ચેરી બ્લોસમ ઈશારો કરે છે!

0 comments
Reading Time: 10 minutes

મૈત્રીની ભાવનાથી જાપાને 1912માં વોશિંગ્ટનને ચેરી બ્લોસમનાં ત્રણ હજાર ઝાડ મોકલ્યાં અને ડી સી ચેરી બ્લોસમ ફેસ્ટિવલ અમેરિક્નસમાં પ્રસિદ્ધ થઈ ગયો. યુએસએના જ્યોર્જિયાના મેકન શહેરમાં  દુનિયાનાં સૌથી વધુ એટલે કે ત્રણ લાખ ચેરી બ્લોસમ ઝાડ છે પણ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ માટે જવાની ઈચ્છા અને પહેલી પસંદગી દુનિયાના દરેક પર્યટકોને હોય છે.

ગયા વર્ષે વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલની જાપાન ચેરી બ્લોસમ સહેલગાહમાં પર્યટકોને હિરોશિમામાં મળી. ‘અમે જાપાન જોયુ’ની અલગ ખુશી દરેક પર્યટકોના ચહેરા પર હતી પણ ‘અમે ચેરી બ્લોસમ પણ જોયું’ એ વાતે તેમની ખુશી બેગણી થઈ ગઈ હતી. બધાની સાથે સંવાદ સાધતી વખતે મેં એમ જ પ્રશ્ન પૂછ્યો, “બધાની આ જાપાનની પહેલી જ સહેલગાહ છે? કે કોઈ અગાઉ આવી ગયા છે?  એક ખૂણામાથી હાથ ઉપર થયો, ત્યા જોયુ તો અરે આ તો આપણા પ્રકાશજી દિવાકર. વીણા વર્લ્ડ સાથે પાંચ વર્ષમાં તેમણે ચોવીસ ટુર્સ કરી. તેમણે કહ્યું, ‘ગયા વખતે મેં જાપાન ચાયના એકત્ર કર્યુ. હવે ચેરી બ્લોસમ જોવા ખાસ આવ્યો છુ અને આગામી મહિનામા ફરી એક વાર જાપાન આવવાનો છુ, અલ્પાઈન રૂટ જોવા માટે.’ ‘ત્રણ વાર જાપાન?’ મારી આખો પહોળી થઈ ગઈ અને સામેના બધા પર્યટકોની પણ.અમે ગમ્મતમાં પ્રકાશજીને તેમની હસવાની સ્ટાઈલ પરથી તેમને ‘મોગેમ્બો’ કહીએ છીએ. દરેક સહેલગાહ કર્યા પછી તેમનો એક નાનો અને એક મોટો પત્ર અચૂક આવે છે. નાનો પત્ર એક-બે લીટીનો હોય છે. તેમા લખેલું હોય છે, ‘મોગેમ્બો ખુશ હુઆ.’ એટલે સમજી જવાનુ કે સહેલગાહ કાયમ મુજબ સારી થઈ, કારણ કે આટલી સહેલગાહ કર્યા પછી તેઓ ઘણા બધા ટુર મેનેજર્સને જાણે છે, વીણા વર્લ્ડની પદ્ધતિ ખબર છે. એકાદ બાબત ખટકે તો તાત્કાલિક કહી દે છે. આ વર્ષે પણ હવે તેઓ હવાઈ વિથ મેક્સિકો તેમ જ ઈસ્ટર્ન યુરોપના એસ્ટોનિયા બેલારૂસ યુક્રેનની સહેલગાહમા નીકળ્યા છે. તેમની દરેક સહેલગાહ પછી અમને ‘મોગેમ્બો ખુશ હુઆ’ના નાના પત્રની વાટ જોવાની આદત પડી ગઈ છે. તેમનો બીજો પત્ર મોટ્ટો હોય છે. ‘ઈ-પત્ર’-ટૂંકમાં ટ્રાવેલ બ્લોગ, જેમા સહેલગાહનું સંપૂર્ણ વર્ણન હોય છે. પેશન સિવાય આ બાબત સતત થતી નથી. પ્રકાશજીના પર્યટન પ્રેમને સાક્ષાત દંડવત અને તેમણે વીણા વર્લ્ડ પર જે વિશ્વાસ બતાવ્યો, વીણા વર્લ્ડના શરૂઆતના વર્ષમાં તે વિશે તેમના મન:પૂર્વક આભાર.

