ઉત્સાહ અને સમાધાન

0 comments
Reading Time: 9 minutes

નૂતન વર્ષાભિનદન! હેપ્પી ન્યૂ ઈયર! આ વર્ષ આપણા બધાો માટે આરોગ્યવર્ધક નીવડે! ૨૦૨૦થી નવા દાયકાની શરૂઆત થઈ. બહુ આશા છે આ નવા કોરા વર્ષ પાસેથી અને આ દાયકા પાસેથી. અર્થાત, આપણી ભરપૂર અપેક્ષાઓ હોવા છતા આ વર્ષ અને આ દાયકો નવા યુગના નવા પડકારો આપણી સામે સતત ઊભા કરશે. તે ઝીલવા આપણે એકદમ તૈયાર રહેવાનુ છે, મક્કમ રહેવાનુ છે. શારીરિક- માનસિક સતુલન અત્યત મહત્ત્વનુ રહેશે આગામી સમયમા. અમારુ એક સારુ છે કે અમે એવા વ્યવસાયમા છીએ કે દરેક દિવસે કાઈક ને કાઈક ક્યાક બનતુ હોય જ છે. એક સમયે પાચથી છ હજાર લોકો ભારતના અને દુનિયાના ખૂણેખાચરે સુપરપીક સીઝનમા પ્રવાસ કરતા હોય છે ત્યારે વિમાન કેન્સલ થવુ, બસ બ્રેકડાઉન થવી, રોડ બ્લોક, મોરચા, વીઆઈપી વિઝિટ જેવી અનેક બાબતોનો સામનો કરવો પડે છે. તે પડકારોનો મુકાબલો કરતા કરતા તેમાથી તપીને નીકળતી વખતે અમે દરરોજ પોતાને વધુ સ્ટ્રોંગ બનાવીએ છીએ. દરેક અડચણમાથી કોઈક ને કોઈક માર્ગ નીકળે જ છે. ભગવાન સતત પડખે હોય છે એવુ કહેવામા કોઈ વાધો નથી.

ક્યારેક ક્યારેક જોકે મોંમાથી ફીણ આવી જાય એવી સ્થિતિ થાય છે. ગત ચોવીસ ડિસેમ્બરે પણ આવી જ કાઈક સ્થિતિ થઈ હતી. સુપરપીક સીઝન શરૂ થાય છે ત્યારે સવારે ઊઠતાવેંત પહેલા મોબાઈલ ચેક કરવાની આદત છે. દેશવિદેશની બધી સહેલગાહ વ્યવસ્થિત ચાલુ છે ને, ક્યાક કોઈને કોઈ પ્રોબ્લેમ તો નથી ને તે જોતા શાત મનથી દિવસની શરૂઆત કરવાનુ સારુ લાગે છે. તે દિવસે પણ આ રીતે જ મોબાઈલ જોયો અને ગેસ્ટ રિલેશન્સ ઈન્ચાર્જ ઈશિતા શાહનો મિસ્ડ કોલ દેખાયો. કાઈક મોટો પ્રોબ્લેમ હોવો જોઈએ, જે સિવાય ઈશિતા, શિલ્પા મોરે કે વિવેક કોચરેકર ફોન કરતા નથી. મોટી મોટી અડચણોના ફટાફટ સોલ્યુશન્સ કાઢવામા તેઓ માહેર છે. અને આવુ જ હોવુ જોઈએ. આપણા વિના આપણી ટીમને ઓર્ગેનાઈઝેશન ચલાવતા આવડવી જોઈએ. તો જ આપણે લીડરશિપ માટે યોગ્ય ઠરીશુ. ઈશિતાને ફોન કર્યો ત્યારે સમજાયુ કે આદામાનમા જનારી બે ટુર્સની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે અને સર્વ પચાવન પર્યટકો એરપોર્ટ છોડવા તૈયાર નથી. તે અઠવાડિયુ જ સર્વ એરલાઈન્સ માટે કટકટનુ અને નુકસાનીનુ હતુ. વિમાનો લેટ થવા તે બાબતે ચરમસીમા પાર કરી હતી પણ વિમાનો કેન્સલ થવાનુ પ્રમાણ પણ વધ્યુ હતુ. રોજ દેશભરના અનેક વિમાનો કેન્સલ થતા હતા, એક દિવસે કુલ પાચસો વિમાન કેન્સલ થયા તે સૌથી મોટી સખ્યા હતી. અમને પણ તેની અસર થતી હતી પણ એરલાઈન્સ સાથે સારા સબધ હોવાથી અને કુલ બિઝનેસ પણ મોટો હોવાથી તેઓ આ બધી અડચણોમાથી સર્વ સહાય કરીને ઓલ્ટરનેટિવ આપતા હતા, પીક સીઝન હોવા છતા ગૂચનો ઉકેલ લાવવા માટે મદદ કરતા હતા. એરલાઈન્સ માટે ધુમ્મસ, મોરચા, રેગ્યુલેશન્સ, ક્રુના કામના કલાકો આ બધા જ મુદ્દા એકસાથે સામે આવ્યા હતા. ભારતમાના વિમાનોનુ સમયપત્રક તે અઠવાડિયામા રીતસર ખોરવાઈ ગયુ હતુ. અખબારોમા આ વિશે મોટા મોટા સમાચારો આવતા હતા.

