મહારાષ્ટ્રના, દેશના અલગ અલગ રાજ્યના અને દુનિયાના ખૂણેખાંચરે સ્થાયી થયેલા ભારતીય નિવાસીઓ એકાદ સહેલગાહમાં સંમિશ્ર રીતે સહભાગી થયેલા હોય છે ત્યારે સહેલગાહનો માહોલ વધુ સારો બની જાય છે. દશદિશામાંથી આવેલા પર્યટકોમાં થતું વિચારોનું આદાનપ્રદાન સહેલગાહની મજામાં ઓર વધારો કરે છે. દુનિયા નજીક આવી રહી છે, શહેરની-રાજ્યની-દેશની-ખંડોની સીમા આછી થઈ રહી છે તેનો એક નાનો દાખલો મને આ સહેલગાહમાં પણ દેખાય છે. ઈન્ટીગ્રેશન ઓફ ઈન્ડિયન્સ અરાઉન્ડ ધ વર્લ્ડ!
થાથોડા દિવસ પૂર્વે યુએસએની સહેલગાહ પર ગયેલા સિનિયર સિટીઝન્સને મળી. જ્યેષ્ઠો સાથે સુસંવાદ ચાલતો હતો ત્યારે એક પ્રશ્ન થયો, ‘અમે મોટા ભાગનાએ દુનિયા જોઈ લીધી છે, હવે પછી ક્યાં જવું?’ મેં કહ્યું, ‘દુનિયા જોઈને થઈ ગઈ હોય તો હવે ચંદ્ર પર સવારી કરીએ.’ આ સંકલ્પના બધાએ જ વધાવી લીધી. આ હું બોલી અને મને વીણા વર્લ્ડના શરૂઆતના દિવસો યાદ આવ્યા. તે સમયે, એટલે કે, પાંચ વર્ષ પૂર્વે મેં ‘મને ચંદ્ર પર જવું છે’ લેખ લખ્યો હતો. તેનો આશય એવો હતો કે, ‘આજે આપણે ક્યાં છીએ તેના કરતાં આપણે ક્યાં પહોંચવાનું છે તેનો ઉદ્દેશ કે ધ્યેય નક્કી કરીએ. આપણો ધ્યેય કાયમ મોટો, ઊંચાઈ પરનો, સહજતાથી સાધ્ય નહીં થાય તેવો જ કરીએ. તે પ્રમાણ માર્ગક્રમણ કરીએ.’ અને જુઓ ને! ત્રણ વર્ષમાં જ અમે, અમારા પર્યટકો અને અમારા ટુર મેનેજર્સે સાતેય ખંડો, એટલે કે, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા અને યુરોપની પૃથ્વી પ્રદક્ષિણા પૂરી કરી છે. અમારી સાથે પર્યટન કરનારા પર્યટકોમાં અનેકોના પચાસ દેશ પૂરા થયા છે. હવે તો ઓનલાઈન બુકિંગને લીધે ઓસ્ટ્રેલિયા-અમેરિકા-ઈન્ગ્લેન્ડ-સાઉથ આફ્રિકા-મિડલ ઈસ્ટમાં સ્થાયી થયેલા આપણા ભારતીય પર્યટકો પણ સહેલગાહમાં સહભાગી થવા લાગ્યા છે. પર્યટન વિશ્વમાં વીણા વર્લ્ડનું વિશ્વ વધી રહ્યું છે અને કહેવાનું મન થાય છે કે, ‘ભારતના દરેક માટે-દુનિયાના દરેક ભારતીય માટે: વીણા વર્લ્ડ એટ યોર સર્વિસ!’
‘પર્યટનમાં આપણે ચોક્કસ શું શું કરીએ છીએ તે ક્યાંક એક જગ્યાએ લખી રાખવાની જરૂર છે, એટલે કે, દેશવિદેશમાંથી ક્યાંય નવેસરથી વેબસાઈટની મુલાકાત લેનારા પર્યટકોને ટૂંકમાં ખ્યાલ આવશે કે તેને માટે અથવા તેણી માટે તેમની પસંદગી અનુસાર વીણા વર્લ્ડ પાસે ચોક્કસ શું છે?’ વીણા વર્લ્ડ દરેક કુટુંબ માટે અને કુટુંબના દરેક માટે છે. જોકે કુટુંબના તે દરેકે પર્યટનમાં પોતાને ચોક્કસ શું ગમે છે તે જાણી લેવું જોઈએ.
