Gujarati

જન્નત-એ-કશ્મીર

Reading Time: 7 minutes

અમે કહો કે અમારા પર્યટકો કે ભારતીય નાગરિકો, બધાએ જ કાશ્મીરમા ગમે ત્યારે અને ગમે તેટલી અશાતિ થાય તો પણ કાશ્મીરમા જવાનુ છોડ્યુ નથી. એકદરે કાશ્મીરને તેના બધા પરિસ્થિતિજન્ય ગુણદોષો સહિત પર્યટકોએ તેને પોતાનુ કહ્યુ છે. જે થયુ તે થઈ ગયુ. ‘શુ થયુ નથી? શુ કર્યું નથી? કોણે કર્યું નથી?’ એવા આરોપ-પ્રત્યારોપ કર્યા કરવા કરતા આપણે આગળ શુ કરી શકીએ તે વિચારવુ હવે જરૂરી છે.

આપણા દેશના ત્રણ-ત્રણ નામ શા માટે છે? હિંદુસ્થાન, ભારત, ઈન્ડિયા. તમે અમે કોઈને પણ ક્યારેક આ પ્રશ્ન પડતો હોય છે. એકાદ પ્રશ્નોત્તરીની રમતમા પણ આપણે આ પ્રશ્ન પૂછ્યો છે. માર્કેટિંગ સ્ટ્રેટેજી-બ્રાન્ડ પેનેટ્રેશનમા, સ્ટ્રોંગ બોલ્ડ નેમ કોઈ પણ બાબત માટે અગાઉ પણ હતુ અને આજે પણ તેટલુ જ મહત્ત્વનુ છે. બલ્કે, આજની વૈશ્વિક સ્પર્ધાના યુગમા તે વધુ મહત્ત્વનુ છે. કોઈ પણ વસ્તુને-સસ્થાને એક નામ હોય તો મૂઝવણ થતી નથી. એક વાર તે નામ સ્ટ્રોંગ બની જાય પછી તેની અલગ નાની આવૃત્તિઓ શરૂ કરવામા વાધો નથી. અમને બ્રહ્મદેશની સહેલગાહ કરવી હતી. જેઓ ઘણુ બધુ ફર્યા છે તેવા પર્યટકો આ સહેલગાહમા આવે છે. આ દેશનુ હાલનુ નામ છે મ્યાનમાર. પણ જો તે કોઈને સમજાયુ નહીં તો? આથી જ્યારે આ સહેલગાહની જાહેરાત કરવાનુ નક્કી કર્યું ત્યારે અમે તેનુ નામ મ્યાનમાર લખીને કસમા બ્રહ્મદેશ અને બર્મા એમ બને નામ લખ્યા. મૂઝવણ આ રીતે થાય છે અથવા તે સમજવા માટે વધુ એક્સપ્લેનેશન આપવુ પડે તે આ રીતે. અનેક દેશોના આવા બે અથવા ત્રણ નામ છે. નિપ્પોન એ જાપાનનુ મૂળ નામ છે. નેધરલેન્ડને હોલેન્ડ તરીકે ઓળખવામા આવતુ, દિવેહી રાજ્ય એટલે માલદીવ, પર્શિયા એટલે ઈરાન, ડોઈશલેન્ડ એટલે જર્મની, જ્યારે ઓસ્ટ્રેલિયાને ન્યૂ હોલેન્ડ તરીકે ઓળખવામા આવતુ હતુ. આ દેશોએ પછીથી ઓલા ામો જોકે વધુ સારી રીતે દુનિયાના મનમા વસી ગયા અને ધીમે ધીમે આપણે તેમના અગાઉના નામો ભૂલી ગયા. આપણા દેશને પણ ભાગલા પૂર્વે ‘હિંદુસ્થાન’ તરીકે ઓળખવામા આવતો, ભાગલા પછી ‘ભારત’ થઈ ગયુ. ખરેખર તો તે સમયે ‘હિંદુસ્થાન-પાકિસ્તાન’ એમ બે નામ બે દેશોના એવુ નક્કી થયુ હતુ પણ હિંદુસ્થાન શબ્દ સર્વધર્મ સમભાવની આડમા