Gujarati Language

પગનાં પગરખાં…

Reading Time: 4 minutes

અગાઉના જમાનામાં એકાદ માનવીની પગની ચંપલ કેટલી ઘસાયેલી છે તેના પરથી તે માનવીના જીવનની, મહેનતની અને એકંદરે તેના વ્યક્તિત્વની કલ્પના આવી જતી હતી. હવે આવી ઘસાયેલી ચંપલ ભાગ્યે જ દેખાય છે. ખરેખર તો આજે ઊલટ થઈ ગયું છે. માનવીના પગની ચંપલ આજકાલ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ચૂકી છે. આય કોન્ટેક્ટને બદલે શૂઝ કોન્ટેક્ટને કારણે માનવીની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય છે અને શૂઝ કંપનીઓએ આજની પેઢીના ગળે તે બરોબર ઉતારી દીધું છે

‘અરે નીલ, તારા પગ બે છે અને શૂઝ કેટલાં બધાં છે? હવે હું ઘરમાં જ દુકાન ખોલી નાખું છું.’ મારા આ વાક્ય પર નીલે જવાબ આપ્યો, ‘મારી વહાલી માતા, મારો આ એક જ તો શોખ છે. એક્સપેન્સિવ ઘડિયાળ, વાહન હું ઉપયોગ કરું છું ખરો? અને મારા પૈસાથી હું લઉં છું ને, તારી પાસે મેં ક્યારેય પૈસા માગ્યા છે?’ ‘વાહ, વાહ, શું આદર્શ વિચાર છે, પુત્ર હોય તો આવો.’ એક ધ્યાનમાં રાખજે કે ઈમેલ્ડા માર્કોસની સુખચેન અને વિલાસી વૃત્તિની કથાઓ બહાર આવી ત્યારે તેની પાસે ત્રણ હજાર શૂજની જોડી હતી એવા સમાચાર બહાર આવ્યા હતા. તેણે સ્પષ્ટીકરણ આપ્યું કે મારી પાસે ત્રણ હજાર નહીં દોઢ હજાર શૂઝ છે. તારી સ્થિતિ પણ આવી નહીં થાય તો સારું.’ અમારી તૂતૂ મૈંમૈં શાંતિથી સાંભળી રહેલા સુધીરે પેપરમાંથી માથું બહાર કાઢ્યું. ડાયરેક્ટ ઈમેલ્ડા માર્કોસની તુલના કર્યા પછી પુત્રપ્રેમ જાગૃત થયો હોવો જોઈએ એવો તેણે પ્રશ્ર્ન પૂછ્યો, ‘વીણા, મને લાગે છે કે તમે બંને એક જ માળના મણિ છો. તારી પાસે પણ જરૂરત કરતાં થોડી વધુ ચંપલો અને શૂઝ છે એવું નથી લાગતું?’ સુધીર પાસે ગુસ્સામાં કટાક્ષ કરતાં નીલ હસતાં હસતાં મને ખીજવીને, કેવી રહી? જાણે એવું સૂચવતો હોય તેમ નવાં શૂઝ પહેરીને બહાર નીકળી ગયો. એકંદરે અમારો રવિવાર ચંપલ પુરાણથી શરૂ થયો અને આજે શું લખવું એવો વિચાર કરતી હતી ત્યાં જ આ તૈયાર વિષય મળી ગયો.

શૂઝ અમારા વ્યવસાયનું અવિભાજ્ય અંગ છે. સારાં શૂઝ પર્યટન વ્યવસાય માટે બહુ જરૂરી છે. પર્યટન એટલે એક સ્થળેથી બીજ સ્થળે જવું, તે સ્થળ, ત્યાંનાં સ્થળો જોવાં અને તે કરવા માટે ચાલવાનું બહુ મહત્ત્વનું હોય છે. વીણા વર્લ્ડના ટ્રાવેલ-એક્સપ્લોર-સેલિબ્રેટ! સૂત્ર પ્રમાણે પર્યટન માટે ભરપૂર ચાલવું અને ચાલવા માટે એકદમ કમ્ફર્ટેબલ શૂઝ ઉપયોગ કરવા તે અનિવાર્ય છે અને તમે ભરપૂર ચાલશો તો જ વીણા વર્લ્ડનું પર્યટન પણ ચાલશે. આથી તમારા પગનું અમારે ધ્યાન રાખવું પડે છે. ભગવાનને પ્રાર્થના કરતી વખતે અમે પર્યટન કંપનીવાળાઓ મોટે ભાગે ‘હે ભગવાન, બધાના પગ વ્યવસ્થિત રાખ, બધાને ભરપૂર ચાલવાની ક્ષમતા આપ, ઓમ પાયો પાયાય નમ:!’ એમ કહેતા હશે.

