Published in the Sunday Gujarat Samachar on 13 July 2025
હું હંમેશાં વધુ સામાન લઈને જ પ્રવાસે નીકળતો. ઘણા બધા પ્રવાસીઓની જેમ હું પણ એવું માનતો કે સફળ ટ્રિપમાં દરેક શક્ય સ્થિતિ માટેતૈયાર રહેવું આવશ્યક હોય છે, જેમ કે, દરેક પ્રકારના હવામાન માટે અલગ અલગ કપડાં, દરેક માર્ગો માટે અલગ અલગ જૂતાં,દરેક મૂડ માટે ટેક ગેજેટ્સ અને મેં ક્યારેય વાંચવાનું સમાપ્ત નહીં કર્યું હોય તેવાં પુસ્તકો. મારી સૂટકેસ ઊભરાઈ જતી અને તે છતાં કોઈક રીતેમને એવું મહેસૂસ થતું હતું કે મારી પાસે યોગ્ય ચીજો નથી.
જોકે વર્ષોનાં વહાણાં વીતવા સાથે પ્રવાસે મને અલગ જ બાબત શીખવી છે. તે ધીમેથી શરૂ થયું, સૌપ્રથમ જૂતાંની બીજી જોડી પડતી મૂકી,તે પછી મને ખ્યાલ આવ્યો કે મારો ફોન સારું કામ કરી રહ્યો છે તો પછી આખી કેમેરા કિટની શું જરૂર છે. આખરે હલકું પેકિંગ લઈ જવાની આદત પડી ગઈ અને તે પછી ફિલોસોફી. આજે દુબઈમાં વીકએન્ડ પર જાઉં કે ઈટાલીમાં બે સપ્તાહ માટે જાઉં કે સાઉથ અમેરિકાના પ્રવાસે જાઉં, હું ફક્તએક સ્ટ્રોલર નાની બેગ અને એક ચેક-ઈન બેગ લઈને જાઉં છું. અને દરેક વખતે મને શારીરિક તેમ જ માનસિક રીતે પણ હલકું મહેસૂસ થાય છે.
તેનું કારણ આ રહ્યુંઃ હલકા પેકિંગ સાથે પ્રવાસ તમે દુનિયા જે રીતે જુઓ છો તેમાં પરિવર્તન લાવી દે છે. તમે વધુ મુક્ત રીતે હરીફરી શકો છો, લોજિસ્ટિક્સ વિશે ઓછું વિચારો છો અને તમારી આસપાસ બધું બરોબર જુઓ છો. તમે બેગ સાથે કુસ્તી કરતા નથી કે સર્વ બેગો માટે બેગેજબેલ્ટ ખાતે વાટ જોતા નથી. તમે સહજ રીતે એરપોર્ટની બહાર નીકળી જાઓ છો, ટ્રેનમાં ચઢઊતર કરી શકો છો અને શહેરોમાં ભટકી શકો છો.અને વિચિત્ર છતાં સુંદર રીત એ છે કે તમારા મનમાં પણ તમે ઓછું રાખવાનું શરૂ કરો છો.
આથી આ લેખમાં હું પેકિંગ હલકું રાખવાનો ખરેખર અર્થ શું છે, તે કમસેકમ એક વાર અજમાવવાનું મહત્ત્વપૂર્ણ કેમ છેઅને નાની બેગ મોટાં સાહસો પ્રેરિત કઈ રીતે કરી શકે તે વિશે સમજાવવા માગું છું.
ઓછો સામાન જોડે રાખવો એટલે શું
હલકું પેકિંગ એટલે તમારી સૂટકેસમાં જગ્યા બચાવવી એવો અર્થ થતો નથી. તે તમારી વિચારધારામાં બદલાવ લાવવાની વાત છે.અને તેના હાર્દમાં તેનો અર્થ હેતુ સાથે પ્રવાસ કરવાનો છે. તમે દરેક વખત કોઈ ચીજ ઉમેરતા હોય ત્યારે પોતાને પૂછો,"શું મને ખરેખર આની જરૂર છે? આ માત્રાને બદલે વરાઈટી, ગુણવત્તા પસંદ કરવા જેવું છે. ઉપયોગ વિના રહી જાયએવી ત્રણ-ત્રણ જોડીને બદલે જૂતાંની એક એવી જોડી લેવી જોઈએ જે દરેક આઉટફિટ પર ચાલે.
તેનો અર્થ એ પણ છે કે તમારી પાસે તે વધારાનું જેકેટ અથવા તે વિશેષ ચાર્જર નહીં હોય તો કશું ખોટું થઈ શકે એવો ભય જતો કરવો.મોટા ભાગના કિસ્સામાં તમને જણાશે કે તમે જ્યાં પણ જાઓ છો ત્યાં શું જરૂરી છે તેની તમને મોટે ભાગે બિલકુલ જરૂર નહોતી એવું મહેસૂસ થશે.
હલકું પેકિંગ એટલે નિયંત્રણ હોવાનું મહેસૂસ કરવું. તે હરવાફરવામાં, એરપોર્ટથી એરપોર્ટ અવરજવરમાં, સ્થાનિક બસોમાં ચઢઊતર કરવામાંઅને મોટી બેગેજ ફી ટાળવાની અને લગેજ ગુમ થવાની ચિંતા નહીં કરવાની ખુશીની બાબત છે. અને તમારી હોટેલ રૂમમાં પહોંચવું,તમારી બેગ ખોલવી અને તમને જરૂરી બધું જ એક નાની, સંગઠિત જગ્યામાં છે તે જોવાની લાગણી વિશે વિચારો.
મારી ગો-ટુ પેકિંગ ટ્રિક્સ
વર્ષોનાં વહાણાં વીતવા સાથે અને ઘણી બધી અજમાયશ અને ભૂલો કર્યા પછી મેં પેકિંગની અમુુક એવી આદતો કેળવી છેજે મને ક્યારેય નિષ્ફળ બનાવતી નથી. આ કોઈક દેશી યાદીમાં તમને મળી આવશે નહીં, પરંતુ હરવાફરવા સમયનો નિખાલસ બોધ છે.
વિવિધ રંગોની પસંદગી કરો. 2-3 બેઝ કલર (બ્લેક, વ્હાઈટ, ગ્રીન, નેવી બ્લુ, જે પણ તમને અનુકૂળ જણાય) પસંદ કરો અને તમે પેક કરોતે દરેક ચીજ અન્ય કશાક સાથે સુમેળ સાધે તેની ખાતરી રાખો. આ રીતે તમે સમાન લૂક દોહરાવવાને બદલે મિક્સ એન્ડ મેચ કરી શકો છો.
મહત્તમ ત્રણ જૂતાં. એક જોડી તમે ફ્લાઈટમાં (સામાન્ય રીતે સ્નીકર) પહેરશો, એક જોડી રાતના ડિનર અથવા મિટિંગ સમયે (લોફર્સ અને સેન્ડલ્સ) અને એક બીચ અથવા એડવેન્ચર (ટ્રિપને આધારે ફ્લિપ- ફ્લોપ્સ અથવા હાઈકિંગ શૂઝ) અને તેથી વધુ બિલકુલ નહીં.
ફોલ્ડ નહીં, રોલ કરો. રોલિંગ કરવાથી જગ્યા બચે છે અને કરચલીઓ ઓછો પડે છે. ખાસ કરીને મુલાયમ કપડાં, જેમ કે, ટી-શર્ટ,ડ્રેસ અથવા ટ્રેક પેન્ટ્સ. પેકિંગ ક્યુબ્સ વસાવો. તેનાથી મારી પ્રવાસની પરિભાષા બદલાઈ ગઈ છે. તમે પ્રકાર અથવા દિવસ અનુસારકપડાં ગ્રુપ કરી શકો અને તેને બરોબર કોમ્પ્રેસ કરો. જો તમે સપ્તાહો સુધી બેગની બહાર છોડી જાઓ તો પણ તે જીવનદાયી છે.
હંમેશાં એક સારું આઉટફિટ પેક કરો. જો તમે કેઝ્યુઅલ ટ્રિપ પર હોય તો પણ અણધાર્યું ડિનર અથવા ઈવેન્ટમાં હાજરી આપવી પડી શકે છે,જે સમયે તમારી પાસે સ્વચ્છ શર્ટ, ડ્રેસ અથવા જરૂરી કશું પણ હોય તો તમને ખુશી થશે.
રિવેર, રિપર્પઝ, રિપીટ. એક જ આઉટફિટ બે વાર પહેરવામાં કોઈ વાંધો નથી. અથવા બીચ સરોંગને હવાદાર રાત્રિના હલકી શાલમાં ફેરવી દો. લક્ષ્ય રોજ નવી વ્યક્તિ દેખાવાનું નથી, પરંતુ આરામદાયક, આત્મવિશ્વાસુ અને પ્રસ્તુત દેખાવાનું હોવું જોઈએ.
પરિવાર સાથે હોય ત્યારે હલકું પેકિંગઃ હા, તે શક્ય છે!