આવશે એ કારણસર સ્થાનિક નામ ‘ભારત’ લીધુ અને આતરરાષ્ટ્રીય સ્તરે તે ‘ઈન્ડિયા’ થઈ ગયુ. ખરેખર તો હિંદુસ્થાન હિંદુઓનુ સ્થાન એવો મૂળ અર્થ નથી. આ પર્શિયન શબ્દ છે અને તે સિંધુ ઘાટ પરથી, સિંધુ-હિંદુ, સિંધ-હિંદ, હિંદુ-કુશ પરથી તે અગાઉ ઉત્તર બાજુના ભાગ માટે મોગલોએ ઉપયોગ કર્યો. અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કસ્તાન પ્રમાણે હિંદુસ્તાન. મોગલોનુ સામ્રાજ્ય દક્ષિણ સુધી વધતુ ગયુ તેમ બધા વિભાગોનુ એક નામ ‘હિંદુસ્થાન’ બનતુ ગયુ. હિંદુસ્થાન, ભારત અથવા ઈન્ડિયા આ ત્રણેય નામો સારા છે પણ તેમા એક જ નામ શક્તિમાન બનવુ જોઈએ. ‘એક દેશ-એક સવિધાન-એક ધ્વજ-એક ચૂટણી-એક કાયદો’ આ દિશામા સુદર પ્રવાસ ચાલુ છે. તેમા ‘એક નામ-એક ઘોષવાક્ય’ એ પણ થઈ જવા દો, એટલે દેશ હવે મજબૂત થઈ રહ્યો જ છે તેને વધુ મજબૂતી આવશે. આજે આ બધુ યાદ આવવાનુ કારણ કાશ્મીર છે. માનનીય રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહ મત્રી અને સસદે જે બધારણીય ફેરફાર જમ્મુ- કાશ્મીર અને લેહ લડાખ માટે કર્યા છે તે માટે લગભગ આખા ભારતે તેનુ અભિનદન કર્યું છે પણ અમે પર્યટન ક્ષેત્રના લોકો પણ તેના ઋણી છીએ. અ બિગ થેન્ક યુ! પ્રોબ્લેમ સતત હોય, ઉકેલાતો નહીં હોય તો સોલ્યુશન બદલવુ જોઈએ. આપણી સરકારે સોલ્યુશન બદલ્યુ છે, તેમને મન:પૂર્વક શુભેચ્છા-દુઆઓ આપીએ. સવાસો કરોડથી વધુ લોકોની શુભેચ્છાએ જે કાઈ આપણા કાશ્મીર માટે કરવાનુ છે તે થઈ રહ્યુ છે. તો મોગલોએ આપણા ભારતને આપેલુ નામ હિંદુસ્તાન આપણે ભૂલી ગયા અથવા તે ‘સારે જહા સે અચ્છા હિંદોસ્તા હમારા. હમ હિંદુસ્તાની.’ જેવા ગીતમાથી સામે આવતુ રહ્યુ પણ તે જીવિત રાખ્યુ કાશ્મીરી લોકોએ. સ્કૂલમા હતી ત્યારથી, એટલે કે, છેલ્લા ચાળીસ પિસ્તાળીસ વર્ષથી મારો કાશ્મીર સાથે સબધ રહ્યો છે. આવી જ એક શરૂઆતની મુલાકાતમા એક વખત ટેક્સીથી, દલ લેકથી લાલ ચોકમા જતી હતી. અસલ કાશ્મીરી લોકો બહુ આતિથ્યશીલ, અદબશીલ, નમ્ર અને બોલકણા હોય છે. તેમનુ ઉર્દૂ મિશ્રિત હિંદી સાભળતા રહેવાનુ મન થાય છે. આથી કાશ્મીરી લોકો સાથે ગપ્પા મારવાનુ ગમતુ. તે ગપ્પામા ક્યારેક કાશ્મીરી લોકોની બોલચાલ, રૂઢિ, પરપરા સમજાતી તો ક્યારેક હાલમા શુ ચાલુ છે