‘પગનાં પગરખાં પગમાં જ રહેવાં જોઈએ’ એવું વાક્ય અગાઉ સ્ત્રીઓ માટે અથવા કોઈ પણ જુનિયર માનવામાં આવતી વ્યક્તિ માટે ઉપયોગ કરાતું હતું. અત્યંત ખરાબ અને એકદમ નિમ્ન સ્તરની આ કહેવત સાંભળતાં જ આંખો લાલચોળ થઈ જાય છે. દરેક માનવી મહત્ત્વનો છે, પરંતુ સ્ત્રી-પુરુષ, સિનિયર-જુનિયર વિચારોનો ધબડકો બોલાવતી આ કહેવત કોના ભેજામાંથી નીકળી હશે કોણ જાણે. મારી ફુઈ એક કિસ્સો કહેતી, બે મિત્ર હતા, રસ્તા પરથી ચાલતા હતા. ચાલતાં ચાલતાં બંનેની ચંપલ ખરડાઈ. એક મિત્રે બાજુમાં ઘાસ પર ચંપલ ઘસી નાખી અને તે ફરી ચાલવા લાગ્યો. બીજો મિત્ર થોડો ચિકિત્સક હતો. ચંપલમાં શું લાગ્યું છે તે જોવા લાગ્યો. ચંપલ હાથમાં ઊંચકી, તેનો ગંધ લીધો, હાથ અને નાકને તે ગંદકીનો પ્રસાદ મળ્યો. કઈ બાબતમાં ચિકિત્સક હોવું જોઈએ અને કઈ બાબતમાં નહીં હોવું જોઈએ તે માટે આ દાખલો આપતી. આ એક બાબતને ધ્યાનમાં રાખીને પગનાં પગરખાં… કહેવાત આ અર્થમાં બનાવનારાએ બનાવી હશે એવું માનીને મેં પોતાને મનાવી લીધી. જોક આમ છતાં તે પગનાં પગરખાંની કહેવતને લીધે આપણે ચંપલની બાબતને બહુ મહત્ત્વ આપ્યું નહીં એમ લાગે છે. કપડાંને જેટલું ફૂટેજ-મહત્ત્વ-વાહવાહ અનાદિકાળથી મળતું આવ્યું તેટલું ચંપલને મળ્યું નહીં અને તેથી આજે પણ કપડાંની સરખામણીમાં ચંપલને એટલું મહત્ત્વ મળ્યું નહીં. અર્થાત, શૂઝની કંપનીઓએ આપણા બધાના મન પર આ પગરખાંનું મહત્ત્વ ઠસાવી દીધું છે અને શૂઝ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયાં છે. આપણા આખા શરીરનો ભાર વેઠતાં, આપણી ચાલ રૂબાબદાર બનાવતાં, પગને શરીરનો ભાર સંભાળવામાં મદદ કરનારાં શૂઝ લેતી વખતે વિચાર કરવાનું જરૂરી છે. લક્ઝુરિયસ સ્ટાઈલ સ્ટેટમેન્ટવાળાં શૂઝ હોય તો પણ કમ્ફર્ટેબલ હોવું મહત્ત્વનું છે. કો કો શનેલ નામે ફ્રેન્ચ ડિઝાઈનરે કહ્યું છે, લક્ઝરી જો કમ્ફર્ટેબલ નહીં હોય તો તે લક્ઝરી હોતી નથી. એકાદ મહિલાનું વ્યક્તિત્વ આપણે તેના પરિધાન પરથી, દાગીના પરથી, હાવભાવ પરથી, તેના પર્સ પરથી જાણી શકીએ. પુરુષની બાબતમાં કહેવાય છે કે તેનું ઘડિયાળ અને તેનાં શૂઝ જોઈએ એટલે તેના વ્યક્તિત્વનો અને તેની એકંદર પરિસ્થિતિનો અંદાજ આવે છે. એક સરસ ફોર્વર્ડ હતો, ‘મારું ઘડિયાળ પાંત્રીસ્સોનું છે જ્યારે મારા મિત્રનું પાંત્રીસ લાખનું, પણ બંને સમય જ બતાવે છે ને?’ ઉત્તર હતો, ‘યે દોનો ઘડી આપ દોનોં કા આજના વક્ત બતા રહી હૈ!’ અથવા, એકંદરે ગ્લોબલાઈઝેશન-માર્કેટિંગના તંત્રોએ-મલ્ટીનેશનલ કંપનીઓએ આ ‘સ્ટાઈલ સ્ટેટમેન્ટ’ના ક્રેઝનું ઘેલું આપણા મન પર સંપર્ણ ઠસાવી દીધું છે. તેમાં કેટલું અટકવાનું અથવા તેમાંથી કેટલું ઝડપથી બહાર નીકળવાનું તે દરેકે જાણી લેવું જોઈએ. જોકે દરેક પાસે કમ્ફર્ટેબલ શૂઝ હોવાં જોઈએ તે વિચારને હું સંપૂર્ણ પુરસ્કૃત કરું છું.

