Gujarati Language

સ્પર્ધા? તે વળી ક્યાં છે?

માહોલ ‘થ્રેટ’ પરથી ઓપોર્ચ્યુનિટીઝ તરફ વળી રહ્યો હતો તે મહત્ત્વની વાત હતી. એકાદ સમજૂતીમાંથી અથવા થોડા નેગેટિવ પ્રસ્પેક્ટિવમાંથી બહાર આવીને ખાસ કરીને સમૂહની નવેસરથી નવું કાંઈક સ્વીકારવા માટે માનસિકતા તૈયાર થવી તે મહત્ત્વનું હોય છે અને તેવું વાતાવરણ ઊભું થતું દેખાતું હતું. હવે મારો જવાબ આપવાનો સમય આવી ગયો હતો.

કોઈ પણ ધંધો કરતી વખતે ગમે તેટલી બાબતો આપણી સાથે હોય તો પણ એક ડર દરેક નાના-મોટા વેપારીઓના મનમાં હોય છે, તે છે સ્પર્ધા. ભારત ઊભરી રહ્યો છે, લોકસંખ્યામાં સર્વોચ્ચ એ ખરેખર તો થોડાં વર્ષ પૂર્વે સુધી ચિંતાની બાબત હતી, જે હવે વરદાન નીવડી છે અને ભારત સાથે દુનિયાના ઉદ્યોગપતિઓ માટે ભારત એક ‘ગોલ્ડમાઈન’ સાબિત થઈ રહ્યો છે. ભારત ‘ધ બિગેસ્ટ માર્કેટ પ્લેસ ઓન અર્થ!’ બન્યો છે. નેચરલી ડીપ પોકેટ્સ ધરાવતી, પ્રચંડ આર્થિક ક્ષમતાની, પ્રોડક્ટ-સ્ટ્રેટેજી-ઈનોવેશનમાં સૌથી ટોચે રહેલા દુનિયાભરના ઉદ્યોગપતિઓ ભારતમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યા છે. આને કારણે આપણી પાસેના પારંપરિક ઉદ્યોગોને ઘસરકો પહોંચી રહ્યો છે, તેમની અનેક વાર્તાઓ રોજ આપણી સામે આવે છે અને તેને લીધે ક્યારેક આપણો પણ આત્મવિશ્વાસ ડગુમગુ થાય છે. અમારું પર્યટન ક્ષેત્ર પણ તેમાં અપવાદ નથી. જોકે આમ છતાં ‘ચલો બનાયે ભારત કી સબસે બડી ટ્રાવેલ કંપની!’ આ સપનું સામે રાખીને, તેને ક્યારેય નહીં ભૂલતાં આત્મવિશ્વાસથી અમે આગળ વધી રહ્યાં છીએ. ક્યારેક ક્યારેક મને  પણ એવું થાય છે કે આટલું મોટું સપનું લઈને આ કલ્પનાવિલાસ તો નથી ને. અમે બધાં મળીને આ કરી શકીએ. કોઈક ભારતીય અથવા વિદેશી ઉદ્યોગપતિ તે કરવાનો જ છે, તો પછી આપણે કેમ નહીં? ‘પર્યટનની ભાષામાં લીઝર ટ્રાવેલ અથવા ગ્રુપ ટુર્સ આપણે ભારતની સૌથી મોટી અને પર્યટકોને મનગમતી એક કંપની બનવાનું આ વીણા વર્લ્ડના દરેકનું લક્ષ્ય છે અને તે હાસિલ કરવાનો ધ્યેય સામે રાખીને જ કામ ચાલુ છે. આ અશક્ય નથી પરંતુ તેટલું આસાન પણ નથી તેનું ભાન અમને છે. અને તેથી જ દરેક પગલું અલગ અલગ રીતે મૂકવું જોઈએ. આપણા આચારવિચારમાં, કામ કરવાની પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવાનું આવડવું જોઈએ. ફેરફાર સ્વીકારવાની માનસિકતા સંપૂર્ણ ઓર્ગેનાઈઝેશનમાં રમતી

રહેવી જોઈએ.

