Published in the Sunday Mumbai Samachar on 29 June 2025
સ્થળની વિશેષતા દર્શાવતાં માચા, માતે અને ફ્લેવર્સ
એક વખત મને અમસ્તો જ વિચાર આવ્યો કે ચા-કોફી જેવા સાદા પીણા માટે ટ્રિપ પર વળગી રહેવાનું તમારી સાથે કેટલી વાર બને છે?એકાદ ફેન્સી રેસ્ટોરન્ટમાં નહીં, પરંતુ સ્થાનિક સ્તરે ચા-કોફીનો ઘૂંટડો માણવા માટે આવું બન્યું છે? અમુક વાર તમે એકાદ સ્થળે પહોંચતાંજ ચા-કોફી પીવાનું મન થઈ જાય છે. અમુક વાર તે તમને ચકિત કરે છે અને અમુક વાર તે તમારી ટ્રિપની એક હાઈલાઈટ બની જાય છે.
આથી આ સપ્તાહમાં મેં વિચાર્યું કે મારે કશુંક અલગ કરવું જોઈએ. ડેસ્ટિનેશન ગાઈડ નહીં, ટોપ 10 યાદી નહીં,ફક્ત મેં માણેલા આ પીણા વિશે કહેવા માગું છું અથવા મને આશા છે કે એકાદ સ્થળ વિશે ખરેખર કશુંક વાસ્તવિક તમને કહી શકું.
જાપાનમાં માચાઃ મેં જાપાનમાં વિતાવેલા સમય દરમિયાન મારે માટે એક પીણું યાદગાર રહી ગયું છે અને તે છે, માચા. આ ફક્ત ચા નથી, પરંતુ સંપૂર્ણ અવસર છે.એક વખત હું ક્યોટોમાં શાંત તાતામી રૂમમાં પગ પર પગ ચઢાવીને બેઠેલો હતો અને ટી માસ્ટરને લીલા રંગની ભૂકી કશુંક મલાઈદારમાં નાખીને ધીમે ધીમે ઉછાળતો જોયો તે આજે પણ યાદ છે. ખાંડ નહીં, દૂધ નહીં, ફક્ત સહેજ કડવું પીણું, જે તમને કોઈક રીતે જકડી રાખે છે.
જાપાનમાં માચા ફક્ત સેવન કરાતું નથી, પરંતુ તેનો આદર કરાય છે. તેની આસપાસ સંપૂર્ણ ટી સેરિમની ધીમી, માઈન્ડફુલ અને અચૂક હોય છે. તમારે ઉતાવળ કરવાની જરૂર નથી.
તે સદીઓની પરંપરાનો ભાર વહન કરે છે અને લોકો તેને બહુ જ આદરથી જુએ છે. અને મારા જેવા અમુક લોકો સામાન્ય રીતે એકથી અન્ય સ્થળે ભટકતા હોય તેમને માટે તે ખરેખર થોભવાનું કારણ આપે છે. એક કપ અને અચાનક તમે હવે પછી શું એ વિચારતા નથી, પરંતુ તમે ત્યાં મોજૂદ હો છો. મેં ટોકિયો, ઓસાકા, ક્યોટોમાં માચા માણ્યું છે અને દરેક વખતે શહેરની બહારી દોડધામ વચ્ચે પણ તે તમને બે ઘડી રોકી રાખે છે.
જાપાનમાં માચા તમને કશુંક શીખવે છે, જે ઘણાં બધાં સ્થળો પ્રયાસ કરે છે, પરંતુ જૂજ સફળ થાય છે. તે છે રોકાયા વિના ધીમા કઈ રીતે પડવું?
ઈસ્તંબુલમાં ટર્કિશ કોફીઃ જાપાનમાં માચા એટલે ધીમા પડો અને શાંતિનો બે પળ આનંદ લો ત્યારે ટર્કિશ કોફી તેની સાવ વિપરીત છે. તે વાર્તાલાપ સાથે સંકળાયેલી છે. લાઉડ, લેયર્ડ અને જીવનથી સમૃદ્ધ. આ પીણું તમને ટટ્ટાર બેસીને માણવા માટે પ્રેરિત કરે છે. તે નાના, મનોહર કપમાં પીરસવામાં આવે છે,પરંતુ તેના આકારથી ભરમાઈ નહીં જતા, તે બોલ્ડ, ઘટ્ટ અને નિર્વિવાદ રીતે સઘન છે.
મેં ઈસ્તંબુલમાં એક બાજુ બોસ્પોરસ સ્ટ્રેઈટ અને બીજી બાજુ ઊભરતા હાગિયા સોફિયાના ડોમના નજારા સાથે ગલીમાં નાના કેફેમાંપ્રથમ ટર્કિશ કોફી માણી. કોફી એક ગ્લાસ પાણી અને લોકમ (ટર્કિશ ડિલાઈટ)ના નાના ચોકઠા સાથે આવી. આ જ ખરી મજા છે.હું નિખાલસતાથી કહું છું કે ટર્કિશ કોફીનો મોટો ચાહક નથી. તે ફિલ્ટર રહિત હોય છે, જેથી તમને તળિયે તેનું પોત હોય છે.આ પીણું મારું ફેવરીટ નથી, છતાં આ પરિપૂર્ણ અનુભવ છે, જે તેને અલગ તારવે છે.