હવે મને સમજાયું. એકલા પ્રવાસી હોય ત્યારે ઓછો સામાન લેવો તે એ બાબત છે, પરંતુ પરિવાર હોય ત્યારે સાવ અલગ બાબત છે.ખાસ કરીને તમે સંતાન સાથે પ્રવાસ કરતા હોય. જોકે સમયાંતરે મેં શીખ્યું છે કે તે બની શકે અને વાસ્તવમાં પ્રવાસને વધુ સહજ બનાવી શકે છે.
અમારે માટે તે આ રીતે કામ કરી ગયુંઃ એક વ્યક્તિ દીઠ એક બેગ. કોઈ અપવાદ નહીં. નાના બાળક સહિત દરેકને પોતાની બેગ મળે છે.રાયાની બેગમાં તેનાં કપડાં, તેનાં મનગમતાં રમકડાં અને જરૂરી વસ્તુઓ હોય છે. કમ્પાર્ટમેન્ટ અનુસાર ગોઠવવાથી સંગઠિત રહી શકાયઅને છેલ્લી ઘડીએ શોધાશોધની ઝંઝટ ટળે છે.
સમાન ચીજો આદાનપ્રદાન કરો. ટોઈલેટરીઝ, દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ અને ચાર્જર્સ એક પાઉચમાં રાખી શકાય.સનસ્ક્રીનની ત્રણ અલગ અલગ બોટલ અથવા પાંચ ચાર્જર લેવાની જરૂર નથી. આવું કરતાં જગ્યા બચશે અને વજન ઓછું થશે.
વર્સેટાલિટી તમારો ફ્રેન્ડ છે. બાળકો માટે લેયર્ડ હોઈ શકે તેવાં કપડાં પેક કરો. ટી-શર્ટ ગરમ દિવસો માટે કામ કરી શકે અને ઠંડી સંધ્યા માટેહૂડી હેઠળ બેઝ તરીકે કામ કરી શકે છે. આ જ રીતે જૂતાં એવાં પસંદ કરો જે ચાલવા, દોડવા અને પ્રાસંગિક માટીમાં ધીંગામસ્તી કરવા માટેપણ ઉપયોગી થાય.
`જો ફલાણું થાય તો'ને નામે પેક નહીં કરો. હા, બાળકો વિશે અંદાજ લગાવી નહીં શકાય, પરંતુ દરેક સંજોગો માટે અતિપેકિંગ બોજમાંઉમેરો જ કરે છે. દુનિયાભરમાં મોટા ભાગના સ્ટોર્સ અને ફાર્મસીઓ છે. તમને જરૂરી હોય તે ત્યાંથી લઈ શકો છો.
એક એક્ટિવિટી કિટ = કલાકોની શાંતિ. આ અમારી મેજિક ટ્રિક રહી છેઃ ક્રેયોન્સ, નોટપેડ, સ્ટિકર્સ અને કદાચ એક કે બે નાનાં રમકડાં સાથેએક નાનું ઝિપ પાઉચ. ફ્લાઈટ્સમાં, રેસ્ટોરાં અથવા પરિવહન માટે વાટ જોતા હોઈએ ત્યારે પણ તે જીવનદાયી બની જાય છે.
પરિવાર જોડે હોવા છતાં ઓછો સામાન લેવો તેનો અર્થ કમ્ફર્ટનો ત્યાગ કરવો એવો થતો નથી. તેનો અર્થ ખરેખર શું મહત્ત્વપૂર્ણ છેતેની પસંદગી કરવી. તેનો અર્થ ઓછો તાણ, ઓછી બેગ અને તમે નિર્માણ કરવાના હોય તે યાદો માટે વધુ અવકાશ.
તો અંતે હું ફક્ત એટલું જ કહીશઃ ઓછો સામાન પેક કરવો એટલે ત્યાગ આપવો એવું નથી. તે આઝાદીની બાબત છે. આસાનીથી હરફર કરવાની, ઉત્સ્ફૂર્ત રહેવાની અને સામાનને બદલે અનુભવો પર એકાગ્ર રહેવાની આઝાદી છે. તમે પાછળ છોડી જાઓ તે દરેક ચીજ કશાક બહેતર માટેઅવકાશ બનાવે છેઃ વાર્તાલાપ, સૂર્યાસ્ત, તમે ધારી નહીં હોય તેવી યાદો.
તો આગામી સમયે શું જોડે લેવું જોઈએ એવું વિચારતાં ખુલ્લી સૂટકેસ સામે ઊભા હશો ત્યારે યાદ રાખો, ઓછો સામાન, વધુ વાર્તાઓ.આજની વાત અહીં પૂરી કરું છું. હંમેશની જેમ કહું છું, જીવનની ઉજવણી કરતા રહો. ફરી આગામી સપ્તાહમાં મળીશું.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.