Gujarati

મારો ભયંકર વ્યસન – ભાગ 2

Reading Time: 4 minutes

આપણને પ્રજાસત્તાક બનીને સિત્તેર વર્ષ થયાં. તોંત્તેર વર્ષ પૂર્વે સ્વાતંત્ર્ય સંગ્રામના અસંખ્ય નાના-મોટા વીર અને વીરાંગનાઓએ પ્રાણની બાજી લગાવીને આપણા ભારતને સ્વતંત્ર કર્યો. આ પછી સાડાત્રણ વર્ષમાં આ સ્વતંત્ર થયેલો દેશ કઈ રીતે ચલાવવો? સ્વાતંત્ર્ય સાથે આવેલી આ મોટી જવાબદારી કઈ રીતે ઝીલવી? આ માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આગેવાનીમાં કમિટીએ ભારતીય રાજ્ય બંધારણ-સંવિધાન- કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયાને જન્મ આપ્યો અને તેના પર આપણો સ્વતંત્ર દેશ કારભાર કરવા લાગ્યો. આપણા ઘર જેવું આ છે નહીં? આપણે એક ઘર લઈએ છીએ. પોતપોતાની રીતે તેની સજાવટ કરીએ છીએ. ઘરના માણસોએ સામાન્ય રીતે કઈ રીતે વર્તવું તેનો અલિખિત નિયમ બધાને સમજાવીને કહીએ છીએ અને આપણાં ઘર તેની પર ચાલતાં રહે છે. દેશ, રાજ્ય, સમાજ, કુટુંબ આવા જ લિખિત-અલિખિત બંધારણ પર માર્ગક્રમણ કરતાં હોય છે. અર્થાત આ બધી બાબતો જેનાથી બને છે તે વ્યક્તિ એટલે આપણા ભારતના સવાસો કરોડ ભારતીયોમાંથી એક મેં પોતે મારું સંવિધાન બનાવ્યું છે? ઈશ્ર્વરે મને આ સુંદર જગતમાં, આપણને સ્વતંત્ર ભારતમાં જન્મ આપ્યો, તેની જ કૃપાથી આજ સુધી હું જીવિત છું, હરીફરી શકું છું, વિચાર કરી શકું છું, બોલી શકું છું, સાંભળી શકું છું, જોઈ શકું છું, એટલે જ ઉપરવાલેને ઉસકા કામ બરાબર કિયા હૈ, જોકે હું આ મળેલા જીવનનું શું કરી રહી છું? મારું જીવન ચલાવવા માટે હું ભારતીય રાજ્ય બંધારણ સાથે સંબંધિત મારું પોતાનું વ્યક્તિગત બંધારણ બનાવ્યું છે? હું મારું જીવન ભગવાનને ભરોસે જીવી રહી છું કે પછી જીવનને સુવિચારોના-સુસંસ્કારોના-સુનિયોજનના ઢાંચામાં નાખીને મારું પોતાનું જીવન આનંદિત-સંતોષજનક બનાવી રહી છું? આ પ્રશ્ર્ન મેં પોતાને પૂછ્યો ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે લોકોના અર્થમાં આપણે એક સફળ- આનંદિત જીવન જીવી રહ્યાં હોવા છતાં આપણી અંદર કેટલીય એવી બાબતો છે જે બદલવાની સખત જરૂર છે. આપણે પોતાની સાથે ખોટું બોલી નહીં શકીએ. આથી મારી અંદરની સારી બાબતો કરતાં હજુ સુધારવું જોઈએ એવી બાબતોની યાદી વધુ મોટી બની.

મને લાગેલા મોબાઈલ નામના યંત્રના વ્યસને પોતાની અને કુટુંબની થતી હેરાનગતી મેં અગાઉના મારા એક લેખ થકી લખી હતી. સખત જ મેહનતને અંતે હું તે ભીંસમાંથી કઈ રીતે બહાર આવી તેનો પણ પરામર્શ લીધો હતો. હેતુ એટલો જ હતો કે આપણા અજાણતાં આ એક નાનું યંત્ર આપણી પર કબજો જમાવે છે અને તેનો દારૂ- ડ્રગ્સ કરતાં પણ ભયંકર અમલ આપણી પર ચઢે છે અને એકાદ નશાબાજની જેમ સ્થળ સમયનું ભાન રહેતું નથી એવી મારા જેવી કોઈની અવસ્થા થઈ ગઈ હોય તો સમયસર સાવધાન થઈએ, તેમાંથી મુક્ત થઈએ.