તો તે દિવસે, એટલે કે, ચોવીસ ડિસેમ્બરે આ વિમાન કેન્સલ થયુ અને અમારી આખો સામે અધારા આવી ગયા. આજે કશુ થઈ નહીં શકે, પર્યટકોને પોતપોતાના ઘરે પાછા જવુ પડશે અને તાત્કાલિક શક્ય તેમ આવતીકાલે- પરમ દિવસે આ પર્યટકોને આદામાનમા મોકલવા પડશે. આ જ માર્ગ હતો. આમ જોવા જઈએ તો વિમાન કેન્સલ થવુ, તે માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવી તે કામ અમારી ટીમ કરતી હોય છે. જેમને તેનો અદાજ હતો તે પર્યટકો પોતાના ઘરે નીકળી ગયા. જોકે પોતાની ડ્રીમ હોલીડે પર આ રીતે વિમાનના કેન્સલેશનના વાદળો છવાયા પછી પર્યટકોનો અસતોષ ચરમસીમાએ પહોંચવો તે નેચરલ હતુ. ‘સવારે દસ વાગ્યે એરલાઈન્સની ઓફિસ શરૂ થયા પછી જ નિર્ણય મળશે અને તે જણાવવામા આવશે’ એવુ દરેક રીતે પર્યટકોને કહેવા છતા એરપોર્ટ છોડવા તૈયાર નહોતા. પર્યટકોનુ પણ બરોબર હતુ, ખુશીથી ઉત્સાહથી તેઓ એરપોર્ટ પર આવ્યા હતા. આદામાનની સહેલગાહ તરફ મીટ માડીને બેઠેલા હતા. અનેકોએ તે માટે છ-છ મહિના અગાઉ બુકિગ કરી રાખ્યા હતા. પહેલા જ આદામાન જતી એરલાઈન્સ ઓછી, તેમની નબર ઓફ ફ્લાઈટસ પણ ઓછી. ચોવીસ ડિેસેમ્બર એટલે સુપરપીક ડેટ, ફ્લાઈટ્સ ચોકોબ્લોક, હોટેલ્સ હાઉસફુલ. પચાવન પર્યટકો માટે આવા સમયે વિમાનનુ અને હોટેલનુ બુકિગ મેળવવુ મોટો પ્રશ્ર્ન હતો. આ સુપરપીક સીઝનમા આદામાન જેવા સ્થળની હોટેલ્સ સો ટકા કેન્સલેશનના ચાર્જીસની નીચે આવે છે. આર્થિક નુકસાન બાજુમા રાખીએ તો જ્યા એક રૂમ મળવો મુશ્કેલ હોય ત્યા ક્રિસમસ ન્યૂ ઈયર સેલિબ્રેશનના સમયગાળામા આટલા રૂમ્સ મેળવવાનો પ્રશ્ર્ન જ નહોતો. પહેલા એર ટિકિટ્સ મેળવીએ, બાકી પછી જોઈશુ એવુ વિચારીને અમારી એર રિઝર્વેશન ટીમ, એટલે કે, પ્રમોદ રાણે, સુનીલ પન્હાળે, દીપ્તિ નાઈક કામે લાગ્યા. પર્યટકો એરપોર્ટ પરથી ખસતા નહોતા, સમય વીતતો જાય તેમ ગૂચ વધતી હતી. અતે પર્યટકોએ અમારી ઓફિસમા આવવાનુ નક્કી કર્યું. આજે તેમનો પ્રવાસ થવાનો નહોતો તે નિશ્ર્ચિત હતુ અને આગળની વ્યવસ્થા કરવા માટે આખો દિવસ નીકળી જવાનો હતો તે સ્વાભાવિક હતુ. ઈશિતાએ પર્યટકોની મુલાકાત લીધી. દીપક જાધવ, વિનાયક નાયક, મદાર શાસ્ત્રી અને સ્વપ્નિલ આપટે પર્યટકો સાથે સવાદ સાધતા હતા.

