ન્યૂઝીલેન્ડ ટુ ન્યૂ યોર્ક

0 comments
Reading Time: 6 minutes

નવા વર્ષના સ્વાગત માટે ઊગતા સૂર્યનો દેશ ‘જાપાન’ કે ભારતમાં જ્યાં સૂર્યનાં કિરણો પ્રથમ પડે છે તે અરુણાચલ પ્રદેશ, એટલે કે, ‘નોર્થ ઈસ્ટ’ તમને ઈશારો કરે છે? સૌથી છેલ્લે ઊગીને પણ દુનિયાની આગળ રહેનાર અમેરિકાનું ‘ન્યૂ યોર્ક’ એક જ દિવસમાં સૌથી પહેલું ન્યૂ ઈયર સેલિબ્રેશન ‘ન્યૂ ઝીલેન્ડમાં’ કરીને ત્યાંથી ‘યુએસએમાં’ જઈને ફરી બીજી વાર ન્યૂ ઈયર સેલિબ્રેશન કરવામાં તમને મજા આવશે?

મહારાષ્ટ્રમાં બધાં જ સ્થળે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એવું કહેવામાં કોઈ વાંધો નથી. ઠંડી શરૂ થઈ રહી છે તેથી હાશકારો થાય છે પણ લખલખું પણ ભરાય છે, કારણ કે હજુ હાલમાં જ શરૂ થયેલું નવું વર્ષ પૂરું થવા આવ્યું હોવાનું ભાન થાય છે. જાન્યુવારીથી ડિસેમ્બરમાં પ્રથમ છ મહિના કામના અને આગળના ઉત્સવના એવી જ કાંઈક પરિસ્થિતિ આપણે ત્યાં હોય છે. આપણા દરેક ઉત્સવ અમારા પર્યટન ક્ષેત્રમાં પીક સીઝન હોય છે, કારણ રજા છે. એકંદરે પર્યટન વૃદ્ધિ પામી રહ્યું છે તેવું પળે પળે મહેસૂસ થઈ રહ્યું છે. એક વર્ષમાં બે નહીં પણ કમસેકમ ત્રણ વાર હોલીડે પર જનારા પર્યટકોની સંખ્યા વધી રહી છે. પૈસા જમા કરવા કરતાં પર્યટન જેવા વ્યક્તિત્વ સમૃદ્ધ કરનારી બાબત પર ખર્ચ કરવા તરફ ઝોક વધી રહ્યો છે. અથવા, આજે મેં ઉત્સવી પર્યટન સંબંધી લખવા માટે કલમ હાથમાં લીધી છે, કારણ કે ટૂંક સમયમાં જ વધુ એક રજાનું બહાનું પર્યટકો માટે આવી રહ્યું છે, જે અમારા માટે પણ છે, જે છે

‘ન્યૂ ઈયર સેલિબ્રેશન.’

ન્યૂ ઈયર સેલિબ્રેશન દરેક ધર્મ માટે અલગ છે. જુઓને, આપણો વિચાર કરીએ તો હિંદુ કેલેન્ડર પ્રમાણે આપણે ‘ગૂડી પડવા અને દીપાવલી પડવા’ એમ બે વાર એકબીજાને હેપ્પી ન્યૂ ઈયર કરીએ છીએ. ચૈત્ર મહિનાનો પહેલો દિવસ અનેક રાજ્યોમાં ન્યૂ ઈયર તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ક્યાંક ગૂડી પડવા તરીકે તો ક્યાંક તેને આપણે ‘ઉગાડી’ કહીએ છીએ. આસામમાં એપ્રિલના મધ્યમાં ‘બિહૂ’ નામે નવા વર્ષનો દિવસ હોય છે. તમિલનાડુમાં ‘પુથંડુ’ નામે નવા વર્ષનો દિવસ અને કેરળમાં ‘વિશૂ’ આ જ સમયે ઉજવણી કરવામાં આવે છે. આ જ રીતે પંજાબમાં ‘બૈસાખી’ અને બંગાળમાં ‘પોઈલા બૈશાખ’ છે. સામાન્ય રીતે સમય તે જ છે, પરંતુ અલગ અલગ પદ્ધતિથી આપણા ભારતમાં ન્યૂ ઈયર ઉજવણી કરવામાં આવે છે.

