Gujarati

હવે કરીએ આવતીકાલની વાત!

Reading Time: 5 minutes

પહેલા જ બહુ મોડુ થઈ ગયુ છે. કોઈને દોષ આપ્યા કરવા કરતા આગામી દસ વર્ષમા આપણે શુ કરીએ તો આવનારી અનેક પેઢીઓ ભારતનો પર્યટન સમૃદ્ધિનુ ગૌરવ માનશે. બ્રિટિશોએ બાધેલા ગેટવે ઓફ ઈંડિયા અને ઈંડિયા ગેટની કમાન, મોગલોએ બાધેલા ગાર્ડન્સ, તાજમહલ, રેડ ફોર્ટ, કુતુબમિનાર વગેરે પર્યટકોને બતાવી બતાવીને અમને ખરેખર કટાળો આવી ગયો છે.

છેલ્લા પાત્રીસ વર્ષ પર્યટન ક્ષેત્રમા છુ પણ એક  ણ દિવસ કટાળાજનક ગયો નથી તેનુ કારણ શુ હોઈ શકે તે વિચાર કરતી હતી. આમ જોવા જઈએ તો આ ક્ષેત્ર થોડુ પડકારજનક અને સરકાર તરફથી દુર્લક્ષિત છે. જોકે એકહથ્થુ સત્તા આવવાથી, બીજી વાર સત્તા પર આવેલી હાલની મજબૂત સરકાર પાસેથી ટુરીઝમની દૃષ્ટિથી દમદાર પગલા લેવામા આવશે એવી આશા આપણે બધા દેશપ્રેમી અને પર્યટનપ્રેમી ભારતીયો રાખીને બેઠા છીએ. ‘સવાસો કરોડ ભારતીય’ આ શબ્દ હવે આપણા બધાને પરિચિત થઈ ગયા છે. આપણે જોકે તેના તરફ દુર્લક્ષ કરી રહ્યા છીએ. ટુરીઝમની બાબતમા જો દરેક રાજ્યમા આપણે પર્યટનલક્ષી આકર્ષણો નિર્માણ કરી શકીએ તો આ જ સવાસો કરોડ ભારતીયો એક રાજ્યમાથી અન્ય રાજ્યમા મોટી સખ્યામા અને ગૌરવભેર પર્યટન કરતા થશે અને તે સમયે અનેક હાથોને કામ મળશે. એક પર્યટક કમસેકમ આઠ લોકોને કામ આપે છે એવુ આકડા શાસ્ત્રીઓ કહે છે. આનો ગુણાકાર કરીએ તો આખો પહોળી થયા વિના રહેશે નહીં. નોકરીઓ નિર્માણ કઈ રીતે કરવી તે પ્રશ્ર્ન જ નહીં રહેશે! આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગને લીધે અનેક નવા અસખ્ય વ્યવસાયમાથી માનવીઓની અને નોકરીઓની બાદબાકી થઈ રહી છે, થવાની છે. કામો ઓછા થવાથી સમાજમા આર્થિક અશાતિ પેદા થવાની જ છે, પણ તેના કરતા જોખમી હશે માનસિક અસતુલન. ખાલી હાથ અને નિરાશ મન સમાજ, રાજ્ય અને દેશને કોરી ખાવા માટે પૂરતા ઠરશે. ‘એ.આઈ.- એમ.એલ.-આઈ.ઓ.ટી.’ આ નવીનતાને આપણે રોકી નહીં શકીએ. આપણા જીવનમા તેને આવકારવાનુ હવે અનિવાર્ય છે. તેણે ધીમે ધીમે કબજો લેવાની શરૂઆત કરી જ છે. નોકરીઓ પર હથોડો લાવનારુ, હાથોના કામો છીનવી લેનારુ આ સકટ આપણે રોકી નહીં શકીએ. તેથી તેનો મુકાબલો કરવો જોઈએ અને તે માટે જ મને ટુરીઝમ અથવા પર્યટન બહુ મોટી તક લાગે છે. આ સર્વિસ ઈન્ડસ્ટ્રી છે. અહીં લાડ – પ્યાર – ભાવનાઓનો મામલો છે, દરેક પગથિયા પર માનવીની જરૂર પડવાની છે. અન્ય વ્યવસાયમા ઓછી થનારી નોકરીઓનુ પ્રમાણ અહીં સરભર કરવા માટે મદદ કરશે અને તે પણ મોટા પાયે. સિંગાપોર, દુબઈ જેવા દેશો તરફથી આપણે પ્રેરણા લેવી જોઈએ. આ બને દેશો પાસે નિસર્ગના આશીર્વાદ નથી કે ઈતિહાસના નથી. આટલુ જ નહીં, પીવાના પાણીની પણ અકાલ છે. દેશના ઉદ્ધાર માટે ટુરીઝમ ક્ષેત્ર મહત્ત્વની ભૂમિકા ભજવશે તે તેમની દૂરદૃષ્ટિએ પારખી લીધુ અને પર્યટન માટે આકર્ષણોની તેમ જ તેને જોઈતી સલગ્ન સુખસુવિધાઓ અત્યત તેજ ગતિથી એ રીતે નિર્માણ કરી કે દુનિયાએ આશ્ર્ચર્ય સાથે મોંમા આગળા નાખી દીધા. પર્યટન વિકાસની બાબતમા આ દેશ હવે શ્રે:તાની સ્પર્ધામા ઊતરીને ભવિષ્ય માટે ઘણુ નિર્માણ કરી રહ્યા છે. વર્તમાનમા તેમણે ટુરીઝમના જોરે દુનિયાને પોતાની તરફ ખેંચી અને ટુરીઝમ એક મહત્ત્વની ઈન્ડસ્ટ્રી બની ગઈ. તેમની પાસે કશુ નહોતુ એવી વિપરીત પરિસ્થિતિમાથી કદાચ નવેસરથી કાઈક નિર્માણ કરવાની, તે પણ તેજ ગતિથી કરવાની જીદદ્દ તેમની અદર ર્મિાણ થઈ હોવી જોઈએ. મોટા ભાગે આપણો ઘોડો અહીં જ અટક્યો છે.