તે જ દિવસે સુધીરનો જન્મદિવસ હતોઅને તેથી મોટે ભાગે બધી જ એરલાઈન્સના લોકો કેક લઈને શુભેચ્છા આપવા માટે ઓફિસે આવતા હતા. તેમને તે દિવસે કોર્પોરેટ ઓફિસમા અલગ જ દશ્ય જોવા મળતુ હતુ અને અમે તેમને કહેતા હતા, ‘કૃપા કરીને આગળના આઠ દિવસમા ફ્લાઈટ્સ કેન્સલ કરીને પર્યટકોની ખુશી પર પાણી ફેરવશો નહીં. તમારા પણ હાથ બધાયેલા છે તે અમે જાણીએ છીએ પરતુ સામાન્ય રીતે આદામાનમા ઊતરીને ધમાલ કરનારા અમારા પર્યટકો આવા રૂપમા જોવા એ બહુ જ દુ:ખદાયક છે.’ જે એરલાઈનનુ વિમાન કેન્સલ થયુ હતુ તેઓ પણ આવ્યા હતા કેક અને જોડે લેપટોપ લઈને. સવારે દસ વાગ્યાથી સાજે સાડાચાર વાગ્યા સુધી તેઓ અમારી સાથે હતા અને આગામી બે દિવસમા કોલકાતા-ચેન્નાઈ-મુબઈથી પચાવન સીટ્સ તેમણે મેળવી આપી. ટિકિટ્સ થતી હતી તેમ અમારી ડેસ્ટિનેશન મેનેજમેન્ટ ટીમ ત્યાના લોકલ સપ્લાયર સાથે હોટેલની શોધમા પડી હતી. પ્રાચી ગુરવ, અશ્ર્વિન મ્હાત્રેએ પણ પાચ વાગ્યે હોટેલની એરેન્જમેન્ટ કેવી થઈ રહી છે તે કહ્યા પછી હુ પર્યટકોને મળી. તેમનો પહેલો પ્રશ્ર્ન હતો, ‘તમે અગાઉ કેમ મળવા આવ્યા નહીં?’ તેમનુ પૂછવાનુ વાજબી હતુ. તેમને કહ્યુ, ‘હુ ઓફિસમા જ હતી, તમારો અવાજ સાભળ્યા પછી એક વાર બે વાર આવવાનુ મન થયુ પણ નહીં આવી, કારણ કે આ સુપરપીક સીઝનમા સૌપ્રથમ એર ટિકિટ્સ અને હોટેલ મુકામની વ્યવસ્થા કરવાનુ મહત્ત્વનુ હતુ. તમે અહીં આવ્યા નહીં હોત તો પણ તે થવાનુ જ હતુ, કારણ કે અમારી ટીમ એક્સપર્ટ છે આવી ઈમરજન્સીને હેન્ડલ કરવામા અને તમારી હોલીડે સફળ બનાવવી તે જ તો અમારી અગ્રતાની ફરજ છે અને તે માટે જ તો દેશવિદેશમા સર્વત્ર વીણા વર્લ્ડના પર્યટકો વધુ સખ્યામા દેખાય છે. વચ્ચે જ હુ આવી હોત તો કદાચ શબ્દથી શબ્દ વધ્યા હોત. તમારો દોષ નથી, અમારો નથી, એરલાઈન્સનો પણ નથી, પરતુ આવેલી પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડશે. હવે મારા હાથમા વિકલ્પ છે અને તમારી હોલીડે પાર પાડવાની ખાતરી છે. આથી સારુ લાગી રહ્યુ છે. તમને મળવાનુ નહીં હોત તો ઓફિસમા જ આવી નહીં હોત. જોકે તમે ઓફિસમા આવી રહ્યા હોવાથી એ બધા વધુ ઉત્સાહિત થઈને ઓફિસમા આવ્યા અને આ ગૂચ ઉકેલ્યા પછી હવે સમાધાન સાથે ઘેર જઈએ.’