જાપાનમાં ગયા પછી દરેકની બાબતમાં આવું જ હોય છે. એક સહેલગાહમાં જાપાન આખું જોઈ શકાંતુ નથી. જાપાન બહુ મોંઘો છે. તેથી અગાઉ આપણા પર્યટકોએ જાપાન તરફ પીઠ ફેરવી હતી. કોઈ જાપાનનો ઝાઝો વિચાર કરતા નહોતા. આપણે જાપાનને ‘પૂર્વરંગ’માં પુ લ દેશપાંડે લેખમાંથી અને તેમના દૃષ્ટિકોણથી જોયુ છે. કુતૂહલ હતુ પણ જવાનુ ંથતુ નહોતું. હું પહેલી વાર જાપાન ગઈ ત્યારે જાપાન એકદમ અલગ લાગ્યો.દુનિયા એક બાજુ અને જાપાન બીજી બાજુ હોય તેમ. આમ જોવા જઈએ તો જાપાન અઢારમી સદી સુધી દુનિયાથી અલિપ્ત જ હતો. આ સદીના મધ્યાહનમા થોડી નારાજીથી જ તેમણે પોતાના દેશના દ્વાર પશ્ચિમીઓ માટે ખુલ્લા કર્યા. દુનિયાની સારી બાબતો, ખાસ કરીને યુરોપ અમેરિકાની ટેકનોલોજીની અને ઉદ્યોગ ક્ષેત્રની, તેમણે ઝડપથી અંગીકાર કરી અને જાપાનને ઈન્ડસ્ટ્રીઝ અને મિલિટરીમા એવો પાવફુલ બનાવી દીધો કે દુનિયાની આંખો પહોળી થઈ જવાનો વારો આવ્યો. મોસ્ટ મોડર્ન હોવા છતા સંસ્કૃતિ કળા પરંપરા જેવી બાબતો હાથમા હાથ પરોવીને ત્યા ચાલે છે. જ્યાં જુઓ ત્યા માનવી જ માનવી અને કેમ નહીં હોય? અમેરિકાની લોકસંખ્યાની અડધી લોકસંખ્યા જાપાનની છે. જોકે લોકોને રહેવાની જગ્યા, અમેરિકાનું એક રાજ્ય, એટલે કે, કેલિફોર્નિયાથી પણ નાની છે. સારું, આ દેશ ટાપુ-ટાપુઓ મળીને બન્યો છે. છ હજાર ટાપુ છે જાપાનમા.તેમાથી ચારસોથી વધુ ટાપુ પર હજુ માનવી વસતિ નથી. નેચરલી ઘરો નાના છે. તેથી વસ્તુઓ ઓછી છે. સવારે બેઠકનો રૂમ રાત્રે બેડરૂમ બની જાય છે. ઘણા બધા સ્થળે બેડ્સ દીવાલમા ફોલ્ડ કરીને રાખેલા હોય છે. સુધીર એક વાર જાપાનના એક નાના ગામમા ગયા હતા. હોટેલ મેનેજરે ચાવી આપ્યા પછી રૂમમા જઈને જોયુ તો શું? સુંદર પણ નાનો રૂમ, બહાર વૃક્ષોનો મસ્ત વ્યુ, લાકડાની વૂડન પેનલિંગ કરેલી જગ્યા. તે રૂમમા ફક્ત જમીન પર મૂકવામા આવેલી બે મેટ્સ અને એક બેઠુ કોફી ટેબલ એવી રચના હતી. બેડ નહોતો અને ફક્ત કમોડ ટોઈલેટ, નો શાવર બાથ, એટલે કે, રૂમમા બાથરૂમ જ નહીં. મેનેજરને ફોન કરવા પર તેણે કહ્યુ, ‘રાત્રે બેડ નાખીને અપાશે અને સ્નાન કોમન સ્પામા જઈને કરવાનુ.’ ‘ચલો યે જાપાન હૈ’ કહીને સુધીરે ‘આગે આગે દેખો હોતા હૈ ક્યા?’નો કુતુહલપૂર્ણ રૂખ લીધો. રાત્રે હાઉસ કીપિંગવાળાએ દીવાલમા લટકાવેલો બેઠો બેડ નીચે ઉતાર્યો, તેની પર જાડી ચાદર નાખી અને બની ગયો બેડ તૈયાર. દસ ઈંચ બાર ઈંચ ઊંચાઈના મેટ્રેસીસના જમાનામા નો ગાદી હા, ‘સિંપલ લિવિંગ હાઈ થિન્કિગ’નો આ જાપાની મામલો સુધીરે ખુશીથી સ્વીકાર્યો. જોકે આજે પણ જાપાનમા વીણા વર્લ્ડના પર્યટકો માટે હોટેલ રેકી કરવાની હોય તો તે અમારી ટીમને ખાસ કહીએ છીએ, ‘અરે હોટેલમા બેડ્સ-મેટ્રેસીસ અને ટોઈલેટ સહિત બાથરૂમ્સ છે ને તેની ખાતરી કરી લો.’ દૂધથી દાઝેલો માણસ છાશ પણ ફડ્ઢકીફડ્ઢકીને પીએ તેવી આ વાત છે. અર્થાત, આ સુધીરનો તે ગામનો અનુભવ હતો. આપણી સહેલગાહમા આવી હોટેલ્સ નથી હોતી. આપણે લઈએ તે મોટે ભાગે બધી જ હોટેલ્સ બહુ સારી હોય છે. સો, કાળજી નહીં કરો.