આપણી પાસે નિસર્ગે, ઈતિહાસે, ભૂગોળે એટલુ બધુ અસીમિત આપ્યુ છે કે આપણે સ્વસ્થ બેસી રહ્યા અને સુસ્ત બની ગયા. હીરાના પાસા પાડ્યા પછી અને આકર્ષક ઢાચામા ગોઠવ્યા પછી જ તેની કિંમત વધે છે તેવુ આપણુ દરેક પર્યટન આકર્ષણનુ છે. નિસર્ગ દ્વારા બહાલ કરેલા આ હીરાઓમા ભારતના માથે-મુગટ પર બિરાજમાન થયેલા હિમાલયે કાશ્મીરથી અરુણાચલ સુધી તેના પગથિયે વસેલા દરેક રાજ્યને બરફાચ્છાદિત પર્વતોએ, નદી- નહેરોએ, લીલીછમ વનરાજીએ એવુ કાઈક સુદર બનાવ્યુ છે કે દુનિયા ચકિત થઈ જાય, જરૂર છે મૂળભૂત-પાયાભૂત સુખસુવિધાઓની. આજે અહીં ક્યાય પણ જતા પર્યટકોને થોડા ઘણા અશે અસુવિધાઓનો સામનો કરવો જ પડે છે. તે પછી દિલ્હી, આગ્રા, રાજસ્થાન, મધ્ય પ્રદેશનો વિચાર કરીએ તો અહીં ઈતિહાસે એટલી અસીમિત ગૌરવશાળી પરપરા આપણી ઝોળીમા નાખી છે કે દુનિયાના પર્યટકો તેનો પીછો કરતા આપણા સ્વદેશી પર્યટકો કરતા પણ મોટા પાયે ભારતમા પર્યટન કરી રહ્યા છે. કોલકત્તા પણ થોડા ઘણા અશે તેવુ જ છે. ગુજરાતે જોકે છેલ્લા દસ-પદર વર્ષમા અનેક પર્યટનલક્ષી બાબતો નિર્માણ કરીને આપણા દેશના અને વિદેશી પર્યટકોને પોતાની તરફ આકર્ષ્યા છે. અમારી પાસે મોટા પાયે ગુજરાતની સહેલગાહ છે તે તેનુ જ પ્રતિક છે. મહારાષ્ટ્રને મુબઈ એ આર્થિક રાજધાની શ્રીમત કરી ગયુ ખરુ પણ તેને લીધે પર્યટન તરફ દુર્લક્ષ થયુ. કર્ણાટકે પણ ટુરીઝમ સારી રીતે વિકસિત કર્યું એવુ કહી શકાય. બેંગલોર આઈટી કેપિટલ બની, પૈસાનો ધોધ શરૂ થયો પણ તેમણે ટુરીઝમ તરફ દુર્લક્ષ કર્યું નહીં એ તેમનુ જમાબાજુ છે. તે દૃષ્ટિથી દક્ષિણ તરફ કેરળે પર્યટનનુ મહત્ત્વ ઓળખ્યુ અને ‘ગોડ્સ ઓન ક્ધટ્રી’ કહીને પોતાને દુનિયાના પર્યટન નકશા પર અવ્વલ નબર પર લાવીને મૂક્યુ. બહારના દેશોએ તો ઠીક પણ આપણા પોતાના દરેક રાજ્યે કેરળના પગલે પગલા મૂક્યા તો પણ પૂરતુ છે.

