Gujarati Language

Eyjafjallajökull

આજે ટાઈમપાસ તરીકે આ પ્રશ્ર્ન પૂછી રહી છું. આ મથાળાનો શબ્દ કઈ રીતે ઉચ્ચાર કરવો? ટીવી ચેનલ્સ પર આ શબ્દના ઉચ્ચાર પરથી ફની પ્રોગ્રામ્સ આવ્યા છે. તો કઈ રીતે ઉચ્ચારવો એ ખબર ન હોવાથી અનેક ન્યૂઝરીડર્સે તેનો ઉચ્ચાર જ ટાળી દીધો હતો. ૨૦૧૦માં આ શબ્દએ આખી દુનિયાની ઊંઘ ઉડાડી મૂકી હતી. યુરોપની ઈકોનોમીને સંર્પક ભીંસમાં લીધી હતી. એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી ડગુમગુ થવા આવી હતી. બીજા મહાયુદ્ધ પછી દુનિયામાં પહેલી જ વાર આટલો મોટો અવરોધ આવ્યો હતો. એક કરોડ લોકો ‘જૈસે થે!’ થયા હતા. શું તમે આ શબ્દનો ઉચ્ચાર કરી શકો છો?

મનાલીની પહેલી મહિલાઓની સહેલગાહ હતી. હું ચાર દિવસ મનાલીમાં હતી. રોહતાંગ સ્નો પોઈન્ટ પાસે મોજમસ્તી કર્યા પછી મેં અમારા ટેક્સી ડ્રાઈવરને કહ્યું, ” મને વધુ આગળ લઈ જા જ્યા સુધી રસ્તો છે અને પછી આપણે પાછાં આવીશું. પહાડોની ભવ્યતા, બરફનો અપ્રતિમ નજારો અને એકંદરે લેન્ડસ્કેપ આંખોમાં આંજવી હતા. નિસર્ગ સૌંદર્યનો મન મૂકીને આસ્વાદ કરીને મેં ચાર વાગ્યે નીચે ઊતરવાનું શરૂ કર્યું. આ પહાડીઓ પર મોબાઈલ રેન્જ મળતી ન હોવાથી આટલો સમય નિસર્ગ અને મારી વચ્ચે કોઈ પણ અવરોધ નહોતો. મનાલીની નજીક આવ્યાં ત્યારે મોબાઈલની યાદ આવી. મોબાઈલ ઓન થતાં જ ધડાધડ મેેસેજીસ આવ્યા, ‘કોલ અર્જંન્ટ્લી.’ આટલા બધા મેસેજીસ જોઈને ધ્રાસકો બેઠો. ડરતાં ડરતાં ફોન લગાવ્યો. સામે અમારા એર રિઝર્વેશનનો પ્રમોદ હતો. “મેમ, યુરોપમાં બધાં એરપોર્ટસ બંધ થઈ ગયાં છે. ક્યાંય કોઈ ફ્લાઈટ્સ આવજા કરતી નથી અને રોજ આપણી ટુર્સ છે, “અરે પણ ચોક્કસ શું થયું છે, યુદ્ધ શરૂ થયું કે શું?- “એશ ક્લાઉડ આવ્યું છે. આખા યુરોપના આસમાનમાં તે પસરી ગયું છે, ઝીરો વિઝિબિલિટી અને તેમાં પાર્ટિકલ્સ પણ છે. આથી જૈસે થે સ્થિતિ એશ ક્લાઉડ? ત્યાં સુધી ઐશ્ર્વર્યા રાયને એશ તરીકે સંબોધવામાં આવે છે એટલો જ સંબંધ એશ શબ્દ સાથે હતો. જોકે યુરોપમાં એશ ક્લાઉડ આવ્યું એટલે ચોક્કસ શું થયું છે, શા માટે થયું છે તે જ સમજાતું નહોતું. પ્રમોદને કહ્યું, “જુઓ, બધું જ ઠપ થઈ ગયું છે ને. સો પર્યટકોને સમજાવો, વી વિલ કીપ યુ અપડેટેડ અને પરિસ્થિતિનો કયાસ- વ્યાપ્તિ- તીવ્રતાનો અંદાજ લઈને આગળનું પગલું ભરીશું. મને હોટેલમાં જઈને જરા જોવા દે આ એશ ક્લાઉડ ચોક્કસ શું છે? હોટેલમાં આવતાં બધી ટીવી ચેનલ્સ આ ‘એશ ક્લાઉડ’ની ન ભૂ:તો ન ભવિષ્યતિ એ મુદ્દા પર તૂટી પડી હતી. એરલાઈન્સ અને એરપોર્ટસ પર આ રીતે અચાનક બંધ પડી ગયા પછી કેટલો હાહાકાર મચી ગયો હશે એ કોઈ પણ કલ્પના કરી શકે છે. બન્યું એવું કે આઈસલેન્ડ એ   ઇંગ્લેંન્ડ પર રહેલો, દુનિયાના નકશા પર અત્યંત નાનો દેખાતો વોલ્કેનિક ઈરપ્શન્સ સંબંધમાં પ્રસિદ્ધ આ દેશમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને તેમાંથી બહાર નીકળતી જ્વાળામાંથી નીકળતો ધુમાડો, રાખ અને માટીનું મિશ્રણ એટલું તેજ ગતિથી ભૂગર્ભમાંથી આવતું હતું અને આકાશમાં પ્રસરતું હતું કે વિજ્ઞાનીઓ પણ અવાક રહી ગયા હતા. આ બધું મિશ્રણ ત્રીસથી પાંત્રીસ હજાર ફૂટ ઊંચાઈ પર ફેંકાતું હતું અને હજારો કિલોમીટર્સના પરિઘમાં પ્રસરતું હતું. નૈચરલી, વિમાનોનું ઉડાણ બંધ કરવામાં જ શાણપણ હતું. એશ ક્લાઉડના ફોટોઝ, તેના પર ચર્ચા, તે ક્યાં સુધી ચાલશે? તે શાના કારણે થયું? હવે પછી શું થશે? એરપોર્ટ પર માણસો કઈ રીતે અટવાઈ પડ્યા છે? એરપોર્ટ પર ખાવાનો સ્ટોક કઈ રીતે ખતમ થઈ ગયો છે? આ સમાચારોથી દરેક ચેનલ ઊભરાતી હતી. જો કે તેમાં સૌથી મજેદાર બાબત એ હતી કે આઈસલેન્ડમાં જે પર્વત પર આ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો તે પર્વતનું નામ કોઈ પણ ટીવી ચેનલ પર ન્યૂઝરીડરને ઉચ્ચારવાનું ફાવતું નહોતું. સીએનએન, બીબીસી પણ થોથવાઈ ગઈ હતી. આ પછી તેમણે ક્લિપ્સ બતાવવાનું શરૂ કર્યું. અલગ અલગ સ્થળે કેમેરા ગોઠવીને આવતા- જતા લોકોને પૂછવા લાગ્યા કે આ શબ્દનો ઉચ્ચાર કઈ રીતે કરવો? દરેક જણ કાગળ પર તે શબ્દ વાંચતા હતા અને નિષ્ફળ પ્રયાસ કરતા હતા. આવી ફજેતીને લીધે હાસ્યની છોળો ઊડતી હતી. એશ ક્લાઉડને લીધે આઠ દિવસ યુરોપ બંધ. એક કરોડની ઉપર પ્રવાસી જ્યાંના ત્યાં અટવાઈ પડ્યા. નાણાકીય હાનિ કેટલી થઈ તેનો કોઈ અંદાજ નહોતો. ધીમે ધીમે ફ્લાઈટ્સ શરૂ થઈ અને ટુર્સ પૂર્વવત થવા લાગી, પરંતુ સર્વ બેકલોગ અને નુકસાન ભરપાઈ કરવા માટે એરલાઈન્સને બહુ સમય લાગ્યો. માનવી ગમે તેટલી પ્રગતિ કરે તો પણ નિસર્ગ કાયમ એક પગલું આપણી આગળ રહેશે એ દર્શાવતું આ ઉત્તમ ઉદાહરણ છે.