ભારતની બહાર વિચાર કરીએ તો ઈન્ડોનેશિયામાં એક સેલિબ્રેશન ઈસ્લામિક ન્યૂ ઈયર પ્રમાણે અને બીજું એક જાન્યુવારીમાં થાય છે. પર્યટન ક્ષેત્રમાં ‘ચાયનીઝ ન્યૂ ઈયર’ આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે વર્ષમાં સાડાનવ કરોડ ચાયનીઝ પર્યટકો ચાયનામાંથી વિદેશમાં પર્યટન માટે બહાર નીકળે છે, તેમાંથી વધુમાં વધુ ‘ચાયનીઝ ન્યૂ ઈયર’ એટલે કે તેમની મોટી રજાના સમયે નીકળે છે. થાઈલેન્ડમાં એપ્રિલમાં ‘સોંગક્રાન’ નામે બુદ્ધિસ્ટ સેલિબ્રેશનના ત્રણ દિવસ એકબીજાના શરીર પર પાણી ઉડાવીને, ચહેરા પર સફેદ રંગ અને લોટ લગાવીને સેલિબ્રેટ કરવામાં આવે છે. જાપાનમાં અગાઉ ચાયનીઝ લુનાર કેલેન્ડર પ્રમાણે ન્યૂ ઈયર સેલિબ્રેશન થતું હતું, પરંતુ અઢારસો તોત્તેર પછી તેમણે તે બદલીને એક જાન્યુઆરીથી આ દિવસ ન્યૂ ઈયર સેલિબ્રેશન માટે લીધો. સિસ્ટમેટિક જાપાનને દુનિયાની આગળ રહેવા માટે દર વર્ષે બદલાતી ચાયનીઝ ન્યૂ ઈયરની તારીખ પલ્લે પડી નહીં હોય તેથી વ્યવસ્થાપનની દૃષ્ટિથી તેમણે તે બદલી હોવી જોઈએ. અથવા, ન્યૂ ઈયર સેલિબ્રેશનની અનેક આગવી પદ્ધતિ દુનિયામાં છે. અમેરિકામાં ‘જે થયું તે ભૂલી જાઓ’ કહેતું નીયર એન્ડ ડિયર સાથે ‘ન્યૂ ઈયર મિડનાઈટ કિસ’ બહુ પોપ્યુલર છે. ડેન્માર્કમાં થોડી અલગ પદ્ધતિ છે. ઉપયોગ કરેલી જૂની પ્લેટ્સ મિત્રોના અથવા પાડોશીના ઘરના દરવાજાની બહાર રાખવાની, જેના દ્વારા તેમના પ્રત્યે અગાઉથી રહેલો પ્રેમ અને આદરભાવ નવા વર્ષમાં વૃદ્ધિ પામે એવી મનોકામના કરવાની તેમ જ આ ડેનિશ લોકો ઊંચાઈ પરની જગ્યા શોધે છે અને ત્યાંથી ભૂસકો મારે છે, એટલે કે, તેમણે નવા વર્ષના જાન્યુઆરીમાં પ્રવેશ કર્યો. સ્કોટલેન્ડમાં ગામેગામ બોનફાયર સેલિબ્રેશનમાં લોકો માથા પર ફાયરબોલ લઈને સરઘસ કાઢે છે. આ ફાયરબોલ એટલે સૂર્ય છે… જે આવનારું નવું વર્ષ એકદમ પ્રકાશમય, પ્રફુલ્લિત અને ઉલ્હાસિત કરશે એવી ભાવના છે. સ્પેનમાં લોકો એકત્રીસ ડિસેમ્બરની મધરાત્રે, એક જાન્યવારી શરૂ થતી હોય ત્યારે બારના દરેક ટકોરે એક એવી બાર દ્રાક્ષ ખાય છે, જેનાથી નવા વર્ષમાં ચોક્કસ ગૂડલક આવે છે એવું કહેવાય છે. જાપાન કોરિયામાં બુદ્ધિસ્ટ ટેમ્પલમાં જઈને એકસો આઠ વખત બેલ વગાડવાની પદ્ધતિ છે, જેનાથી માનવીમાંની બધી નેગેટિવિટી નીકળી જાય છે. આ જ રીતે રાત્રે સોબા નૂડલ્સ ખાવાની પદ્ધતિ છે અને તે ખાતી વખતે નૂડલ તૂટવી નહીં જોઈએ એવો પ્રયાસ હોય છે. લાંબીલચક નૂડલ સ્ટ્રિંગ મોટું આયુષ્ય આપે છે એવી સમજ છે. સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં લોકો ઘરમાં નહીં જોઈતું ફર્નિચર અને વસ્તુઓ બારીમાંથી બહાર ફેંકી દે છે. તેનાથી છુટકારો કરે છે. ઘરની સાફસફાઈ કરીને વાતાવરણ પ્રસન્ન કરે છે. સાઉથ અમેરિકન ટ્રેડિશનમાં લોકો મોટી ખાલી બેગ લઈને ચાલે છે, જેને ‘સૂટકેસ વોક’ કહેવાય છે, જે દર્શાવે છે કે આવનારું વર્ષ ફુલ ઓફ એડવેન્ચરનું હશે. અમારી ‘બેગ ભરો, નિકલ પડો’ ઝુંબેશ જેવું તો નથી ને? દેશ કોઈ પણ હોય, ભાગ્ય-ભવિષ્ય આ બાબતો ફરતે ફરે છે તે નિશ્ર્ચિત છે.