પહેલા જ બહુ મોડુ થઈ ગયુ છે. ઈટ્સ રિયલી હાય ટાઈમ નાઉ! કોઈને દોષ આપીને બેસવા કરતા આગામી દસ વર્ષમા આપણે કાઈક કરી શક્યા તો આવનારી અનેક પેઢીઓ ભારતની પર્યટન સમૃદ્ધિનુ ગૌરવ માનશે. બ્રિટિશોએ બાધેલા ગેટવે ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયા ગેટની કમાન, મોગલોએ બાધેલા ગાર્ડન્સ, તાજમહલ, કુતુબમિનાર, રેડ ફોર્ટ, બ્રિટિશોએ વસાવેલા હિલસ્ટેશન્સ આ આકર્ષણો પર્યટકોને બતાવી બતાવીને અમને ખરેખર કટાળો આવી ગયો છે. સરદાર વ૦ભભાઈ પટેલનુ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કોઈમ્બતુરનુ આદિયોગી શિવા સ્ટેચ્યુ, કેરળના જટાયુએ આશાઓ એકદમ પ્રફુલ્લિત કરી છે. હવે અમે વાટ જોઈ રહ્યા છીએ અરબી સમુદ્રમા ઊભા કરવામા આવનારા શિવાજી મહારાજના ભવ્ય સ્મારકની. એક બાબત કાયમ ખૂચે છે કે મહારાષ્ટ્રમાના પર્યટકોને ભારતના લગભગ દરેક રાજ્યની અને ભારતની બહારના દરેક દેશની, સપ્તખડની પણ સૈર અમે કરાવીએ છીએ, પણ આ રાજ્ય- રાજ્યના પર્યટકોને મહારાષ્ટ્રમા ખેંચવા પર્યટનના બળસ્થાન અપૂરતા પડે છે. હવે આ શિવ સ્મારકનો આધાર મળશે અને આવા હજુ બે અથવા ત્રણ માનવનિર્મિત આશ્ર્ચર્ય પૂર્વ, દક્ષિણ કે ઉત્તર મહારાષ્ટ્રમા નિર્માણ કરી શકીએ તો મહારાષ્ટ્ર પર્યટનમા આગળ આવી શકશે. અમે પણ ગૌરવપૂર્વક અન્ય રાજ્યોમાથી મોટી સખ્યામા પર્યટકો લાવી શકીશુ. આગ્રાનુ તાજમહલ, દિલ્હીનો કુતુબમિનાર, રાજસ્થાનનો હવામહલ, કોલકત્તાનુ વિક્ટોરિયા મેમોરિયલ, કેરળનુ બેકવોટર્સ… આવી ઓળખ નિર્માણ કરવામા દરેક રાજ્ય કે શહેરોએ આગળ આવવુ જોઈએ, જેથી આપણા ભારતીયોને આપણા જ દેશના આ અગણિત પર્યટન સ્થળોનુ આશ્ર્ચર્ય થશે અને વિકલ્પે તેઓ આકર્ષાશે પણ ખરા.