કોઈ એકલતા દૂર કરવા માટે ગ્રુપ ટુર્સ પસંદ કરે છે તો કોઈ અહીં એટલા લોકોથી ઘેરાયેલા હોય છે કે તેમને ક્યાંક એકાંતમાં જઈને ફક્ત એકલા રહેવાનું હોય છે. વિદેશથી આવતા પર્યટકોની સહેલગાહમાં સહભાગી થવાની ભાવના મોટે ભાગે આપણા લોકોમાં આઠ-પંદર દિવસ હળીમળીને રહેવાની હોય છે. કોઈકને એકઝાટકે યુરોપમાં આઠ-દસ દેશ જોવાના હોય છે તો કોઈકને એક સમયે સ્વિટઝર્લેન્ડ અથવા ઈટાલી જેવા એક જ દેશમાં અઠવાડિયા સુધી ધામો નાખવાનો હોય છે. કોઈકને ટુર મેનેજર સાથે હોય તો કઈ રીતે સુરક્ષિત અને બિન્ધાસ્ત લાગે છે તો કોઈકને ટુર મેનેજર સંકલ્પના જ ગમતી નથી. કોઈકને પર્યટનમાં શહેરો ગમે છે તો કોઈકને નિસર્ગરમ્ય સ્થળો. કોઈ પર્વતમાળા અને પહાડોના પ્રેમી હોય છે તો કોઈ સમુદ્રકિનારા અને બીચ રિસોર્ટસના. કોઈને શોપિંગ મસ્ટ લાગે છે તો કોઈ જે તે પર્યટન સ્થળની ખાદ્ય-સંસ્કૃતિના અભ્યાસુ હોય છે અથવા ચાહક હોય છે. કોઈને આંખો અંજાઈ ત્યાં સુધી જોવાનું ગમે છે તો કોઈને એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં ઈન્ટરેસ્ટ હોય છે. પર્યટકોની આવી અનેક જરૂરતો અને પસંદગીઓ ધ્યાનમાં લઈને કયા કયા પ્રકારના પર્યટકો માટે કઈ કઈ નાવીન્યપૂર્ણ સંકલ્પના લાવ્યાં છીએ તે વિશે હવે જાણીએ.
કુટુંબનો વિચાર કરતાં ઘરના જ્યેષ્ઠોનું માન મોટું હોવાથી તેમને માટે દેશવિદેશની સિનિયર સ્પેશિયલ સહેલગાહ બહુ જ લોકપ્રિય છે. કરિયર સંભાળતી, આખા ઘરની જવાબદારી ખુશીથી ઝીલતી, વર્ષમાં કમસેકમ એક જ વાર તેની પોતાની ખુશીના, આનંદના આધુનિક પિયરના દિવસો એટલે વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ. આ સહેલગાહની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી છે. ઘર બને છે ઘરના માણસોથી, પરંતુ આજકાલ ઘરના માણસો જ અલગ અલગ કામોમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એકબીજાને બહુ ઓછું મળવાનું થતું હોય છે. આથી થોડા દિવસ માટે બધાં કામો બાજુમાં મૂકીને બધા એકત્ર ક્યાંક જઈએ, આઠ-દસ દિવસ એકબીજા સાથે રહીએ, રિફ્રેશ થઈએ, આ વિચારથી પર્યટન કરનારા કુટુંબ માટે ફેમિલી ટુર્સ એટલે ઉજવણી જ છે.’ વીણા વર્લ્ડના વ્યવસાયનો સિત્તેર ટકા ભાગ આ ફેમિલી ટુર્સથી વ્યાપ્ત છે. ઘરનો એક અત્યંત તરલ અને નિષ્પાપ સંબંધ એટલે દાદા-દાદી અને પૌત્રોનો. તેમને માટે પણ સ્પેશિયલ ટુર સ્કૂલની રજાઓમાં હોય છે. આ સ્પેશિયાલિટીનું નામ ‘ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ ચિલ્ડ્રન’ છે. નવવિવાહિતો માટેની હનીમૂન ટુર્સ શરૂ કરવામાં આવી ત્યારે તે સંકલ્પના કોઈને જ ખાસ ગમી નહીં. જોકે ધીમે ધીમે સુરક્ષિતતા, સમવયસ્ક નવવિવાહિતોનો સંગાથે, સંગાથે વીણા વર્લ્ડનો ટુર મેનેજર આ બધી બાબતો હનીમૂનર્સને ગમવા લાગી અને ભારતમાં અનેક સ્થળે તેમ જ થાઈલેન્ડમાં વીણા વર્લ્ડ હનીમૂન ટુર્સ લોકપ્રિય બની. હવે સ્વિટઝર્લેન્ડ હનીમૂન ટુર્સની ડિમાન્ડ વધવા લાગી છે. ‘લેટ મી બી ઓન માય ઓન!’ એવું કહેનારની સંખ્યા હવે ઘેર ઘેર વધવા લાગી છે. તેમને માટે બે વર્ષ પૂર્વે સિંગલ્સ સ્પેશિયલ ટુર્સ લાવ્યાં અને લેહ લડાખ, આંદામાન, મનાલી જેવાં સ્થળે વીસથી પાંત્રીસ વયજૂથના સિંગલ્સ બિન્ધાસ્ત પર્યટન કરવા લાગ્યા. જ્યુબિલી સ્પેશિયલ કપલ ટુર્સ સંકલ્પના મિડ એજ (૩૫થી ૫૦ વર્ષ) કપલ્સ માટે અમલ કરી. થાઈલેન્ડ, યુરોપ, દુબઈ અને તેને પણ સારો પ્રતિસાદ મળ્યો. હવે આ વર્ષે અમે જ્યુબિલી સ્પેશિયલની ઈસ્ટર્ન યુરોપ સહેલગાહ લાવ્યાં છીએ. સંસારની-કુટુંબની-વ્યવસાયની દોડધામમાં લુપ્ત થતા પ્રેમને સંજીવની એટલે ‘જ્યુબિલી સ્પેશિયલ ટુર્સ’ કપલ ટુર્સ. જો કોઈ ઘરમાં ડિફરન્ટ્લી એબલ્ડ વ્યક્તિ હોય તો તેમને માટે સ્પેશિયલ ટુર્સ અમે આ વર્ષથી શરૂ કરી છે અને તેમાંથી પહેલી સહેલગાહ ૧૮ નવેમ્બરે નીકળી રહી છે થાઈલેન્ડમાં. બિઝનેસ ક્લાસથી વિમાનપ્રવાસ, ફાઈવ સ્ટાર હોટેલમાં મુકામ અને ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં ભોજન વ્યવસ્થા અને સંગાથે વીણા વર્લ્ડ ટુર મેનેજર ધરાવતી લક્ઝરી ટુર્સની શરૂઆત અમે ગયા મહિને કરી છે, જેથી જેમને આલીશાન પદ્ધતિથી સહેલગાહ કરવી હોય તે કુટુંબોની પણ સુવિધા કરવામાં આવી છે. વીકએન્ડ્સનો અથવા લોન્ગ વીકએન્ડ્સનો ફાયદો લઈને ‘એક બ્રેક તો બનતાહી હૈ’ કહીને નાની ટુર્સનાં શ્રીગણેશ અમે ગયાં વર્ષે વીકએન્ડ સ્પેશિયલ ટુર્સ દ્વારા કર્યાં છે. તેમાંથી જ એટલે કે, વીકએન્ડ્સના વાઈલ્ડ લાઈફ લવર્સ માટે અમે વાઈલ્ડ લાઈફ સ્પેશિયલ ટુર્સ લાવ્યાં છીએ. જેમને ગ્રુપ ટુર્સમાં જવાનું ગમતું નથી અથવા જેઓ પોતાના મનને ગમે તેમ પ્રવાસ કરવા માગતા હોય તેમને માટે કસ્ટમાઈઝ્ડ હોલીડેનો ડિવિઝન બહુ સારું કામ કરી રહ્યો છે. જેમનો પોતાનો ધંધો છે તેમની કોર્પોરેટ ટુર્સ અમારા વીણા વર્લ્ડ માઈસ ડિવિઝન તરફથી લઈ જવામાં આવે છે. જેમને વહેલામાં વહેલી તકે જગપ્રદક્ષિણા પૂરી કરવી હોય તેમને માટે ગ્લોબ ટ્રોટર સુપર જમ્બો પ્લાન પણ અમે તૈયાર રાખ્યા છે. તો મિત્રો જોયું ને, એક કુટુંબમાં પર્યટન માટે અમે ચૌદથી પંદર વિકલ્પ તૈયાર રાખ્યા છે. પોતાને ઓળખો અને તેમાંથી સૂટેબલ પ્રોડક્ટ પસંદ કરો. રોન્ગ નંબર લાગવા નહીં દો. આફ્ટર ઓલ, ‘પર્યટન ખુશી માટે છે.’ સો, ચાલો, બેગ ભરો, નીકળી પડો!