હાલમાં પુણેમાં વીણા વર્લ્ડ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની કોન્ફરન્સ યોજાઈ ગઈ. સંવાદની આપલેમાં એક પ્રશ્ન માથું ઊંચકતો હતો અને તે હતો કોમ્પીટિશન, સ્પર્ધા, હરીફાઈ! તેનો કઈ રીતે સામનો કરવો? આજે સ્વતંત્ર રીતે પર્યટન કરનારા પર્યટકને આપણે એક કોટેશન આપીએ એટલે બીજા દિવસે તે ઓનલાઈન પોર્ટલ પર બુકિંગ કરે છે અને અમારી મહેનત નકામી જાય છે. અમને ઓનલાઈન બુકિંગ મોટું થ્રેટ અથવા સંકટ લાગી રહ્યું છે. આપણે શું કરી શકીએ? તે મોટા બોલરૂમમાં ઓનલાઈન કોમ્પીટિશનનો ડર સંપૂર્ણ વાતાવરણમાં ભળી ગયેલો જોવા મળ્યો. ડર એકદમ ખરાબ છે. આગળ જતાં કશું સૂઝતું નથી. ગડબડની પરિસ્થિતિ નિર્માણ થાય છે. આપણે હાથ પર હાથ ધરીને બેસી જઈએ છીએ. લક્ષ્ય તરફ આગળ વધવાનું હોય તો આ ડર દૂર કરવાનું મારું કામ હતું. જોકે કશુંક કહીને તે ડર આ રીતે દૂર નહીં થાય. તે વાતાવરણમાં જેટલો ડર હતો તેટલો તે મને પોતાને ક્યારેય જણાયો નહોતો અથવા ‘ઓનલાઈન બુકિંગ પોર્ટલ’ આપણી પ્રચંડ મોટી સ્પર્ધક છે એવું ક્યારેય મને જણાયું નહોતું? આ વિચાર તે પળે મારા મનમાં આવ્યો અને તેનો ઉત્તર હતો ‘ઓનલાઈન બુકિંગ પોર્ટલ્સ’ એ થ્રેટ, એટલે કે, આપણી સફળતાની આગેકૂચમાં અવરોધ નહીં હોઈ તે એક મોટી ઓપોર્ચ્યુનિટી-તક છે એવું મને સતત લાગતું હતું અને તેથી જ તેની ફિકર મેં ક્યારેય કરી નહીં. ઊલટું, આય વોઝ ઓલ્વેઝ ગ્રેટફુલ ટુ ધ ઓનલાઈન રિવોલ્યુશન. જોકે આ તે સંપૂર્ણ ડરના વાતાવરણમાં કઈ રીતે ગળે ઊતરી શકે? હું જે બોલવાનું નક્કી કરીને આવી હતી તેના કરતાં આ પરીક્ષાનું પેપર મને અલગ જ આવ્યું હતું. મુદ્દા નાજુક હતા, મહત્ત્વના હતા તેથી મેં કરેલી તૈયારીઓ બાજુમાં રાખી અને નક્કી કર્યું, ચાલો, આ ડર સાથે જ સામનો કરીએ. ખીચોખીચ ભરેલા સભાગૃહમાં પ્રશ્ન કર્યો કે, ’તમે ઓનલાઈન બુકિંગ પોર્ટલના ડરના પડછાયા હેઠળ છો, તેને મોટી કોમ્પીટિશન માની રહ્યા છો, ઓનલાઈન ઈઝ ધ બિગેસ્ટ થ્રેટ કહો છો ત્યારે મારું કહેવું છે કે ઓનલાઈન ઈઝ નોટ અ થ્રેટ, ઈટ્સ એન ઓપોર્ચ્યુનિટી, રાધર ઈટ્સ અ બ્લેસિંગ! હવે તમે પૂછશો કઈ રીતે?’ સર્વત્ર શાંતિ છવાઈ ગઈ. આ સીધો વિચારો પર પ્રહાર હતો. એકાદ દાખલો આપીને ચૂપ બેસીને અથવા સમય પસાર કરવા માટે કાંઈક કહીએ એવું કરીને ચાલવાનું નહોતું. જો સભાગૃહમાંથી ઉત્તર મળ્યો નહીં તો મારે તે સંપૂર્ણ સમજાવવું હતું. થોડો સમય શાંતિ પછી એક-એક હાથ ઉપર થવા લાગ્યા. સૌપ્રથમ પ્રતિક્રિયા, ‘ઓનલાઈન બુકિંગ એટલે મશીન સાથે કરેલો વ્યવહાર. આપણા લોકોને તે એટલો ગમતો નથી.’ ‘તો પછી મિનિટો સાથે ઓનલાઈન ટ્રાન્ઝેકશનના નંબર્સ મહાપ્રચંડ ગતિથી કઈ રીતે વધી રહ્યા છે?’ બીજી પ્રતિક્રિયા, ‘ઓનલાઈનમાં પર્સનલાઈઝ્ડ એટેન્શન મળતું નથી.’ ‘ઠીક છે, બાબત જો વ્યવસ્થિત હોય તો પર્સનલાઈઝ્ડ એટેન્શનની જરૂર જ જણાશે નહીં.’ ત્રીજી પ્રતિક્રિયા, ‘ઓનલાઈન બુકિંગ કરીને ગયા પછી ત્યાં કોઈક પ્રોબ્લેમ આવ્યો તો ધેર ઈઝ નો હ્યુમન ફેસ ટુ ટેક કેર’ ‘થોડું તથ્ય તેમાં છે પરંતુ આ ઓનલાઈન કંપનીઓનો પ્રોબ્લેમ થયો, તમે મને કહો કે અહીં આપણને ઓપોર્ચ્યુનિટી છે પણ તે મર્યાદિત સ્વરૂપમાં, છતાં હજુ પ્રશ્નનો ઉત્તર મળ્યો નથી.’ માહોલ ‘થ્રેટ’ પરથી ઓપોર્ચ્યુનિટીઝ તરફ વળી રહ્યો હતો તે મહત્ત્વની વાત હતી. એકાદ સમજૂતીમાંથી અથવા થોડા નેગેટિવ પર્સપેક્ટિવમાંથી બહાર આવીને ખાસ કરીને સમૂહની નવેસરથી નવું કાંઈક સ્વીકારવા માટે માનસિકતા તૈયાર થવી તે મહત્ત્વનું હોય છે અને તેવું વાતાવરણ ઊભું થતું દેખાતું હતું. હવે મારો જવાબ આપવાનો સમય આવી ગયો હતો. ‘આજે સવારથી આપણે એકબીજા સાથે સંવાદ સાધતાં હતાં. બિઝનેસ વધી રહ્યો હોવાથી બધામાં ખુશીનું વાતાવરણ છે. અનેકોએ આવીને ‘નવી મોટી ઓફિસ લીધી’ તે પણ ગર્વ સાથે કહ્યું. અગાઉ આપણા પર્યટકો બે ત્રણ વર્ષમાં એક વાર પર્યટને જતા હતા તેઓ હવે વર્ષમાં ત્રણ-ત્રણ વાર સહેલગાહમાં આવી રહ્યા છે. આ આપણા પર્યટકોના વધતા પ્રેમ વિશે પણ તમે આશ્ચર્ય વ્યક્ત કર્યું. નો ડાઉટ આપણે બધાએ કરેલી મહેનતને લીધે, આપણા ટુર મેનેજર્સે સહેલગાહમાં આપેલી સર્વિસીસને લીધે આપણા પર્યટકો વધી રહ્યા છે, કારણ કે આનંદિત અને સંતુષ્ટ પર્યટક એ જ મોટી જાહેરાત છે અને તે જ મોટી બિઝનેસ સ્ટ્રેટેજી છે તેના પર આપણે બધા વિશ્વાસ રાખીએ છીએ. ક્યાંય કોઈ ભૂલ થાય તો તે પણ તરત જ સુધારવાનો પ્રયાસ કરીએ. જોકે આપણે આ છેલ્લાં ૩૫ વર્ષથી