      ૨૦૧૦માં ૧૪ એપ્રિલથી ૨૩ મે ના સમયગાળામાં આ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. તેની તીવ્રતા સૌથી વધુ ૧૫ એપ્રિલથી ૨૩ એપ્રિલ દરમિયાન હતી. વિમાનસેવા તે સમયગાળામાં બંધ પડી ગઈ હતી. દુનિયાને બંધ કરવાની તાકાત ધરાવતો આ જ્વાળામુખી પ્રગટ થયો હતો આઈસલેન્ડમાં Eyjafjallajokull આ સાડાપાંચ હજાર ઊંચા અને સો કિલોમીટર્સ ક્ષેત્રફળના માઉન્ટન પર. જો કે તેની વ્યાપ્તિ કેટલી પ્રચંડ હતી તે જરા જુઓ. પેરિસ કે લંડનથી આઈસલેન્ડમાં વિમાનથી પહોંચવા માટે ત્રણ કલાક લાગે છે. એટલે કે, મુંબઈથી બેંગકોક જેટલું અંતર છે અને તેની નીચે આખું મેઈનલેન્ડ યુરોપ છે. આટલા દૂર સુધી આ એશ પ્રસરી હતી. આઈસલેન્ડની એશ જો આટલી મહત્ત્વની હોય તો આ દેશ કેવો હશે એ જોવાની ઉત્સુકતા તે સમયથી હતી. ૨૦૦૮ની મંદીના ફટકામાં આ દેશે દેવાળું ફૂંક્યું હતું, પરંતુ IMFના ટેકાથી તે ઊગરી ગયો. ‘ડાય અનધર ડે’ નામે જેમ્સ બોન્ડની ફિલ્મમાં અને હાલમાં દિલવાલે ફિલ્મમાં આઈસલેન્ડનું શૂટિંગ હતું. આથી વચ્ચે વચ્ચે આઈસલેન્ડ વિષય માથું ઊંચકતો હતો. તો સુધીરે નક્કી કર્યું કે આઈસલેન્ડમાં જવું છે અને મને પૂછ્યા વિના જ બુકિંગ પણ કરી નાખ્યું. પતિની આજ્ઞાનું આખરે પાલન તો કરવું જ પડે ને? આમ તો મને પણ લાંબા સમયથી ત્યાં જવાની ઈચ્છા હતી. આથી પત્નીસુલભ ઉત્સાહ નહીં બતાવતાં મેં કહ્યું, “હવે તેં બુકિંગ કરી જ નાખ્યું છે તો આવું છું. આમ, મોરિશિયસથી ડાયરેક્ટ આઈસલેન્ડમાં જાોડાયી. પાંચ દિવસનું પેકેજ હતું અને “પૈસા વસૂલ સહેલગાહ થઈ.

      લેન્ડ ઓફ ફાયર એન્ડ આઈસ’ તરીકે જેને ઓળખવામાં આવે છે તે નોર્થ પોલ નજીક આર્કટિક રિજનમાં આઈસલેન્ડ ફક્ત સાડાત્રણ લાખ લોકવસ્તીનો દેશ છે. પાંચ હજાર કિલોમીટર્સનો સમુદ્રકિનારો લાભેલા આ દેશની રાજધાની રેકયાવિક છે. અહીંથી ન્યૂ યોર્ક વિમાનથી સાડાપાંચ કલાક પર, યુરોપ ત્રણ કલાક પર, સ્કેન્ડિનેવિયા અઢી કલાક પર અને નોર્થ પોલ પાંચ હજાર કિલોમીટર પર છે. સમુદ્રિ ચાંચિયાઓએ આ દેશની શોધ કરી હતી. ડેનિશ લોકોએ અહીં લાંબો સમય સત્તા ગજવી હતી. ૧૯૧૮માં સ્વાતંત્ર્યની ચળવળ શરુ થઈ અને ૧૭ જૂન, ૧૯૪૪માં ડેનિશ લોકોએ ડેન્માર્ક પાસેથી સ્વાતંત્ર્ય મેળવ્યું. ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરવાને લીધે અહીંના વધુમાં વધુ લોકો ખ્રિસ્તી જ છે. આઈસલેન્ડિક નામે થોડી અઘરી ભાષા (હજુ ઉપરના ટાઈટલનો ઉચ્ચાર ફાવ્યો નથી ને!) મુખ્યત્વે  બોલવામાં આવે છે. આ પછી ઇંગ્લિશ, ડેનિશ, નોર્વેજિયન અને જર્મન પણ અસ્તિત્વમાં છે. અહીંનો મુખ્ય વ્યવસાય ફિશિંગ છે. આ જ રીતે હાઈડ્રો પાવર અને જિયો થર્મલ પાવરની દેણ છે. તેલની ખાણ શોધવાનું કામ ચાલુ છે. એલ્યુમિનિયમ પિગાળવાની મોટી ઈન્ડસ્ટ્રી છે અને ફેરોસિલિકોન પ્રોડકશન અહીં થાય છે. સૌથી સસ્તો ગ્રીન એનર્જીવાળો દેશ હોવાથી ડેટા સેેંટર્સનો બિઝનેસ વધવા લાગ્યો છે. ૨૦૦૯થી ટુરીઝમે જોર પકડ્યું છે અને હવે ફિશિંગ પછી ટુરીઝમ ઈન્ડસ્ટ્રી બીજા ક્રમે આવી છે. આ દેશ ૧૦૦% સાક્ષરતા ધરાવે છે, કારણ કે અહીં સ્કૂલિંગ ફ્રી છે અને શિક્ષણને સૌથી વધુ અગ્રતા આપવામાં આવે છે. આઈસલેન્ડ NATO એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનનો મેમ્બર છે છતાં આઈસલેન્ડ પાસે પોતાની સેના નથી. આઈસલેન્ડિક નેશનલ પોલીસ અને કોસ્ટલ ગાર્ડસ આ જ સિક્યુરિટી છે. આઈસલેન્ડમાં ગુનાનું પ્રમાણ લગભગ ઝીરો છે. ત્યાંની જેલમાં ફક્ત સાત કેદી છે. સ્ત્રીઓ માટે તેમણે જેલ બનાવી તેમાં વર્ષોવર્ષ કોઈ સ્ત્રી કેદી ન આવવાથી અંતે તેમણે તે જેલને બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટ’ હોટેલમાં ફેરવી નાખી છે. સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, મફત શાળા, વધુ આયુષ્ય, ગુનાખોરી લગભગ શૂન્ય જેવી બાબતોને લીધે જ કદાચ આઈસલેન્ડમાં લોકોને ‘સૌથી ખુશમિજાજી લોકો’ તરીકે સંબોધવામાં આવે છે. અહીં સાપ કે મચ્છરનું અસ્તિત્વ જ નથી. આઈસલેન્ડિક તગડા ઘોડા, બકરા, ઘેટા, આર્કટિક ફોક્સ, શિપડોગ, ગાય જેવાં પ્રાણી, પફીન્સ જેવાં સી બર્ડસ, વ્હેલ, સીલ, ઈલ, ચાર, સાલમન, ટ્રાઉટ વગેરે માછલાં આઈસલેન્ડની સંપત્તિ છે એવું કહી શકાય. પોલર બેર જેવાં ડેન્જરસ પ્રાણી ક્યારેક ગ્રીનલેન્ડ કે આર્કટિક પરથી આઈસબર્ગ પર ફ્લોટ થઈને અહીં આવે છે. આઈસલેન્ડ વોલ્કેનો લેન્ડ હોવાથી વીસ જાગૃત જ્વાળામુખી પર્વત અહીં છે. વત્નાકુત્લ નામે સૌથી મોટું ગ્લેશિયર હોઈ તેનાથી આ દેશનો આઠ ટકા ભાગ વ્યાપ્ત છે. તેના પર હાયેસ્ટ પીક સાત હજાર ફૂટ ઊંચું છે. આઈસલેન્ડિક લોકો મટન, માછલાં, ડાર્ક બ્રાઉન બ્રેડ, દુગ્ધજન્ય પદાર્થોનો ઉપયોગ તેમના ભોજનમાં કરે છે. રેનડિયરનું માંસ ડેલિકસી સમજવામાં આવે છે, પરંતુ તે બહુ મોંઘું હોય છે. અહીં થર્મલ વોટર એટલું બેસુમાર છે કે આખા શહેરમાં ગરમ પાણીની પાઈપની મદદથી તેનો પુરવઠો કરવામાં આવે છે.

