Gujarati

વીણા વર્લ્ડ સમર ઓફર 2019

Reading Time: 4 minutes

અગાઉ એકાદ વસ્તુ ખરીદી કરવી હોય તો દુકાનમાં જઈને પૈસા ચૂકવીને લઈ આવતાં અથવા ફાવે તો થોડો ભાવતાલ કરીને પૈસા ઓછા કરાવીને તેમાં સંતોષ માનતાં. હવે જોકે આપણે કશું પણ ખરીદી કરવું હોય તો દસ વેબસાઈટ્સ ખોલીએ છીએ, કમ્પેર કરીએ છીએ અને પછી ખરીદી કરીએ છીએ. તેમાં સમય વેડફાય છે કે બચે છે તે પ્રશ્ર્ન ચર્ચાનો છે, પરંતુ દુનિયા સાથે ભારતની પણ માનસિકતા ઝડપથી બદલાઈ રહી છે તેમાં કોઈ બેમત નથી.

વીણા વર્લ્ડ શરૂ થયા પછી અનેક બાબતો અમે નવેસરથી કરી, જેમાંથી એક અત્યંત સારી બાબત એટલે ‘વીણા વર્લ્ડ જમ્બો ડિસ્કાઉન્ટ’ છે. જમ્બો ડિસ્કાઉન્ટ માટે બે બાબત કારણભૂત બની છે. એક, જેટલું વહેલું બુકિંગ કરવામાં તેટલા બુકિંગ નંબર્સની ખાતરી રહે છે અને આગામી બાબતો કરવા માટે સુલભતા રહે છે. પર્યટન ક્ષેત્રમાં મેં બહુ અગાઉથી શરૂ કરેલું ‘મેગા ડિસ્કાઉન્ટ’ એટલે ‘જેટલું વહેલું બુકિંગ કરશો તેટલું વધુ ડિસ્કાઉન્ટ’ સંકલ્પના વીણા વર્લ્ડમાં ચાલુ રહી છે. ભરપૂર વિચારમંથનમાંથી પાંચ વર્ષ પૂર્વે વીણા વર્લ્ડની યુરોપ સહેલગાહ લોન્ચ કરી ત્યારે સહેલગાહના પૂરા પૈસા ભર્યા પછી મળનારું ‘જમ્બો ડિસ્કાઉન્ટ’ અમે લોન્ચ કર્યું અને તે સમયે સંપૂર્ણ પૈસા ભર્યા પછી મળનારું ‘જમ્બો ડિસ્કાઉન્ટ’ અમે લોન્ચ કર્યું અને મેગા ડિસ્કાઉન્ટ સાથે વધુ એક ડિસ્કાઉન્ટ બધા જ પર્યટકોને મળવા લાગ્યું. આ ડિસ્કાઉન્ટમાં ઘણા પૈસા બચતા હોવાથી એક સહેલગાહમાંથી બીજી સહેલગાહ-થોડાવધુ દિવસની સહેલગાહ પર્યટકો અપગ્રેડ કરવા લાગ્યા. તેનું એવું હતું કે અમુક પર્યટકો સાઉથ ઈસ્ટ એશિયાની સિંગાપોર મલેશિયા એમ સાત દિવસની અથવા સિંગાપોર થાઈલેન્ડ આઠ દિવસની સહેલગાહની પૂછપરછ કરતા ત્યારે તેમના મનમાં છૂપી ઈચ્છા હોય છે દસ દિવસની સિંગાપોર થાઈલેન્ડ મલેશિયા એમ ત્રણ દેશમાં સહેલગાહ કરવાની. આ ઈચ્છા જમ્બો ડિસ્કાઉન્ટમાં પૈસા બચે ત્યારે પૂરી થઈ શકે છે. તેટલા જ પૈસામાં અથવા થોડા ફરકથી જો બેને બદલે ત્રણ દેશ જોવા મળવાના હોય તો વ્હાય નોટ? અમારી તેમને આવી જ સલાહ હોય છે. પર્યટકો પણ પછી જમ્બો ડિસ્કાઉન્ટનો ફાયદો લે છે અને તેમને તેમના મનની સહેલગાહ મળી જાય છે.