કરી જ રહ્યાં છીએ. ફક્ત પાંચ વર્ષમાં આટલા બધા પર્યટકોની ખુશીથી સહેલગાહ પાર પાડીને વીણા વર્લ્ડ એક પર્યટનની બ્રાન્ડ બની ચૂકી છે. જોકે આટલા ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં પર્યટકોની આવજા થવાનું કારણ ફક્ત વીણા વર્લ્ડની સ્ટ્રેટેજી નહી, તે પૂરતું નથી, પરંતુ તે ટ્રાવેલમાંનું ‘ઓનલાઈન રિવોલ્યુશન’ છે. ઓનલાઈન પોર્ટલ્સે પર્યટનનો માહોલ તૈયાર કર્યો. આ પ્રચંડ મોટી મદદ તેમણે આપણને કરી છે. પર્યટકોના પર્યટનની ફ્રિકવન્સી વધવાનું મોટું કારણ ઓનલાઈન છે તે કોઈ આપણા જેવા એકલાનું કામ નહોતું. કેન વી બી ગ્રેટફુલ ટુ ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ્સ? જેમની જેમની મદદ આપણા બધાના વેપાર વૃદ્ધિ માટે થઈ રહી છે તે બધાને, એટલે કે, આપણા પર્યટકોને, આપણા એસોસિયેટ્સને, એરલાઈન્સને, ટુરીઝમ બોર્ડસને, કોન્સ્યુલેટ્સને, હોટેલિયર્સને, ટ્રાન્સપોર્ટર્સને, લોકલ પાર્ટનર્સને અને આખી વીણા વર્લ્ડ ટીમના આપણે મન:પૂર્વક આભાર માનતાં આવ્યાં છીએ. ‘ટુગેધર વી ગ્રો’  થકી આપણી આગેકૂચ ચાલી રહી છે. આપણા આવા અનેક ગેધરિંગમાં આપણે આ બધા માટે તાળીઓનો ગડગડાટ કર્યો છે. આપણે થોડા સમય પૂર્વે જેને કોમ્પીટિશન માનતા હતા, જેનો ડર રાખતા હતા તે ‘ઓનલાઈન’ માટે કૃતજ્ઞતાપૂર્વક આભાર માનીને તાળી વગાડી શકીએ?’ અને તાળીઓના ગડગડાટથી હોલ ધમધમી ઊઠ્યો. ‘હવે પછી એક જ ધ્યાનમાં રાખો કે જે પણ બને છે તે ભલાઈ માટે જ હોય છે. તે સમયે કદાચ આપણને સમજાતું નથી કે જે સમયે પાછળ વળીને જોઈએ ત્યારે આશ્ચર્યમાં પડી જવાય છે. અહીં જ જુઓ ને, આપણે અમસ્તા જ આટલા દિવસ ડરની પડછાયામાં હતાં. ઓનલાઈનને આપણને મદદ જ કરી છે. પર્યટકો ઓનલાઈન તરફ પણ જાય છે અને આપણી પાસે પણ આવે છે. આ સંખ્યા વધતી જ રહેવાની છે. આજે ફક્ત એક ટકા ભારતીયો પર્યટન કરે છે. આ ટકાવારી પાંચ ટકા થાય તો પર્યટકોનો મહાપૂર આવશે. આ સમયે કઈ રીતે પહોંચી વળીએ એવી સ્થિતિ સર્જાઈ શકે છે. આથી તે માટે આપણે પોતાને તૈયાર કરવા જોઈએ અને કોમ્પીટિશન હોવી જ જોઈએ. જો તે નહીં હોય તો સ્થિતિ વધુ ખરાબ થશે. નાની સ્પર્ધા સારી હોય છે, પરંતુ આજે તમને જે મહેસૂસ થઈ રહી છે તે