કાશ્મીર ખીણમા તે જાણવા મળતુ. આવા જ ગપ્પા તે ટેક્સીવાળા સાથે ચાલુ હતા. તેને પૂછ્યુ, “આપણા આ કાશ્મીરમા વધુમા વધુ લોકો ક્યાથી આવે છે? કયા દેશમાથી આવે છે? તે સમયે મોટી સખ્યામા વિદેશી પર્યટકો કાશ્મીરમા નજરે પડતા હતા. તેણે તરત જ ઉત્તર આપ્યો, ‘યહા જાદા ટુરિસ્ટ હિંદુસ્તાન સે આતે હૈ.’ મારી ઉંમર નાની હતી, અનુભવ ઝાઝો નહોતો, બધારણે આપેલા સ્વતત્ર અધિકારની ઊંડાણથી માહિતી નહોતી, જેથી તેનો ઉત્તર ખટક્યો. મેં તેને કહ્યુ, “લેકિન આપ ભી તો હિંદુસ્તાની હો, મૈ દુસરે દેશોં કી બાત કર રહી હડ્ઢ. તેણે કહ્યુ, “નહીં! ના હમ હિંદુસ્તાની હૈ, ના પાકિસ્તાની. હમ દોનોં સે અલગ હૈ.  હમ કશ્મીરી હૈ. તેના બોલવામા થોડી કડવાશ મને જણાઈ અને મેં તે બાબતમા તેથી જ મારી તપાસ અટકાવી. જોકે આ લોકો ત્યારે અને આજે પણ આપણા ભારતનો ઉલ્લેખ ‘હિંદોસ્તા’ તરીકે કરે છે. ‘હિંદુસ્તાન’ શબ્દ તેમણે આજ સુધી જીવિત રાખ્યો છે.

ચાલીસ વર્ષ કાશ્મીરમા સતત અવરજવર ચાલુ છે. વચ્ચે ક્યારેક ક્યારેક ગેપ પડતો પણ છેલ્લા પખવાડિયા સુધી કાશ્મીરમા અમારી સહેલગાહ ચાલુ હતી. સુધીરે પણ પદર દિવસ પૂર્વે કારગિલ-અમરનાથ-શ્રીનગરની સહેલગાહ કરી. અમે કહો કે અમારા પર્યટકો કે ભારતીય નાગરિકો, બધાએ જ કાશ્મીરમા ગમે ત્યારે અને ગમે તેટલી અશાતિ થાય તો પણ કાશ્મીરમા જવાનુ છોડ્યુ નથી. ઘરમા ઝઘડા તો થયા કરે, અશાતિ પેદા થાય છે, થોડા સમય પછી બધુ શાત થાય છે અને આપણે બધા નજીક આવીએ છીએ તે જ ભાવના બધાની કાશ્મીર પ્રત્યે હતી. પુલવામા એટેક પછી સહેલગાહ શરૂ કરવાની કે નહીં એ પ્રશ્ન હતો. જોકે પર્યટકો અમારા કરતા સાહસિક કહી શકાય અને એવુ જ અમારા ટુર મેનેજર્સનુ પણ છે. બનેની સતતની માગણી રહેતી કે કાશ્મીર સહેલગાહ શરૂ કરવાની. અમે પણ તેમની આજ્ઞાનુ પાલન કરીને સહેલગાહ ચાલુ રાખતા. ગયા એપ્રિલથી સતત સહેલગાહ ચાલુ હતી. કાશ્મીર સહેલગાહની બાબતમા પર્યટકો પણ ધીરજ રાખતા. એક તો બુકિંગ કરતી વખતે જ તેમને જાણકારી રહેતી કે કોઈ પણ અડચણ ક્યારેય પણ ઊભી થઈ શકે છે. ક્યારેક અચાનક એકાદ સમાચાર આવતા અને અમારી કાશ્મીરની નિયોજિત સહેલગાહ તે સમયે રદ્દ કરીને આગળ ઢકેલવી પડતી પર્યટકોની સુરક્ષાના કારણોસર પણ તે બાબતમા પર્યટકોની પરિસ્થિતિને સમજી લઈને રજાઓ લીધી હોય તો એકાદ બીજી સહેલગાહ કરવાની અથવા અમુક લોકો કહેતા, ‘જ્યારે પાછુ કાશ્મીર શરૂ થશે ત્યારે અમે જઈશુ.’ પર્યટકોના આ ઉત્સાહને દાદ આપવાનુ મન થાય છે. ક્યારેક ક્યારેક સહેલગાહમા પણ અડચણો આવતી. હાલમા ગયા મહિનાની એક-બે સહેલગાહમા તો પહલગામ શ્રીનગર માર્ગ પર આર્મી કેમ્પમા રાત વિતાવવી પડી હતી. અમે અહીં ચિંતા કરતા હતા ત્યારે અમારા ટુર મેનેજર્સ અમને કહેતા હતા, ‘ડોન્ટ વરી, જવાનોની સાથે રાત વિતાવવા મળી રહી છે. તેઓ કઈ રીતે અહીં રહે છે? શુ ખાય છે? કેટલુ મુશ્કેલ જીવન જીવી રહ્યા છે? તે જોવા મળી રહ્યુ છે. અન્યથા આવી તક ક્યા મળવાની હતી. પર્યટકો પણ એક આગવો અનુભવ તરીકે તે તરફ જુએ છે. જય જવાન.’ એકદરે કાશ્મીરને તેના બધા પરિસ્થિતિજન્ય ગુણદોષો સાથે પર્યટકોએ પોતાનુ કહ્યુ છે.જ્યા જીવને પણ કદાચ ખતરો બની શકે એવા સ્થળ કાશ્મીરમા જવા પર્યટકો આટલા ઉત્સુક શા માટે હોય છે તેનુ કારણ કાશ્મીરનુ સૌંદર્ય છે. બાદશાહ અલાદ્દીન ખીલજીના દરબારના કવિ અમિર ખુસરોંએ કહ્યુ હતુ ને, “ગર ફિરદૌસ બર રૂયે જમી અસ્ત, હમી અસ્તો હમી અસ્તો હમી અસ્ત. એટલે કે, આ ધરતી પર જો ક્યાય સ્વર્ગ હોય તો તે અહીં છે, અહીં છે અને અહીં જ છે. કાશ્મીરમા જ્યારે પર્યટન પ્રચડ પ્રમાણમા ચાલુ રહેતુ, એટલે કે, સામાન્ય રીતે ત્રીસ વર્ષ પૂર્વેનો સમયગાળો, ત્યારે ફક્ત કાશ્મીરની જ ટુર્સ રહેતી. કાશ્મીર વચ્ચે વચ્ચે અશાત થવા લાગ્યુ ત્યારે અમે ખરેખર તો રોજી માટે અન્ય રાજ્યોની સહેલગાહ શરૂ કરી અને ત્યા ટુરીઝમ વધવા લાગ્યુ. કોઈ ગમે તે કહે, કાશ્મીરની અશાતિ અન્ય રાજ્યોની પર્યટન વૃદ્ધિનુ કારણ બની છે. અર્થાત તે સમયે પર્યટકો ઓછા હતા પણ હવે કરોડો ભારતીયોને પર્યટનની એટલી આદત પડી ગઈ છે કે આપણા ‘સુજલામ સુફલામ’ ભારતમાની વિવિધતાથી સજેલા બધા રાજ્યો પણ પર્યટન માટે ઓછા પડવાના છે. હવે અર્થાત જ થોડો સમય કાશ્મીર પર્યટન માટે બધ રહેશે. કાશ્મીરના, કાશ્મીરી લોકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પર્યટન સસ્થા અને પર્યટકો અમુક સમય માટે વિરહ સહન કરશે. પણ આ ભારતનુ નદનવન ટૂક સમયમા જ નવા રૂઆબમા-વધુ સારા સ્વરૂપમા આપણી સામે આવશે તેવી ખાતરી રાખી શકીએ.