જાપાન બીજી વાર મુલાકાત લેવાનુ આમંત્રણ આપે જ છે તે સાચુ છે. હમણા સુધી હુ પણ ચાર-પાચવાર જઈને આવી છુ. અમારો નીલ તો એકદમ જાપાનઘેલો છે. બે વર્ષમા ત્રણ વાર જઈને આવ્યો છે. એક વાર જસ્ટ જાપાન જોવા, બીજી વાર તેનુ સ્કીઈંગનુ બહાનુ હતુ અને ત્રીજી વાર રાજને લઈને ગયો હતો. હવે તો એપ્રિલમા પણ જઈ રહ્યો છે, કારણ કે હજુ ચેરી બ્લોસમની સીઝનમા જાપાન જોવાનુ તેનુ રહી ગયુ છે. અમને ખાતરી છે કે તેનુ આગામી બહાનુ જાપાન ઓટમ કલર્સ અને જાપાન અલ્પાઈન રૂટનુ હશે આ પછી ફરી એક વાર સ્કીઈંગ માથું ઊંચકશે જ. તે ગમે તેટલા કારણો આપે તો પણ તેની મુલાકાતનું એક મહત્ત્વનું કારણ જાપાની ભોજન છે. જાપાન જેટલુ પ્યોર ફ્રેશ ફિશ અને ફડ્ઢડ ક્યાય નથી એવુ તેનુ કહેવું છે. ત્રણ વર્ષ પૂર્વે અમે એરલાઈન્સ અને ત્યાના પાર્ટનર્સની મદદથી જાપાન અમારા પર્યટકો માટે એફોર્ડેંબલ બનાવ્યુ અને રીતસર હજારો પર્યટકોએ વીણા વર્લ્ડ સાથે જાપાન જોયુ. જાપાન તરફ ભારતીય પર્યટકોને વાળવામા વીણા વર્લ્ડેં સિંહફાળો આપ્યો છે એવુ અમે ગર્વથી કહીએ છીએ, પરંતુ એરલાઈન્સ-ટુરીઝમ બોર્ડસે પણ અનેક વાર તે બાબતમા વીણા વર્લ્ડને ગૌરવાન્વિત કર્યુ છે. અમારી ટીમના પ્રયાસ અને મહેનત ફળ્યા છે અને આપણા પર્યટકોએ મોંઘુ જાપાન જોયુ તે મહત્ત્વપૂર્ણ છે.

અમારી બધી ઓફિસીસમાં હાલ યુરોપ અમેરિકા અથવા હિમાલયીન ભારતીય સહેલગાહની તોલમા કોઈ સહેલગાહના બુકિંગની ગિરદી હોય તો તે ચેરી બ્લોસમ સ્પેશિયલ-જાપાન સહેલગાહ માટે છે. એક હજાર પર્યટકો આ વખતે વીણા વર્લ્ડ સગાથે ચેરી બ્લોસમવાળુ જાપાન જોવાના છે. આમા અલગ અલગ સહેલગાહ છે. છ દિવસની મોસ્ટ પોપ્યુલર જાપાન જ્વેલ્સ, નવ દિવસની જાપાન કોરિયા, બાર દિવસની જાપાન ચાયના, આઠ દિવસની જાપાન વિથ યુઝાવા એન્ડ હાકોને અને સાત દિવસની ચેરી બ્લોસમ-સાઉથ કોરિયા વિથ જેજુ આઈલેન્ડ. વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ પણ છે. જાપાન જ્વેલ્સની ઘણી બધી સહેલગાહ ઓલરેડી ફુલ થઈ ચૂકી છે. જેમણે જેમણે આ વર્ષે  જાપાનમા જવાનો વિચાર કર્યો છે તેમણે તાત્કાલિક બુકિંગ કરવાનું જરૂરી છે. જેમને પરીક્ષાઓને લીધે માર્ચ એપ્રિલ ફાવે એમ નથી તેમને માટે મે મા પણ જાપાન જ્વેલ્સ અથવા જાપાન અલ્પાઈન રૂટની સહેલગાહ છે. પંદર દિવસની જાપાન કોરિયા તાઈવાન સહેલગાહ પણ છે. આથી જલદી નિર્ણય  ફાયદાનો રહેશે, પૈસા બચાવવાનો રહેશે, વહેલુ બુકિંગ કરવાથી પૈસા બચતા હોય તો શા માટે નહીં બચાવવા જોઈએ?

