાત, તેની અને તેણીની. ‘ટુ ઈઝ અ કંપની અને થ્રી ઈઝ અ ક્રાઉડ’ એ પરફેક્ટ્લી લાગુ થાય તેવું આ પ્રેમપ્રકરણ છે. સૌની સાક્ષીમાં- સંમતિથી- સૌની સામે લગ્નગ્રંથિથી જોડાયા પછી ફક્ત બંનેને એકમેકને વધુ સમજી લેવા માટે સુંદર પર્યટન સ્થળે આઠ-દસ દિવસ એકત્ર વિતાવવાના એ મુખ્ય કલ્પના હનીમૂૂનની પાછળ છે. હનીમૂન ટુર્સની નિર્મિતી કરાઈ ત્યારે અને હમણાં પણ રિસર્ચ ‘વ્હોટ્સ ફોર મી‘ માટે ચાલુ જ હોય છે. હું કાયમ કહું છું કે ‘અમે હોટેલ, રિસોર્ટસ અને વિમાન ટિકિટોના બિઝનેસમાં નથી, પરંતુ અમે પરિવારની અને પરિવારના દરેકની ખુશીની આંશિક જવાબદારી લીધેલા ખુશીના સોદાગર છીએ. તે સમયે, એટલે કે, પચીસેક વર્ષ પૂર્વે બે જણ નીકળતાં ત્યારે પરિવારજનોની બહુ ચિંતા રહેતી હતી. દસ વાર ‘બરોબર જજો,’ ‘ધ્યાન રાખજો,’ ‘ટ્રંકકોલ કરજો,’ ‘નો એડવેન્ચર’ એવી અનેક સૂચનાઓનો મારો બંનેના ઘરવાળાઓ તરફથી કરાતો હતો. મોબાઈલ ક્રાંતિ આવી ન હોવાથી ટ્રંકકોલ અને પછી એસટીડી પર જ ખબરઅંતરની આપલે કરાતી હતી. પરિવારજનોની આવી સ્થિતિ હતી, પરંતુ હનીમૂનમાં તે બંનેમાં એકને સતત ટુર મેનેજરનું કામ કરવું પડતું, એટલે કે, હોટેલ ક્ધફોર્મેશન્સ માટે ફોનાફોની, સાઈટસીઈંગ-ગાઈડ માટે રિક્ધફોર્મેશન્સ, જમવા ક્યાં જવાનું? તે પણ કાયમની ચિંતા અને સૌથી મહત્ત્વનું એ છે કે બોલવા-ગપ્પાં મારવા-ધીંગામસ્તી કરવા આપણી આસપાસ સતત લોકો જોઈએ, ફ્રેન્ડ્સ હોવા જોઈએ. હનીમૂનની નવાઈના ચાર-પાંચ દિવસ પૂરા થયા પછી ફ્રેન્ડ્સને ફોન કરવાનું શરુ થતું, પરિવારજનોની યાદ આવતી. આ જ નિરીક્ષણમાંથી જન્મી છે

હનીમૂન ટુર્સ. અમે સૌપ્રથમ હનીમૂન ટુર્સની જાહેરાત કરી ત્યારે હંગામો થઈ ગયો હતો એમ કહી શકાય. સૌએ અમને પાગલમાં ખપાવ્યાં હતાં. ‘હનીમૂન ટુર ઈઝ અ પ્રાઈવેટ અફેર, હાઉ કેન યુ એક્સપેક્ટ હનીમૂનર્સ ટુ જોઈન અ ગ્રુપ ટુર?’ જોકે મેં ધીરજ જાળવી રાખી, કારણ કે કોઈ પણ બદલાવ વિવાદ જગાવે જ છે. મારું નસીબ એવું કે પહેલી જ સહેલગાહમાં વીસ નવપરિણીતોએ તેમના હનીમૂન માટે બુકિંગ કરાવી દીધું. આજે અમે વર્ષમાં સાતથી આઠ હજાર નવવિવાહિતોને હનીમૂન ટુર્સ પર લઈ જઈએ છીએ. ખરેખર સૌપ્રથમ વીસ કપલ્સે અમારી હનીમૂન ટુર્સમાં આવવાની તૈયારી બતાવી તેમાંથી જ મારી આશા બંધાઈ હતી.

હનીમૂન ટુર્સની નિર્મિતીને ઘણાં વર્ષ વીતી ગયાં છે. અગાઉ ફક્ત શિમલા મનાલી, પછી કેરળ, આંદામાન માર્ગક્રમણ કરતાં કરતાં થાઈલેન્ડ-બેન્ગકોક-પટ્ટાયા, ફુકેત-ક્રાબી, સિંગાપોર-બિંતાન, સ્વિટઝર્લેન્ડ જેવાં ડેસ્ટિનેશન્સ પર હનીમૂન ટુર્સની આગેકૂચ થઈ છે. લોકો એકલા ફરવા લાગ્યા, યુવાનો અમારી જેમ જ અનેક વેબસાઈટ પરથી અને ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ પરથી બુકિંગ કરવા લાગ્યા. છતાં હનીમૂન ટુર્સને જરાય ફરક પડ્યો નથી. આનાં કારણો અમે શોધ્યાં ત્યારે અમને આશ્ર્ચર્યનો આંચકો લાગ્યો કે મને કેટલાંય વર્ષો પૂર્વે જે મુશ્કેલીઓ જણાઈ હતી તે આજે પણ યથાવત છે.