કાશ્મીરને ‘ભારતનુ નદનવન’ કહેવાય છે અથવા ‘ભારતનુ સ્વિટ્ઝર્લેન્ડ.’ મેં પહેલી વાર જ્યારે આ સાભળ્યુ ત્યારે પ્રશ્ન પૂછ્યો, “કાશ્મીરને ભારતનુ સ્વિટ્ઝર્લેન્ડ કહેવાય છે તેને બદલે સ્વિટ્ઝર્લેન્ડને યુરોપનુ કાશ્મીર કેમ કહેવાતુ નથી? અર્થાત જે સમયે આ પ્રશ્ન કર્યો ત્યારે મેં સ્વિટ્ઝર્લેન્ડ જોયુ નહોતુ. જે પછી મેં સ્વિટ્ઝર્લેન્ડ જોયુ ત્યારે સ્વિટ્ઝર્લેન્ડના નિસર્ગસૌંદર્યથી ઘેલી બની ગઈ. જોકે વધુ વિચાર કરવા લાગી તેમ ધ્યાનમા આવ્યુ કે સ્વિટ્ઝર્લેન્ડ શુ કે ભારતનુ કાશ્મીર શુ, નિસર્ગે ઘણુબધુ આપ્યુ છે. ત્યા પણ લેક્સ છે, અહીં પણ છે. ત્યા પણ બરફાચ્છાદિત પહાડીઓ છે, અહીં પણ છે. ત્યા પણ નદીઓ છે, અહીં પણ છે. હવા તે જ છે, નૈસર્ગિક સમાનતા છે પણ માનવનિર્મિત સુખસુવિધા અને શાતિની ખોટ છે. નિસર્ગે બધુ જ આપ્યુ છે, બલકે, સ્વિટ્ઝર્લેન્ડ કરતા પણ વધુ આપ્યુ છે. આપણે જોકે આપણા કર્તૃત્વમા ઓછા પડ્યા. જે થયુ તે થઈ ગયુ. ‘શુ થયુ નથી? શુ કર્યું નથી? કોણે કર્યું નથી?’ એવા આરોપ-પ્રત્યારોપ કર્યા કરવા કરતા આપણે આગળ શુ કરી શકીએ તે હવે વિચારવુ જરૂરી છે. આપણી મક્કમ સરકારે તે દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ પગલુ ઊંચકીને શરૂઆત કરી છે. તેની પડખે શુભેચ્છાથી અને હકારાત્મક મનથી રહીએ. કારણ કે ઈટ્સ હાય ટાઈમ નાઉ! અમે કાશ્મીરમા પર્યટકોને જ્યારે માહિતી આપતા ત્યારે કહેતા, ‘કાશ્મીરમા બે જ વર્ગ છે, ગરીબ અને શ્રીમત, અહીં મધ્યમ વર્ગ નથી.’ કાશ્મીર અશાત થતુ ગયુ, શ્રીમત લોકો વધુ શ્રીમત બનતા ગયા, ગરીબ વધુ ગરીબ બનતા ગયા, દારિદ્રતાનો દશાવતાર એટલે શુ તે હવે જો તમે કાશ્મીરમા ગયા હશો તો તમારી પાછળ પડતા ઘોડાવાળા- ખચ્ચરવાળા પરથી તમને સમજાયુ હશે. કાશ્મીરમા ગરીબ શ્રીમતો વચ્ચેનુ અતર મિટાવવાનો સમય આવી ગયો છે. કોઈને ક્યારેય પણ હાજી-હાજી કરવા નહીં પડવી જોઈએ. ખરેખર તો તે ઘોડાવાળાઓને વ્યવસ્થિત ઓર્ગેનાઈઝ કરવામા આવે તો આવી દયનીય વિનતી કરવાની જરૂર જ નહીં પડે. પર્યટકોને સ્નો પોઈન્ટ પર જવા માટે ઘોડાઓની જરૂર પડે છે અને તે સુવિધા ઘોડાવાળા પૂરી પાડે છે. લેણદેણનો મામલો. બધા સ્થળે આપણને આ રીતે એકબીજાની જરૂર પડે છે. ત્યા ‘ઊંચ-નીચ,’ ‘જી હુજૂર!’ મામલો શા માટે જોઈએ? અર્થાત આ કાશ્મીરમા જ નહીં પણ આખા ભારતમા થવુ જોઈએ. સ્વિટ્ઝર્લેન્ડને દુનિયાએ યુરોપનુ કાશ્મીર કહેવુ જોઈએ. આ પરિસ્થિતિ નિર્માણ થવા માટે આપણી સરકારને લાખ લાખ શુભેચ્છા!