સિંડ્રેલાની વાત પણ આપણને એ જ કહે છે કે શૂઝની નવી જોડી જીવન બદલી શકે છે. હવે તો આ સિંડ્રેલાના સેન્ડલના અને એકંદરે શૂઝના કેટલા પ્રકાર આવ્યા છે, છોકરીઓ માટે સ્ટિલ્લેટોઝ, પમ્પ્સ, વેજેસ, પ્લેટફોર્મ, થાય હાય, ની હાય, પીપટોસ, કિટનહિલ, ઈન્કલ સ્ટ્રેપ, મ્યુર્લ, ઓડિસી, સ્નીકર્સ, વેલિંગ્ટન, કાઉબોય, ટિંબરલેન્ડ, ક્લોગ, સ્લીપઓન… કુલ કેટલા બધા પ્રકાર. છોકરાઓની વાત કરીએ તો ડર્બી, ઓક્સફર્ડ, બ્રોગ, લોફર્સ, મોન્ક, સ્નીકર્સ, બોટ, સેન્ડલ્સ, ચુક્કા, ડેઝર્ટ, કેમ્પ વોક… એકમાત્ર વાત નિશ્ર્ચિત છે કે શૂઝ પોતાની બોડી લેન્ગ્વેજ અને પોતાનું પોશ્ર્ચર બદલે છે. આપણે કયા ટાઈપનાં શૂઝમાં કમ્ફર્ટેબલ અને સ્માર્ટ દેખાઈએ છીએ તે આપણને ખબર પડવી જોઈએ. સારાં શૂઝ લેતી વખતે તેની હિલ-ઊંચાઈ આપણને ફાવે તેટલી જ હોવી જોઈએ. આ સાથે આપણે ત્યાંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ધ્યાનમાં લેવું જોઈએ, પોઈન્ટેડ હિલ ક્યારેક ક્યારેક જોખમ લાવી શકે છે. મારી બહેનપણી એક વાર આ રીતે જ મોટા હિલવાળી સેન્ડલ પહેરીને કોઈક લગ્નમાં જવા નીકળી. સોસાયટીમાં ડ્રેનેજ પાઈપ પર કાણાવાળા ઢાંકણ પર નજર ગઈ નહીં અને તે હિલ તેમાં ફસાઈ ગઈ અને તે એવી પડી કે સીધી જ હોસ્પિટલ ભેગી કરવી પડી. ત્રણ મહિના બેડરેસ્ટ અને નોકરીમાં ફરજ પર પાછી આવવા, રુટીન શરૂ કરવા પાંચ મહિના લાગ્યા. આ રીતે ચંપલ જીવન બદલી શકે છે. આથી ચંપલ કે શૂઝની ખરીદી કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.

પર્યટન બહુ વધી ગયું છે. અગાઉ વર્ષમાં એક વાર પર્યટન કરવામાં આવતું. આજકાલ વર્ષમાં એક વાર નહીં બે વાર નહીં પણ ચાર-પાંચ વાર પર્યટન કરનારા પર્યટકો મને દેખાય છે. હાલમાં જ નેપાળની સહેલગાહમાં અમારા એક પર્યટક યશવંત બોડરે મને કહ્યું, વીણા વર્લ્ડ સાથે ફક્ત બે વર્ષમાં મારી આ દસમી ટુર છે. કહેવાનો મુદ્દો એ છે કે પર્યટન વધી ગયું છે અને હું પર્યટકોને એક સલાહ અચૂક આપું છું કે જ્યાં પણ જાઓ ત્યાં ભરપૂર ચાલો. એક્સપ્લોર કરો. અર્થાત, અમારી ઓલ ઈન્ક્લુઝિવ, મેક્સિઝમમ સ્થળદર્શન ધરાવતી સહેલગાહમાં અમે તમને ભટકવા માટે સમય આપી શકતાં નથી, કારણ કે ઓછા દિવસમાં ઘણું બધું જોવાનું હોય છે, પરંતુ સ્થળદર્શન હોય ત્યારે ભરપૂર ચાલો અને આ ભરપૂર ચાલવા માટે સારાં કમ્ફર્ટેબલ શૂઝ તમારા પગમાં હોવા જોઈએ. પ્રવાસમાં મોસ્ટ સૂટેબલ સ્પોર્ટસ શૂઝ સતત પગમાં હોવા જોઈએ, જેથી થાક લાગતો નથી. મારી ફેન્ટસી એટલે મને ચાલીને વિશ્ર્વ પ્રદક્ષિણા કરવી છે. અર્થાત, આ જન્મે તે શક્ય બનશે એવું લાગતું નથી, કારણ કે જવાબદારીઓ અને પ્રાયોરિટીઝ અલગ છે, પરંતુ આજે પણ મારા દુનિયાભરના પ્રવાસમાં હું ફક્ત હેન્ડબેગ લઈને ફરતી હોઉં છું છતાં પગમાં વોકિંગ શૂઝ અને બેગમાં જોગિંગ શૂઝ અવિભાજ્ય અંગ તરીકે ખાસ રાખું છું. જ્યારે મળે ત્યારે ચાલવાનું. અમારા પર્યટનની ભાષામાં કહીએ તો, ‘અ જર્ની ઓફ થાઉઝન્ડ માઈલ્સ બિગિન્સ વિથ અ ગૂડ પેર ઓફ શૂઝ…’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*