વીણા વર્લ્ડ પાસે જાન્યુવારી મહિનામાં વર્ષના સૌથી વધુ બુકિંગ આવતા હોવાથી વીણા વર્લ્ડ ટીમ બહુ ઉત્સાહમાં હોય છે, જ્યારે પર્યટકો આ મહિનામાં બુકિંગ કર્યા પછી હજારો રૂપિયા બચાવી શકતા હોવાથી તેઓ પણ ખુશ હોય છે. વિમાન કંપનીઓની જાહેરાત, હોટેલ્સના એડવાન્સ બુકિંગના રેટ્સ આ બધાં જ સ્થળએ આપણને ઓછામાં ઓછી કિંમતમાં મળી શકે છે, કારણ કે એડવાન્સ બુકિંગને લીધે બિઝનેસની ગેરન્ટી મળતી હોય છે. પર્યટન સંસ્થા તો પછી તેમાંથી અપવાદ કઈ રીતે હોઈ શકે? અમને પણ જેટલું વહેલું બુકિંગ મળશે તેટલું આગળની બધી વ્યવસ્થા તેમ જ વિઝા કરવા માટે પૂરતો સમય મળે છે. આમ જોવા જોઈએ તો 2019ના સમર વેકેશનની સહેલગાહના બુકિંગ પર્યટકોએ ગયા ઓગસ્ટથી કરવાની શરૂઆત કરી છે. તમને કદાચ વિશ્ર્વાસ નહીં બેસે પરંતુ યુરોપ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયાની 100થી વધુ સહેલગાહ ઓલરેડી ફુલ થઈ ગઈ છે.

વીણા વર્લ્ડ પાસે ઈન્ડિયા સાથે વિદેશી સહેલગાહ માટે પણ ડિસ્કાઉન્ટ હોય છે. દરેક સહેલગાહની આખા વર્ષ દરમિયાન અથવા સીઝન પ્રમાણે અલગ અલગ ડિપાર્ચર ડેટ્સ હોય છે. દરેક ડેટ્સમાં ત્રીસ, ચાળીશ અથવા પચાસ સીટ્સ હોય છે. આ સીટ્સમાંથી અમુક સીટ્સ એડવાન્સ બુકિંગ ડિસ્કાઉન્ટ આપીને વહેલામાં વહેલી તકે ફુલ કરવામાં આવે છે. બાકી સીટ્સ આ દરેક સહેલગાહનો બ્રેક-ઈન સાધવા માટે ઓછા ડિસ્કાઉન્ટ પર અથવા ઝીરો ડિસ્કાઉન્ટ પર સેલ કરવામાં આવે છે. એકાદ સહેલગાહની તારીખ જો પ્રમોશનલ હોય તો તેમાં બધી સીટ્સ એક જ ડિસ્કાઉન્ટ પર સેલ કરવામાં આવે છે. પર્યટકોની માગણી, એરલાઈન્સની ડીલ્સ, પર્યટન સ્થળોની સીઝન, આપણી બાજુની રજાઓ વગેરે કેટલું ડિસ્કાઉન્ટ આપવું જોઈએ તેના લોજિક્સ  નીવડે છે. અર્થાત સંપૂર્ણ કમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ હોવાથી તેમાં કોઈ ફેરફાર નહીં કરી શકે. જે ડિસ્કાઉન્ટ આપી શકાય તે બધાને આપવાનું, કોઈ પણ રિક્વેસ્ટ વિના અથવા કોઈ પણ બાર્ગેનિંગ વિના.