કાશ્મીરથી લેહ લડાખને અલગ કરવામા આવ્યુ તે અનેક રીતે સારી વાત છે, પણ પર્યટન ક્ષેત્રની દૃષ્ટિથી તો તેને ચાર ચાદ લાગી ગયા છે એવુ કહેવામા વાધો નથી. જમ્મુ કાશ્મીર અને લેહ લડાખમા તેના નિસર્ગસૌંદર્યમા, લોકોમા, રૂઢિ-પરપરામા, ધર્મમા, વિચારોમા, ભાષામા અને ભૂગોળમા જમીન આસમાનનો ફરક છે. તેમને અલગ કર્યા પછી હવે પ્રશ્ન એ થાય છે કે ‘તેમને સો શા માટે રાખ્યા હતા?’ આમ જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરમા અશાતિનુ પરિણામ લેહ લડાખના વિકાસમા અવરોધ લાવતા ગયા અને તેને લીધે લેહ લડાખ કેટલુ પાછળ રહી ગયુ છે તે આપણે પર્યટકોએ પણ ત્યા ગયા પછી પગલે પગલે જોયુ છે. હવે લેહ લડાખ ડાયરેક્ટ કેન્દ્રના અખત્યાર હેઠળ આવ્યા પછી ત્યા પણ તે પર્યટનલક્ષી પ્રદેશમા સારા ફેરફાર થશે અને દેશની મુખ્ય સરહદ ત્યા હોવાથી તે દૃષ્ટિથી પણ ફેરફાર અત્યત મહત્ત્વના અને જરૂરી હશે. બે વિભાગ કેટલા અલગ હતા તેનો એક તાજો દાખલો આપવાનો કહીએ તો સરકારે દસ વર્ષ પૂર્વે ‘શ્રીનગર-કાશ્મીરમા પર્યટકોને અને અમરનાથ યાત્રાળુઓને કાશ્મીરમાથી તાત્કાલિક નીકળો’ એવો ઈશારો આપ્યો ત્યારે લેહ લડાખમા ટુરીઝમે ફેસબુક ટ‘ીટર પર લખ્યુ, ‘તમારી યાત્રા કે હોલીડે પ્લાન અડધેથી છોડશો નહીં, લેહમા આવો, અહીં બધુ જ સુરક્ષિત છે અને તમે અહીં આવ્યા પછી ખુશ થઈ જશો.’ યાત્રા અધૂરી રહી ગઈ અથવા કાશ્મીર જોવા નહીં મળશે એ ભાન થતા નિરાશ થયેલા પર્યટકોને-યાત્રાળુઓને તે આપત્તિમા પણ લેહ લડાખના ટુરીઝમે દિલાસો આપ્યો અને કાશ્મીર ખીણમા અસ્થિરતા હોવા છતા લેહ લડાખ શાત છે એ બતાવી દીધુ.

એકદરે જે થયુ તે બહુ સારુ થયુ. હુ એક સર્વસામાન્ય નાગરિક છુ, એક નાની પર્યટન વ્યાવસાયિક છુ છતા દેશની એકતા અબાધિત રહેવા માટે સરકારે જે સાહસિક અને મજબૂત પગલુ ઊંચક્યુ છે તેનુ મન:પૂર્વક અભિનદન કરુ છુ. મને ખાતરી છે કે તમે પણ બધા જ મનોમન અભિનદન કરતા હશો. ચાલો, બધા મળીને આપણા દેશને સર્વ અર્થમા ‘સુજલામ સુફલામ’ બનાવીએ. આ નિમિત્તે આપણા પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માએ ઉચ્ચારેલા શબ્દ યાદ આવ્યા. તેમને ઈન્દિરાજીએ પૂછ્યુ, “કૈસા લગ રહા હૈ હમારા દેશ વહા સે? ત્યારે તેમણે કહ્યુ, ‘સારે જહા સે અચ્છા હિંદોસ્તા હમારા.’

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*