સિવિયર સ્પર્ધા એટલે બ્લેસિંગ હોય છે. આપણી અંદરનું પોટેન્શિયલ તેને લીધે ઊભરી આવે છે. ક્રિયેટિવિટી, ઈનોવેશન, ડિફરન્સિયેશન આપોઆપ સુમેળ સાધે છે. એટલે કે, હાથપગ હલાવવા સિવાય ઓપ્શન જ રહેતા નથી અને તેથી જ લાઈફ એકદમ ઈન્ટરેસ્ટિંગ બની જાય છે. લેટ્સ પ્રિપેર અવરસેલ્ફ ફોર ધ ફ્યુચર! ’

માર્કેટમાં કોમ્પીટિશનને જ્યારે આપણે બ્લેસિંગ કહીએ, તેનો આભાર માનીએ ત્યારે ડર ખતમ થઈ જાય છે. ચિંતા કરવામાં જે સમય વેડફાતો હતો તે બચે છે અને આપણને પોતાની તરફ જોવા, આપણે શું કરી રહ્યા છીએ તેનો વિચાર કરવા, ગઈકાલે જે પણ કર્યું તેના કરતાં આજે વધુ સારું શું કરી શકાય તેના પર વિચાર કરવા, ભૂતકાળમાં ભૂલો સુધારવા સમય મળે છે અને પછી આપણી પોતાની સાથે કોમ્પીટિશન શરૂ થાય છે. જો ત્યાં આપણે સતત આઉટ-પરફોર્મ કરતાં રહીએ તો આપણને સફળતાના શિખરે પહોંચવાથી રોકવાની કોઈની શું વિસાત છે. માર્કેટિંગમાં શીખવવામાં આવે છે કે ‘આપણો દુશ્મન કોણ છે તે જાણી લો.’ આપણો અસલી દુશ્મન આપણે જ હોઈએ છીએ, એક વાર આ દુશ્મન પર વિજય મેળવીએ એટલે આસાનીથી સફળતાનાં અનેક શિખર સર કરી શકાય છે. આજનો યુગ ભલાઈ- બુરાઈનો છે. બહાર સર્વત્ર રેસ ચાલી રહી છે. એક દેશ બીજા દેશ સાથે લડી રહ્યો છે, પાડોશી રાજ્યો ઝઘડવામાં વ્યસ્ત છે, સમાજ-સમાજમાં એકબીજાને નીચાજોણું કરાવવા મથામણ ચાલી રહી છે, પરિવારોમાં અંતર વધી રહ્યું છે, આટલું જ નહીં, આપણા ક્ષેત્રમાં પર્યટન ક્ષેત્રમાં પણ પ્રાઈસ-વોર ચાલે છે. આપણે બિગ પિક્ચર જોતા જ નથી. હવે એક્ચ્યુઅલી દરેક વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિને જાગૃત રાખીને થોડું બિયોન્ડ જોવાની, મોટો વિચાર કરવાની જરૂર છે. એક વાર તે આદત પડી જાય એટલે કોમ્પીટિશન ઈરરિલેવન્ટ બની જાય છે. આજ સુધીનો ઈતિહાસ કહે છે કે જેમણે કોમ્પીટિશન એક જ લક્ષ્ય રાખ્યું હોય અથવા કોમ્પીટિશનનો ખાતમો બોલાવવાનો પ્રયાસ કર્યો તેમને તેઓ પોતે જ કઈ રીતે ખતમ થઈ ગયા તેની જાણ પણ થઈ નહીં. આથી લેટ્સ ક્રિયેટ સમથિંગ ડિફ્રન્ટ્લી, ફિયરલેસ્લી, ડેરિંગ્લી, એન્ડ બી ધ વિનર, વ્હાઈલ બ્લેસિંગ ધ કોમ્પીટિશન!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*