પર્યટકો સાથે તે પછી ઘણા ગપ્પા થયા, ‘ફર્સ્ટ ટેક દ કાઉ આઉટ ઓફ દ ડિચ’ એ અમે કાયમ વાપરીએ તે પ્રિન્સિપલ આજે મેં કઈ રીતે વાપર્યું તે પણ કહ્યુ અને જે દીવાલ પર આ ‘કાઉ પ્રિન્સિપલ’ બિરાજમાન થયા છે તે દીવાલ પણ લઈને બતાવી. તે પછી બધાએ મળીને સેલ્ફી અને ફોટોઝ પણ ખેંચ્યા. એકદરે દિવસ બહુ ગડબડવાળો રહ્યો. ‘ઓલ ઈઝ વેલ, દેેટ એન્ડ્સ વેલ.’ સવારે ગુસ્સે થઈને આવેલા પર્યટકો ખુશીથી પોતપોતાના ઘેર ગયા. અમારા કાર્યાલયમાની ટીમને આજે અલગ જ દૃશ્ય જોવા મળ્યુ હતુ, પણ અતે તે જ પર્યટકોને હસતા હસતા ઓફિસમાથી બહાર નીકળતા જોઈને તેમને આશ્ર્ચર્ય થયુ.

‘ઉત્સાહથી ઓફિસમા આવવાનુ અને સમાધાનથી ઘરે પાછા જવાનુ’ આ એક વાક્ય અમે કાયમ વાપરીએ છીએ. તેનુ જ ડેમોન્સ્ટ્રેશન ચોવીસ ડિસેમ્બરનો દિવસ હતુ. તે દિવસે સવારે ઘરેથી નીકળી ત્યારે આટલા રિઝર્વેશન્સ કઈ રીતે મેળવવા તેની ધાસ્તી હતી, પરતુ પ્રોબ્લેમ સાથે બે હાથ કરવાનો ઉત્સાહ મોટો હતો. પર્યટકોએ અતે દરેકને વીણા વર્લ્ડ સગાથે કેટલી ટુર્સ કરી છે અને તેમને વીણા વર્લ્ડ કઈ રીતે ગમે છે તે કહ્યુ ત્યારે મન ભરાઈ આવ્યુ. તે દિવસે ઘેર જતી વખતનુ સમાધાન અલગ જ હતુ.

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*