ન્યૂ ઈયર સેલિબ્રેશનની દુનિયાની મોસ્ટ પોપ્યુલર જગ્યા એટલે ન્યૂ ઝીલેન્ડની કેપિટલ ઓકલેન્ડ-સ્કાય ટાવર અને ત્યાંનું ફાયર વર્કસ, ઓસ્ટ્રેલિયામાંનું સિડની હાર્બર. કેનેડામાં લોકો એકત્ર આવે છે નાથાન ફિલિપ્સ સ્ક્વેરમાં. બ્રાઝિલમાં રિયો દી જાનેરાનું કોપાકબાના બીચ, ન્યૂ યોર્કનું ટાઈમ્સ સ્ક્વેર અને ત્યાંનું ફેમસ બોલ ડ્રોપ, પેરિસના આયફેલ ટાવરનું મેજિકલ ફાયર વર્કસ અને સ્ટ્રીટ ડાન્સ, લંડનમાં થેમ્સ નદીના કાંઠે બિગ બેન સામેનો લાઈટ શો, હોંગકોંગનું ટાઈમ્સ સ્ક્વેર અને ત્યાંની મોસ્ટ ફેમસ ડેઝલિંગ સ્કાયલાઈન, થાઈલેન્ડનું સેન્ટ્રલ વર્લ્ડ સ્ક્વેર, દુબઈનું સુપ્રસિદ્ધ ફાયર વર્કસ, સિંગાપોરનું મરીના બે… આમ અનેક સ્થળો તેમના અનોખા ચાર્મથી દુનિયાભરના પર્યટકોને ઈશારો કરે છે.

અમે ન્યૂ ઈયરમાં અલગ અલગ સ્થળે પર્યટકોને લઈને જતાં હોઈએ છીએ. દરેક સ્થળે ત્યાંની સુવિધા અનુસાર અલગ અલગ પદ્ધતિથી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. ઉપર અનેક ઓપ્શન્સ આપ્યા છે તેમાંથી તમારું મનગમતું સ્થળ નક્કી કરો અને કરો નવા વર્ષનું સ્વાગત એકાદ હટકે સ્થળે. તમે ગ્રુપ ટુર લઈ જઈ શકો છો અથવા અમારી કસ્ટમાઈઝ્ડ હોલીડે ટીમ પાસેથી જોઈએ તેવી હોલીડે બનાવડાવી શકો છો. સો ચાલો, આખિર સાલ મેં એક હોલીડે તો બનતા હી હૈ.

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*