મારી ‘ટુ બી ઈમ્પ્રુવ્ડ’ વાતમાંથી બીજી વાત નેટસિરીઝની છે. મોબાઈલની જેમ બીજું યંત્ર મારા હાથોમાં આવ્યું હતું ફાયરસ્ટિકનું, જેનાથી દુનિયાની એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી મારા પગની નીચે આવી ગઈ હતી. ‘આજકાલ હું ટીવી જોતી નથી! કેટલી આઉટડેટેડ ક્ધટેન્ટ’ એવા સૂરમાં બોલનારની યાદીમાં મારો પણ ઉમેરો થઈ ગયો. ગેમ ઓફ થ્રોન્સે તો મતી બહેર મારી ગઈ. ‘ગેમ ઓફ થ્રોન્સ’ નહીં જોનારને, ‘અરે કંબખ્ત તૂને તો પી હી નહીં!’ના ભાવમાં ‘સો બેકવર્ડ’ કહેવા સુધી મારી મજલ ગઈ હતી. અને તે પછી તો ક્રાઉન, દિલ્હી ક્રાઈમ્સ, ટાગોર કી કહાનિયાં, સ્પાય, ડેસિગ્નેટેડ સર્વાઈવર, મેડ ઈન હેવન, ફેમિલી મેન, માર્વલસ મિસીસ મેજલ… વગેરે અનંત નેટસિરીઝ મારી અનેક રાતો ઓહિયાં કરી ગઈ. બસ ઔર એક એપિસોડ… આ છેલ્લો… આમ કરતાં કરતાં બીજા દિવસે સવારના ત્રણ-ચાર ક્યારે વાગી જતાં સમજાતું જ નહીં. તેની અસર નિશ્ર્ચિત જ બીજા દિવસના આચારવિચારો પર અને પ્રોડક્ટિવિટી પર પડતી. એક દિવસ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમની હસ્તીની મુલાકાત જોવા મળી. તેમને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો ‘તમે આ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની સ્પર્ધાનો કઈ રીતે સામનો કરો છો?’ તેનો ઉત્તર હતો, ‘અમારી સ્પર્ધા એકબીજામાં નથી, તે દર્શકોની ઊંઘ સાથે છે, તેઓ જેટલા ઓછા સૂશે તેટલો અમારો બિઝનેસ વધવાનો છે.’ ઓહ! તો આ વાત છે. તેઓ મને સંપૂર્ણ વ્યસનાધીન કરી રહ્યા છે. હું ઓછું સૂઈશ તો તેમનો બિઝનેસ વધશે. નો વે! હું આગળ જાઉં કે નહીં જાઉં પણ બીજાનો પગ નીચે ખેંચનારી અમારી માનસિકતા મારી ઊંઘ બગાડીને તેમા વ્યવસાય વૃદ્ધિ કઈ રીતે કરી શકે? ‘એ ડ્રોપ ઈન દ ઓશન’ કેમ નહીં હોય પણ મેં વિરોધ નોંધાવ્યો અને તે નેટસિરીઝની ભીંસમાંથી મારો મોટે ભાગે છુટકારો કરાવી લીધો. નેટસિરીઝ જોવાની જ નહીં એવું નહીં પણ ઊંઘ બગાડ્યા વિના, સમય હોય ત્યારે અથવા વીકએન્ડમાં એક વાર એક જ એપિસોડ અથવા સળંગ બે દિવસ રજા હોય ત્યારે એક વાર ત્રણ કલાક સ્ક્રીન સામે બેસવાનું નક્કી કર્યું અને તેનું મોટે ભાગે પાલન કરી રહી છું. અજાણતાં જ લાગુ પડેલા-લોકોના ધ્યાનમાં નહીં આવનારા આ બીજા અમલમાંથી હું બહાર આવી.