આ વર્ષે પણ હંમેશ મુજબ મેગા ડિસ્કાઉન્ટ, એટલે કે, રજિસ્ટ્રેશન અમાઉન્ટ ભરવા પર મળનારું એડવાન્સ બુકિંગ ડિસ્કાઉન્ટ છે. જોકે બુકિંગના સમયે જો સહેલગાહના બધા પૈસા ભરવામાં આવે તો પર્યટકોને મેગા + જમ્બો ડિસ્કાઉન્ટ મળશે. હમણાં સુધી સમર વેકેશનમાં યુરોપ અમેરિકા ટુર્સ માટે છ હજારથી વધુ પર્યટકોએ આવું જમ્બો ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. આ વર્ષે પણ સમર ટુર્સની ઓફરની ખાસિયત એ છે કે સાઉથ ઈસ્ટ એશિયામાં સિંગાપોર થાઈલેન્ડ મલેશિયા હોંગ કોંગ ઈન્ડોનેશિયાની તેમ જ ભારતની બધી સહેલગાહ પર જાન્યુવારીમાં જો બુકિંગ કરવામાં આવે તે મેગા ડિસ્કાઉન્ટ + જમ્બો ડિસ્કાઉન્ટ + 5 ટકા સમર ઓફર ડિસ્કાઉન્ટ છે. એટલે કે, જો સિંગાપોર થાઈલેન્ડ મલેશિયાની દસ દિવસની સહેલગાહ તમે લો તો તે સહેલગાહની મેગા ડિસ્કાઉન્ટ ટુર પ્રાઈસ એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા છે. સંપૂર્ણ પૈસા ભરીને જો તે સહેલગાહ બુક કરવામાં આવે તો જમ્બો ડિસ્કાઉન્ટથી તે સહેલગાહ એક લાખ દસ હજાર રૂપિયામાં મળે છે અને તેની પર વધુ પાંચ ટકા ડિસ્કાઉન્ટ ગણતરી કરીએ તો સિંગાપોર થાઈલેન્ડ મલેશિયાની દસ દિવસની સ્થળદર્શનથી ભરચક સહેલગાહ જાન્યુવારીમાં બુકિંગ કરવા પર તમને ફક્ત એક લાખ ચાર હજાર પાંચસો રૂપિયામાં મળે છે. સર્વસમાવિષ્ટ, કોઈ પણ છૂપા ખર્ચ વિનાની અને હમણાં સુધી હજારો પર્યટકોએ ગૌરવ કર્યું છે તેવી આ સહેલગાહ માટે આટલી ઓછી કિંમત એટલે ‘સ્ટિલ અ ડીલ.’

વીણા વર્લ્ડ શરૂ થઈ ત્યારે અમે અમારો ધ્યેય એવો રાખ્યો હતો કે જેમને પ્રવાસના શ્રીગણેશ કરવાનું ફાવ્યું નથી તેમને કમસેકમ ગોવામાં લઈ જવાનું, થોડું આગળ જઈને શિમલા મનાલી, કેરળ જેવા ભારતનાં જ નિસર્ગરમ્ય સ્થળે લઈ જવાનું. જેમણે મહારાષ્ટ્રની બહાર એટલે કે, રાજ્યની બહાર પગલું મૂક્યું છે તેમને સાઉથ ઈસ્ટ એશિયા અથવા દુબઈ લઈ જવાનું અને જેમણે વિદેશ પ્રવાસનાં શ્રીગણેશ કરી દીધાં છે તેમને યુરોપ-અમેરિકા જેવી ભવ્ય-દિવ્ય સફર કરાવવાની. હમણાં સુધી પાંચ વર્ષમાં લગભગ ચાર લાખ પર્યટકોએ વીણા વર્લ્ડ સંગાથે પર્યટનના શ્રીગણેશ કર્યાં છે. છે ને જમ્બો આગેકૂચ, જે ઉત્તમ રીતે ચાલુ રાખવા માટે-મોટી કરવા માટે અમને પણ સતત જમ્બો મહેનત કરવી પડવાની છે. અમારી ટીમ પણ બાંયો ચઢાવીને કામ કરી રહી છે. સો પર્યટકો, પાસપોર્ટ હોય તો તમારે માટે વીણા વર્લ્ડ દુનિયાભરની મસ્ત મસ્ત સહેલગાહનું નજરાણું લઈને સુસજ્જ છે અને પાસપોર્ટ નહીં હોય તો લેહ લડાખ, નોર્થ ઈસ્ટથી, નેપાળ, ભૂતાન અને આંદામાન સુધી અમારી ફોજ તમને સંગાથ આપવા તૈયાર છે. તો ચાલો બિન્ધાસ્ત અને પરિવાર સાથે ઉજવણી કરીએ ઉત્સવ પર્યટનનો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*