કારણ કે કપ ખાલી થયા પછી વાત પૂરી થતી નથી. ટર્કીમાં કોફીનું તળિયું વાંચવાની પરંપરા છે. તમે કપ ફ્લિપ કરો,તેને ઠંડો થવા દો અને કોઈક, સામાન્ય રીતે મિત્ર અથવા કેફે માલિક તેની શૈલીને જ્યોતિષની જેમ વાંચી સંભળાવે છે. આ હૃદયસ્પર્શી,મોજીલું અને સાવ અણધાર્યું હોય છે. જોકે એક પળ તે સાદા પીણામાં ફેરવાઈ જાય છે, જેના ઘૂંટડા ભરતાં ભરતાં તમે કોઈની સાથેહસીમજાક કરી શકો છો અથવા વાર્તાલાપ કરી શકો છો.
આર્જેન્ટિનામાં યેર્બા માતેઃ હું આર્જેન્ટિનામાં હતો ત્યારે એન્ટાર્કટિકામાં જતી વખતે મને વર્ષોથી હું કશુંક સાંભળતો આવ્યો તે અજમાવવાની તક મળીઃ યેર્બા માતે.તમે ઘણી વાર જોયું હશે કે લિયોનેલ મેસ્સી મેચ, ટીમ બસ અથવા ઈન્ટરવ્યુ દરમિયાન માતેના ઘૂંટડો ભરતો હોય છે.જો મેસ્સી તેવું કરતો હોય તો નિશ્ચિત જ આખો દેશ તેવું કરવા માટે ઘેલો બને છે!
ત્યાં આ પીણું નથી, પરંતુ રસમ છે, જે લગભગ સાંસ્કૃતિક હેન્ડશેક જેવું છે. હું પાર્ક, ગલીના ખૂણાઓ, એરપોર્ટ સહિત જ્યાં પણ ગયો ત્યાં લોકોને નાના સમૂહમાં ભેગા થયેલા અને આ ધાતુના સ્ટ્રો સાથે આ પીણું આસપાસ આપતા જોયા છે, જાણે તે એકાદ સમારંભમાં હિસ્સો હોય.
માતે સૂકા યેર્બાનાં પાનથી બનાવવામાં આવે છે. તે ગરમ પાણીમાં સ્ટીપ કરાય છે અને ગોળ ગુર્ડમાં પીરસવામાં આવે છે,જે બોંબિલા (ધાતુનો સ્ટ્રો) સાથે જ પીવામાં આવે છે. તે અર્ધી, કડક, સહેજ કડવું અને આશ્ચર્યકારક રીતે ઘૂંટડો ભરતાં જ સુખદ અહેસાસ આપે છે.
માતેનો એક અકથિત નિયમ છે. તે એ કે તમે તેને નકારી નહીં શકો. તમે ગુર્ડ લો, ઘૂંટડો ભરો અને તે પછી અન્યને આપો. એક કપ. ઘણા બધા લોકો. આ આમંત્રણ છે અને હા કહેવાનો અર્થ એક પળ પણ કેમ નહીં, પરંતુ વર્તુળનો તમે હિસ્સો બની ગયા એવો અર્થ થાય છે.
ભુટાનમાં બટર ટીઃ મેં બટર ટી અજમાવી નહોતી, પરંતુ તે ક્યાં અજમાવી શકાય તે હું બરોબર જાણું છુંઃ ભુટાનમાં હિમાલયની ટોચ પર,જ્યાં હવા પાતળી હોય છે, નિસર્ગસૌંદર્ય અદભુત હોય છે અને ચા સાકર અને દૂધ સાથે નહીં પણ યાક બટર અને નમક સાથે આવે છે.તેને સુજા તરીકે ઓળખવામાં આવે છે અને મેં જે વાંચ્યું અને સાંભળ્યું છે તે પરથી તે તમારું લાક્ષણિક કમ્ફર્ટ ડ્રિંક નથી.તે સમૃદ્ધ, સ્વાદિષ્ટ અને ઉષ્માભર્યું છે, જે ચા કરતાં સૂપ વધુ લાગે છે.
મોટા ભાગના લોકો કહે છે કે તેનો પ્રથમ ઘૂંટડો મૂંઝવણમાં મૂકી દે છે. જોકે બીજો અથવા ત્રીજો ઘૂંટડો ભરતાં તેનો અર્થ સમજાય છે.ખાસ કરીને તમે બરફાચ્છાદિત પહાડીઓ અને ઠંડા પવન સાથે ઘેરાયેલા હો છો. તે રિફ્રેશિંગ થવા માટે નથી, પરંતુ તે તમને સક્ષમ રાખવા,તમને ઊર્જા, હાઈડ્રેશન અને ઠંડીમાં ગરમી આપવા માટે છે. આ એવું પીણું છે જેનું અસ્તિત્વ તેના વાતાવરણને કારણે છે અને મને તે જ ગમે છે.