મારી યાદીની ત્રીજી બાબત, જેણે મારો કબજો લીધો હતો તે શોપિંગ હતી. એરપોર્ટ પર, શોપિંગ મોલમાં, પર્યટન સ્થળે, ગ્રોસરી શોપમાં પણ જરૂરતની વસ્તુઓની યાદી લઈને જવાનું અને તેની ડબલ જરૂર નહીં હોય તેવી વસ્તુઓ લાવવાની તેમાં મેં નિપુણતા મેળવી હતી. ફ્રિજમાં વસ્તુઓની, કબાટમાં કપડાંઓની પ્રચંડ ગિરદી થવા લાગી. ઘરમાં ક્યાંય એકાદ વસ્તુ શોધવાની હોય તો ઉત્ખનન કરવું પડતું. તેમાં ઓનલાઈન શોપિંગે ઉમેરો કર્યો. નવો ક્રેઝ. સૌથી સસ્તી વસ્તુ ક્યાં મળે છે તે જોવામાં મારી પાસેનો, પળે પળે છટકી જતો સૌથી મોંઘો સમય મેં રીતસર કલાકોના કલાકો વેડફી નાખવા લાગી. ‘સેલ’ની જાહેરાત એટલે નહીં જોઈતી વસ્તુ પર લગાવેલા પૈસા, જુગારથી શું આ અલગ છે? તે રમનાર નજરે પડે તેને આપણે ‘જુગારી’ કહીને મહોર મારીએ છીએ પણ આપણે તે જ કરી રહ્યાં છીએ તે ઘણી વાર ધ્યાનમાં આવતું નથી. ટૂંકમાં અમેરિકા જે ‘પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી’માં અટવાઈ ગયું છે તે જ પ્રોબ્લેમની શિકાર હું પોતે પણ થઈ ગઈ હતી. સુધીરે આ વિશે મને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મિસ્ટરોનું કોણ સાંભળે? એક દિવસ નીલે મને થોડા કડક અવાજમાં કહી દીધું, ‘મમ સ્ટોપ યોર ઈમ્પલ્સ બાઈંગ, કંટ્રોલ યોરસેલ્ફ, દુકાનમાંની દરેક વસ્તુ લેવી જ જોઈએ એવું નથી.’ અમારો બીજો ચિરંજીવ, જે મારા મતે બોર્ન મિનિમલિસ્ટ છે. તેની જરૂર જ એકદમ ઓછી છે. તેણે મારા મોઢા પર નહીં પણ સુનિલા પાસે ફરિયાદ કરી, ‘વ્હાય શી બ્રિંગ્ઝ સો મેની થિંગ્સ એટ હોમ? ઈઝ ઈટ નીડેડ?’ એકંદરે મારા શોપિંગ પર અમારા ઘરનો આક્રોશ વધવાની શરૂઆત થઈ હતી. સાસુ પણ નેચરલી તેમની બાજુથી હતી, જેથી ચાર વિરુદ્ધ એક લડાઈ જીતવાનું થોડું મુશ્કેલ હતું. મને પણ ધીમે ધીમે થોડું ભાન થવા લાગ્યું હતું કે ‘વધુ જોઈએ’નો આ શોખ મારું કૌટુંબિક-આર્થિક અને વૈકલ્પિક રીતે માનસિક સંતુલન બગાડી રહ્યો છે. આય હેવ ટુ કંટ્રોલ માયસેલ્ફ. પણ આ પાગલપણું આસાનીથી જાય એવું નહોતું. તેને જાલીમ ઉપાય જ જોઈતો હતો અને તે મેં કર્યો. ગયા વર્ષે પંદર ઓગસ્ટે, આપણા સ્વાતંત્ર્ય દિવસે મેં નક્કી કર્યું

કે ‘હવે એક વર્ષ હું કપડાંનું શોપિંગ નહીં કરીશ.’ આ વાતને છ મહિના વીતી ગયા અને હું તેમાં સંપૂર્ણ સફળ થઈ ગઈ. પહેલી વાર મેં ઓનલાઈન સાઈટ્સ બંધ કરી, મોલમાં જવાનું બંધ કર્યું, જેથી શોપિંગનું ઘેલું ઓછું થયું. ધીમે ધીમે હું મોલમાં જવા લાગી પણ કપડાંની દુકાનોમાં જતી નહીં. આ પછી મેં તે પણ શરૂ કર્યું. દુકાનમાં જવાનું પણ કશું ખરીદી કર્યા વિના બહાર આવવાનું. મારા મન પર મને તે કબજો મેળવવાનો હતો કે સામે આકર્ષક કપડાંના સ્વરૂપમાં અનેક મોહ ઊભા હોય અને ગમે તેટલા સારા હોય તો પણ તે મોહમાં નહીં પડતાં હું તેમાંથી સહીસલામત બહાર આવી રહી છું. એક વર્ષ શોપિંગ નહીં કરવાનો મક્કમ નિર્ધાર હું મન:પૂર્વક પાલન કરી રહી છું. પહેલી વાર થોડું મુશ્કેલ લાગ્યું પણ હવે આદત પડી ગઈ છે. હવે તેનું પાલન કરવામાં મુશ્કેલી પડતી નથી. એટલે કે, આપણે નક્કી કરીએ તો આપણે આપણા મન પર અને આદતો પર બહુ સારો કબજો મેળવી શકીએ છીએ. અર્થાત, આવું કાંઈક નક્કી કરવા માટે પહેલાં તે સમજાવું જોઈએ, તે ખરાબ છે તેનું ભાન થવું જોઈએ. મને આ સમજવાની સમજ સમયસર આવી અને તેમાંથી હું સહીસલામત બહાર નીકળી શકી. તે સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા બધાની હું આભારી છું.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*