આજની વાસ્તવિકતા એ છે કે આપણા ભારતીયો ભારતમા પર્યટન કરવા કરતા વિદેશમા પર્યટનને પ્રાધાન્ય આપે છે. અમારા જેવી એક મધ્યમ આકારની પર્યટન સસ્થાનો વિચાર કરીએ તો અમારી પાસે વર્ષમા પર્યટન કરનારા એક લાખ પર્યટકોમાથી પચાસ હજાર પર્યટકો ભારતમા પર્યટન કરે છે જ્યારે પચાસ હજાર વિદેશમા. ફિફ્ટી-ફિફ્ટી. વિદેશમા પર્યટન સ્થળો, તેની આસપાસનુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તે સબધી વર્ડ ઓફ માઉથ દ્વારા આપોઆપ થનારી પબ્લિસિટી તેનો પ્રભાવ નિશ્ર્ચિત જ પર્યટકો પર છે. અર્થાત, બધા જ મોટા ભાગના દેશોમા ટુરીઝમ વધારવા પર પ્રચડ મહેનત લેવામા આવી રહી છે. દેશવિદેશમા તેમા સ્પર્ધા ચાલુ છે. દુબઈએ શૂન્યમાથી પર્યટન વિશ્ર્વ નિર્માણ કર્યું અને તે પણ ફક્ત છેલ્લા પચ્ચીસ વર્ષમા. સિંગાપોરે તેમણે નિર્માણ કરેલા અગાઉના આકર્ષણોનો જાદુ પૂરો થયા પછી યુનિવર્સલ સ્ટુડિયોઝ, મરીના બે સેન્ડ્સ જેવા આકર્ષણો નવેસરથી લાવીને પર્યટકો માટે સિંગાપોર બીજી વાર મુલાકાત લેવા પ્રેરિત કરનારો દેશ બનાવ્યો છે. હવે સિંગાપોર દુબઈમા કોની પાસે વધુ વિદેશી પર્યટક આવે છે તેની પ્રતિર્સ્ધા ચાલુ છે. નિસર્ગ સૌંદર્યના આશીર્વાદ લાભેલા યુરોપે તેમને મળેલા ઐતિહાસિક વારસાની-સ્મારકોની- ઈમારતોની એવી દખલ લીધી અને તેમણે હતુ તેમાથી એટલુ સુદર બનાવ્યુ કે દુનિયાના પગલા યુરોપ તરફ વળી ગયા. આપણા ભારતીયોનો દાખલો લઈએ તો અગાઉ જીવનમા એક વાર યુરોપ જવાનુ સપનુ જોનારા પર્યટકો હવે યુરોપમા આઠથી દસ વાર જઈ રહ્યા છે. આપણા ભારતીયોની જેમ ચાયનીઝ લોકો પણ યુરોના પ્રેમમા છે. ચાયના અને ઈંડિયાની લોકસખ્યાના એક ટકો પર્યટકો પણ આવે તોય યુરોપ પર્યટનાનદમા નાહી નીકળશે અને તેમનુ લક્ષ્ય છે આ બને દેશોની લોકસખ્યાના ત્રણથી પાચ ટકા લોકો યુરોપમા આવતા રહે તો તે દેશોને ટુરીઝમ ઈન્ડસ્ટ્રી એકલી ઉદ્ધાર કરી શકશે. એકાદ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તેના પર વિશ્ર્વાસ મૂકીએ તો જ આવા ચમત્કાર સર્જાઈ શકે છે.

આપણો ભારત અમેરિકાના (યુએસએ) પગલે ચાલે તો વાધો નથી. યુએસએ સર્વધર્મસમભાવનો બધાને સમાવી લેનારો ખડપ્રાય દેશ છે. માડ અઢીસો વર્ષ ઉંમર ધરાવતો આ દેશ આમ તો યુવાન છે, જેને લીધે ઐતિહાસિક વારસો લગભગ નથી જ. બધુ પોતે નિર્માણ કરવાનુ. અન્ન, વસ્ત્ર, છત, તાત્રિકીકરણ આધુનિકીકરણ સાથે તેમણે દરેક રાજ્યમા કાઈક ને કાઈક માનવનિર્મિત આશ્ર્ચર્યો ઊભા કર્યાં છે અને ઈસ્ટમાથી વેસ્ટ તરફ, નોર્થમાથી સાઉથ તરફ માણસો ફરવા લાગ્યા. સલગ્ન ઉદ્યોગ-ધધાઓને વાચા મળી. યુએસએએ બધી જ બાબતમા પોતાને સ્વયપૂર્ણ બનાવ્યુ. પર્યટનની બાબતમા આ લોકોને પોતાના જ દેશમા બધુ મળી જવાથી અનેક વર્ષ તેમને અમેરિકાની બહાર દુનિયા અસ્તિત્વમા છે તે પણ ખબર નહોતી. મોજમસ્તીમા કહીએ તો  ‘અમેરિક્ધસ ડુ નોટ નો ધેર ઈઝ વર્લ્ડ આઉટસાઈડ યુએસએ.’ જોક અપાર્ટ, પણ રાજ્ય-રાજ્યમા તેમણે પર્યટનના આકર્ષણો નિર્માણ કર્યાં અને પોતાના જ દેશના લોકોને ગ્રાહક બનાવ્યા. આપણા ખડપ્રાય, સુજલામ-સુફલામ, વિવિધતાથી સજેલા, દુનિયાના દરેક આકર્ષણો આપણા એક જ દેશમા એકત્રિત છે અને નિસર્ગનો- ઈતિહાસનો-પરપરાનો વારસો લાભેલા આ દેશને જરૂર છે તેને ભેટમા મળેલી આ બેસુમારી ખૂબીઓને ઢાચામા ગોઠવવાની, તેના પાસા પાડવાની અને વધુ સુદર સજાવવાની. આપણો ભારત ટુરીઝમમા દુનિયામા નબર વન આવી શકે એટલુ બધુ પોટેન્શિયલ તેમા છે. આપણી ઈચ્છાશક્તિ અને કતૃત્વનો સાથ જોઈએ બસ! મેરા ભારત મહાન!

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*