      આવા આ નાના સુંદર દેશમાં અમે બહુ ભટક્યાં. સુંદર સુંદર વોટરફોલ્સ જોયા. હોટ સ્પ્રિંગ્ઝ, મડ પૂલ્સ, ગલ્ફોસ જિયોથર્મલ વેન્ટ્સમાંથી દર ત્રણ મિનિટે ઊંચા ઊડનારા ગરમ પાણીના ફુવારા અને વોલ્કેનિક ક્રેટર્સ સહિત ઘણાં બધાં આકર્ષણો જોયાં, સાંભળ્યાં. લોકલ રેસ્ટોરાંમાં જમ્યાં. તે સમયે યુરો કપ ચાલુ હતો. ફ્રાન્સ અને આઈસલેન્ડની ક્વાર્ટર ફાઈનલ હતી. આઈસલેન્ડની ટીમ પહેલી જ વાર આટલી આગળ પહોંચવાથી આખા દેશમાં ખુશીનું વાતાવરણ હતું. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી બધાની જ આંખો મેચ તરફ મંડાઈ હતી. અર્થાત, ફ્રાન્સની સામે આ નવી ટીમ હતી. આથી કમ સેક મ બે ગોલ કરી શકી તે જ મોટી વાત છે. તમે જો ફૂટબોલ મેચ જોઈ હોય તો એક મજેદાર બાબત તમારા ધ્યાનમાં આવી હશે કે અહીં આઈસલેન્ડિક નામમાં અટક હોતી નથી. સૌનાં નામ પિતાનો દીકરો કે પિતાની દીકરી એ રીતે હોય છે. એટલે કે, નામ કેથરિન હોય અને તેના પિતાનું નામ જોન હોય તો તેનું આખું નામ કેથરિન જોનડોટીર એવું હોય છે અને ધારો કે ભાઈનું નામ એડવિન હોય તો એડવિન જોન્સસન એ રીતે થાય છે. આથી આઈસલેન્ડ ટીમના પ્લેયર્સના નામના છેડેSSON હોય છે.

      હાલમાં ત્યાં ઓટમ ચાલે છે. અમે ગયાં ત્યારે સૂર્યાસ્ત રાત્રે ૧૧.૫૮ વાગ્યે થતો હતો અને સૂર્યોદય સવારે ૨ વાગ્યે થતો હતો. આથી રાત્રિના અંધારાનું અંધારું જ થાય છે. અમે રાત જોઈ જ નહીં. આપણે આઈસલેન્ડમાં નોર્ધર્ન લાઈટ્સ જોવા જઈશું ત્યારે આનાથી એકદમ ઊલટ પરિસ્થિતિ રહેશે. ચારેક કલાક અલપઝલપ થશે એટલું જ. સૌથી વધુ આઈસલેન્ડ ત્યાંની એક્ટિવિટીઝને લીધે આપણને ગમે છે. ગ્લેશિયર વોક કરતા વખતનો અનુભવ અને અત્યંત સોફિસ્ટિકેટેડ અલ્ટ્રામોડર્ન બ્લુ લેગૂનમાં થર્મલ બાથ લેવાની મજા જીવનમાં ક્યારેય ભૂલી શકાશે નહીં. અમે આઈસલેન્ડ જઈને આવ્યાં અને અમારા હમણાં સુધીના જોયેલા દેશોમાં આ વધુ એક દેશનો ઉમેરો થયો છે. હવે તમને લઈને જવાનું છે. લેટ્સ એક્સપ્લોર સમથિંગ ડિફરન્ટ!

      અને હા, આજના ટાઈટલનો ઉચ્ચાર છે, ‘એયા ફૈતલા યોકુત્લ’ અને તેનો અર્થ છે, ‘આઈલેન્ડ માઉન્ટન ગ્લેશિયર.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*