જે હજાર પર્યટકો હવે અમારી સાથે જાપાનના સાકુરા નિમિત્તે નીકળ્યા છે તે વિશે થોડુ હવે જાણી લઈએ. ચેરી જાપાનનું નેશનલ ફ્લાવર છે. તેને જાપાની ભાષામાં સાકુરા કહેવાય છે. ચેરી બ્લોસમનો ફાલ ટોકિયો ઓસાકા જેવા પર્યટન સ્થળે માર્ચ આખર અને એપ્રિલની શરૂઆતમાં હોય છે, સંપૂર્ણપણે નિસર્ગની લહેર પર તે આધાર રાખે છે. દર વર્ષે સામાન્ય રીતે આ સમયગાળો ક્યારે હશે તે નેશનલ ચેનલ દ્વારા પબ્લિશ કરવામા આવે છે. પંદરથી વીસ દિવસની આ સાકુરા વસંત ઋતુના આગમન સાથે જ એકદમ નવચૈતન્યથી ઊભરાઈ આવે છે. આશા અને નવનિર્માણનું સાકુરા પ્રતીક બની ગયુ છે. જીવન સુખ દુ:ખ આ બધાની ક્ષણિકતા પણ સાકુરા બતાવે છે. આ પંદર-વીસ દિવસમાં જાપાની લોકો રીતસર જીવન જીવી લે છે. ચેરી બ્લોસમનાં બાગોમા પિકનિક્સ ઊભરાઈ આવે છે. આ પિકનિક્સને‘હનામી’ તરીકે ઓળખવામા આવે છે. રાત્રે વૃક્ષો પર કંદિલ લગાવીને આ પિકનિક્સ મનાવવામા આવે છે. તેને ‘યોઝાકુરા’ અથવા ‘નાઈટ સાકુરા’ તરીકે ઓળખવામા આવે છે. ચેરી બ્લોસમની બસ્સો અલગ અલગ વરાઈટીઝ છે. સોમેઈ યોશિનો એટલે પાંચ પાંખડીવાળું સિંગલ ફ્લાવર, ફિક્કા ગુલાબી રંગનુ. યામાઝાકુરા પહાડોમાં ખીલેલુ ચેરી બ્લોસમ છે. શિદારેઝાકુરા એટલે વીપિંગ ચેરી, ચેરી બ્લોસમના ફાલથી ઊભરતી જમીન પર ઝૂકેલી ડાળખીઓવાળુ ચેરી બ્લોસમ, કઝાન એટલે ચાળીસ-પચાસ પાંખડીઓનું ભડક ગુલાબી રંગનુ ચેરી બ્લોસમ, યુકોન એટલે હળદર, તે કલરનું પણ સાકુરા જોવા મળે છે. સફેદ ગુલાબી રંગથી સજેલુ જાપાન, પવન સાથે આસપાસની હવામા ઊડતા, જાણે ડાન્સ કરતા સાકુરાનું ંજાપાન જોવુ અતુલનીય છે. સાકુરા કેક, સાકુરા ડિઝાઈનનાં કપડાં, સાકુરાનાં પેઈન્ટિગ્સ, ફિલ્મ એનિમેશન્સ, ટેટ્ટૂઝ, ડ્રિંક્સ, પરફ્યુમ્સ ઉપરાંત મેકડોનાલ્ડ્સમા ચેરી બ્લોસમ બર્ગર્સ પણ વેચવામા આવે છે.

સાકુરાની મજા શબ્દોમાં પકડવી અશક્ય છે, જેથી તમારી પર્યટનની યાદીમા કમસેકમ એક વાર જાપાન હોવુ જ જોઈએ અને તે ચેરી બ્લોસમ સમયે હોય તો સોનામા સુગંધ.

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*