મિત્રમૈત્રીણી અને સમવયસ્કો જોડે રહેવા જોઈએ એવી માનસિક જરૂર હનીમૂનના થોડા દિવસ પછી તેટલી જ અથવા તેથી વધુ વધી છે. અગાઉ ઘણી વાર લગ્ન પૂર્વે વધુ મળવાનું બનતું નહોતું. આથી એકમેકને જાણવું તે હનીમૂનનો મૂળ ઉદ્દેશ રહેતો હતો. આજકાલ છોકરા- છોકરી એકમેકને અગાઉથી જ જાણતાં હોય છે. આથી મને લાગે છે કે ‘હનીમૂન ટુર્સ વધુ પોપ્યુલર બની છે.’ અહીં ધમ્માલ, ધમ્માલ અને ફક્ત ધમ્માલ અનુભવી શકાય છે, કારણ કે હોટેલ્સ-જમવાનું-બધી જાતનાં ક્ધફોર્મેશન્સ, સ્થળદર્શન, ગાલા ઈવનિંગ આ બધી જવાબદારીઓ ઉઠાવવા માટે અહીં બેકએન્ડમાં મુંબઈ ખાતે વીણા વર્લ્ડની આખી ટીમ હોય છે અને હનીમૂન ટુર્સ પર તમારી સંગાથે ટુર મેનેજર હોય છે અને જે તે ડેસ્ટિનેશનની લોકલ ટીમ પણ હોય છે. અંતે હનીમૂન એકદમ હસતાં રમતાં મજેદાર રીતે તાણ વિના પાર પડવા જોઈએ ને?

સૌથી મહત્ત્વની વાત એ છે કે વીણા વર્લ્ડની આ હનીમૂન ટુર્સ ઉત્તમ વ્યવસ્થામાં હોવા છતાં મોસ્ટ એફોર્ડેબલ અને મોસ્ટ રિલાયેબલ છે. તમારું બજેટ વીસ હજાર હોય કે બે લાખ, તમારી ઈચ્છા અનુસાર એકદમ ખુશીથી સહેલગાહ પાર પાડવી તે અમારી ફરજ છે. તમને પ્રવાસનો થાક પણ લાગવો નહીં જોઈએ તે માટે ભારતની સર્વ સહેલગાહ સંપૂર્ણપણે વિમાન મારફત છે અને વિદેશ સહેલગાહ તો મુંબઈથી મુંબઈ વિમાન મારફત જ હોય છે એ તમને ખબર જ હશે. દરેક હનીમૂન ટુર્સ સહેલગાહમાં સંગાથે વીણા વર્લ્ડના એક્સપર્ટ ટુર મેનેજર હોય છે. દાખલા તરીકે, મોરિશિયસની હનીમૂન ટુર્સમાં શું શું આનંદ લઈ શકાય તે કહેવાનું મન થાય છે અને આવી જ ધમ્માલ બધી સહેલગાહમાં હોય છે. ડેસ્ટિનેશન સાથે સંબંધિત સુખસુવિધાઓ અનુસાર થોડો જ  ફરક હોય છે.

મોરિશિયસ હનીમૂન સ્પેશિયલ સાત દિવસની સહેલગાહ છે. ઉત્કૃષ્ટ મેરિટાઈમ ક્રિસ્ટલ બીચ રિસોર્ટમાં મુકામ હોય છે. ભૂરા સમુદ્રની પાર્શ્ર્વભૂમાં આ રિસોર્ટ હોવાથી ત્યાં જતાં જ આપણી ખુશીનો કોઈ પાર રહેતો નથી. એક જ રિસોર્ટમાં રહેવાનું હોવાથી ત્યાંની ફેસિલિટીઝનો મન મૂકીને આનંદ લઈ શકાય છે. હનીમૂન ટુર હોવાથી તેમને ગમે એવાં સ્થળદર્શનનો, પેરાસેઈલિંગનો સમાવેશ સહેલગાહમાં કરવામાં આવ્યો છે અને તે પણ આરામદાયક રીતે કરી શકાશે. અલગ અલગ પદ્ધતિનું જમવાનું હોવાથી યુવાનો એકદમ ખુશ થઈ જાય છે. સૌથી મહત્ત્વનું એ છે કે મોરિશિયસ હનીમૂન ટુર્સની દરેક ઈવનિંગ અમે એકદમ હેપનિંગ બનાવી છે. ક્યારેક આપણે સનસેટ ક્રુઝ કરીએ છીએ તો ક્યારેક બીચ પર ડિનર તો ક્યારેક પબમાં જઈને ડિસ્કો. એક સાંજે આપણે મસ્ત કપલ ગેમ્સ પણ રમીશું. આ ધમ્માલ રમતમાંથી વિનિંગ કપલ્સ, મેડ ફોર ઈચ અધર, લવી ડવી, ઉઉકઉં વગેરે ચૂંટી કઢાશે. સહજીવનની શરૂઆત કરનાર વધુ અમુક નવવિવાહિતો સંગાથે હોય ત્યારે આ સહેલગાહની ધમ્માલ આ હનીમૂનર્સ ક્યારેય ભૂલી નહીં શકશે તેની ગેરન્ટી છે. સો, હવે લગ્ન કરીને મોરિશિયસ જવાનાં હોય તેઓ લકી છે ને? ચાલો હનીમૂનર્સ!

બેગ ભરો, નીકળી પડો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*