બટર ટી મારી યાદીમાં ટોચ પર નથી. અને હું આખરે મારી પ્રથમ ખારી, ગરમ બટર ટી માણીશ ત્યારે મને લાગે છેકે આ એક એવો અવસર હશે તે ટ્રિપ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી યાદ રહેશે.
મલેશિયામાં તેહ તારિકઃ મલેશિયાનું વહાલું રાષ્ટ્રીય પીણું તેહ તારિક વિશે કશુંક તુરંત ગમી જાય એવું છે. આ કડક બ્લેક ટી અને ક્નડેન્સ્ડ દૂધનું મિશ્રણ છે,પરંતુ તે જે રીતે બનાવવામાં આ છે એ તેને વિશેષ બનાવે છે. નામનો અર્થ "પુલ્ડ ટી છે અને ખેંચવાની બાબત છે ત્યાં જ અસલી ચમત્કાર છે.ચા ઉપરથી રેડવામાં આવે (કટિંગ ચા અથવા ફિલ્ટર કોફીની જેમ), અમુક વાર તો બે કપ વચ્ચે હાથની લંબાઈથી રેડવામાં આવે છે,જે તેને સ્વાદિષ્ટ અને લહેજતદાર બનાવે છે.
મેં પ્રથમ વાર કુઆલા લમ્પુરમાં એક હોકર સેન્ટરમાંથી તે માણી હતી અને નિખાલસતાથી કહું તો તે બનાવવાની રીત પણ તેટલી જ મજેદાર હતી. ફેરિયાએ હજારો વાર (અને તેણે કર્યું જ હોય છે) કર્યું હોય તે રીતે બે કપ વચ્ચે ઉપરથી રેડે છે અને દરેક ટીપું બીજા કપમાં અચૂક જઈને પડે છે. એકેય ટીપું ઢોળાતું નથી, ફક્ત સ્ટાઈલ છે. અને તે પછી સ્વાદ, મીઠાશ, મલાઈદાર અને ઉત્તમ સંતુલનની બાબત આવે છે.આ રીત આસાન લાગતી હોવા છતાં તેનાથી પરિચિત હોય તેઓ જ આવું કરી શકે છે.
જોકે મને સૌથી વધુ એ વાત ગમી કે મારી આસપાસના દરેક ટેબલ પર તેહ તારિકનો ગ્લાસ હતો. તેહ તારિક ફેન્સી નથી, પરંતુ તે તેવું હોવું જરૂરી પણ નથી. તેમાં ગુણ છે, મોહિની છે અને સાકરની યોગ્ય માત્રા છે અને અમુક વાર એક કપમાંથી તમને તે જ જોઈતું હોય છે.
થાઈલેન્ડમાં નારિયેળ પાણીઃ હું આ સન્માનજનક ઉલ્લેખ લેખનો અંત પૂર્વે કરવા માગતો હતો. મારો વિશ્વાસ કરો તો આમાં મગજ દોડાવવાની જરૂર નથી.થાઈલેન્ડમાં નારિયેળ પાણી સાવ અલગ સ્વાદ ધરાવે છે. એકદમ તાજગીપૂર્ણ, મીઠ્ઠો, ઠંડો અને વધુ જીવંત. તે ગરમીને કારણ હોઈ શકે છે.પરંતુ જે પણ હોય તે અફલાતૂન છે. તે ગૂંચભર્યું નથી, પરંતુ અસલ છે. અને અમુક વાર ઉત્તમ પ્રવાસ પળ આવી જ હોવી જોઈએ.
આ સિવાય પણ હું ઘણાં બધાં પીણાં વિશે લખી શકું એમ છું. ઈટાલીમાં એસ્પ્રેસ્સો, મોરોક્કોમાં મિંટ ટી, ભારતમાં શેરડીનો રસ,ક્રિસમસ દરમિયાન જર્મનીમાં મુલ્ડ વાઈન અથવા ગરમીની બપોરે તાજી લાઈમ સોડા પણ છે. આ દરેકની પોતાની વાર્તા છે,પોતાની પાર્શ્વભૂ છે. જોકે તે વિશે ફરી ક્યારેક વાત કરીશું. કારણ કે આ યાદી તો હજુ શરૂઆત છે. દુનિયા પાસે ઓફર કરવા જેવું ઘણું બધું છે,એક સમયે એક ઘૂંટડો.
આવાં પીણાં તમને સ્થળ વિશે ઘણું બધું કહી જાય છે એ ખરેખર મજેદાર વાત છે. અચૂકતાથી રેડવું, વર્તુળમાં બેસીને આદાનપ્રદાન કરવું,વાર્તાની જેમ વાંચવું કે નારિયેળમાં ઠંડું ઠંડું પીરસવું, દરેકની ફ્લેવરની પર એક વાર્તા છે. તે સંસ્કૃતિ, રસમ અને યાદ ધરાવે છે.તો આજે વાત અહીં પૂરી કરું છું. ફરી આગામી સપ્તાહમાં મળીશું. ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.