India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

સાદી સાદી વાતો ભાગ 5

7 mins. read
Veena Patil
Veena Patil
7 Mins Read
June 06, 2018
June 06, 2018

Quick Summary

ઇન્દોરની ખાઉ ગલ્લી જોવા માટે સાંજ પછી જ જવાનું પ્લાન કરો કારણ કે તે રાત્રે શરૂ થાય છે અને લગભગ બે વાગ્યા સુધી ચાલે છે.

કારમાં પહોંચ્યા પછી ટુર મેનેજરને પૂછો અને કાર્યક્રમ પૂરો થયા પછી ખાઉ ગલ્લી માટે સમય ગોઠવો.

ખાઉ ગલ્લીમાં વિવિધ વાનગીઓ અજમાવો અને ચાર જણમાં ડિશ શેર કરીને વધુ સ્વાદ માણો.

ખાઉ ગલ્લી અને સરાફા બજારનો અનોખો ટ્રાન્સફોર્મેશન અનુભવ કરો જ્યાં રાત્રે ખાદ્ય ગાડીઓ ગોઠવાય છે.

સ્થાનિક સ્વચ્છતા અને શિસ્તથી પ્રભાવિત થાઓ કારણ કે ભીડ હોવા છતાં ધક્કામુક્કી ટાળવામાં આવે છે.

ઇન્દોરની સ્વચ્છતા અને સ્થાનિકોની સહભાગિતા તમારા પ્રવાસને વધુ યાદગાર બનાવે છે.

દરેક માણસની, સમાજની, રાજ્યની, દેશની પ્રતિમા આ રીતે તૈયાર થતી હોય છે અને મને લાગે છે કે આપણી પ્રતિમા કેવી છે તેનો આપણે સતત વિચાર કરતાં રહેવું જોઈએ. અર્થાત, પ્રતિમા સારી રહે તે માટે દેખાડા માટે સારી બાબતો કરવી તે પણ અલાઉન્ડ નથી. આપણે જે કાંઈ છીએ તે આંતરબાહ્ય હોવું જોઈએ.

ખાઉ ગલ્લી, પછી તે કોઈ પણ શહેરની, રાજ્યની અથવા દેશની હોય, દરેકને, પછી તે સ્થાનિક કે પરપ્રાંતિય કે વિદેશી હોય, ત્યાં જવાનું મન અચૂક થાય છે. વુમન્સ સ્પેશિયલ માટે હું ઈન્દોર જઈ રહી હોવાથી સુનિલાએ કહ્યું, ‘અરે, ત્યાંની ખાઉ ગલ્લી ફેમસ છે. ત્યાં જરૂર જજે.’ હવે હું બપોરે પહોંચીશ, સાંજે ગાલા ઈવનિંગમાં બધાને મળીશ અને સવારે નીકળી જઈશ. સમય ક્યાં છે. આથી આ મુદ્દો ત્યાં જ અટકી ગયો. હું ઈન્દોરમાં ઊતરી, વિમાન સમય પૂર્વે જ પહોંચી ગયું હતું. કારમાં બેઠાં પછી થોડો સમય છે એવું ધ્યાનમાં આવતાં જ ટુર મેનેજર સારંગને કહ્યું, ‘અરે એક કામ કર, કાર ખાઉ ગલ્લીથી લે, મારે ફક્ત જોવું છે.’ તે હસ્યો અને કહ્યં, ‘મેડમ, ખાઉ ગલ્લી રાત્રે શરૂ થાય છે અને બે વાગ્યા સુધી ચાલે છે. કાર્યક્રમ પૂરો થયા પછી જો શક્ય હશે તો જઈ આવીશું’ હં.... આપણને પણ ઘણી બધી વાતો ખબર નથી. સાંજે દે ધનાધન ગાલા ઈવનિંગ, ફેશન શો પાર પડ્યા. કાર્યક્રમમાં ગપ્પાંનું આદાનપ્રદાન થતું હતું ત્યારે ચર્ચામાં અને કૌતુકનો વિષય ખાઉ ગલ્લીનો હતો. સહેલગાહના કાર્યક્રમમાં રાત્રે ભોજન પછી ઊંઘ જ કાઢવાની હોય છે. જોકે બધાના આગ્રહને લઈ વુમન્સ સ્પેશિયલની ઘણી બધી મહિલાઓ ટુર મેનેજરને લઈને ખાઉ ગલ્લીની મુલાકાત લઈને આવી હતી. ત્યાં કેવી કેવી ધમ્માલ કરી, શું ખાધું, સ્મોક પાન, દસ પ્રકારની પાણીપૂરી, જોશીનાં દહીંવડાં, જલેબી, ગજક, ફિરની, શિકંજી, માલપુઆ, કોકોનટ ક્રશ... દરેક પ્રકાર વિશે કેટલું બોલું અને કેટલું નહીં બોલું એવું થતું હતું. ફરી એક વાર ખાઉ ગલ્લી વિશે મારા મનમાં ઉત્સુકતા પેદા થઈ. કાર્યક્રમ પૂરો થયો. સાડાદસ પોણાઅગિયાર થયા હતા. વુમન્સ સ્પેશિયલના ટુર મેનેજર્સ સંદીપ કાશિદ અને વિનોદ દેશમુખને મેં કહ્યું, ‘ખાઉ ગલ્લીમાં જઈએ?’ અમારી સહેલગાહ પરની અમુક બહેનપણીઓ પણ ત્યાં જ છે. તેમને કહ્યું, ‘તમે આટલું બધું કહ્યું છે તો રહવાતું નથી.’ અમે ત્યાં પહોંચ્યાં. ખાઉ ગલ્લીમાં રસ્તાની બંને બાજુ અલગ અલગ ખાદ્યપદાર્થની ગાડીઓ લાગેલી હતી અને ભરપૂર ગિરદી હતી, પરંતુ એક વાત એ મહેસૂસ થઈ કે ત્યાં ગિરદીની પણ એક શિસ્ત હતી. ગિરદીનો ફાયદો લઈને છોકરીઓને ધક્કા મારનારા તે ગિરદીમાં નહોતા. ખાઉ ગલ્લીમાં ફરવાની, હેન્ગ આઉટની, દરેક ગાડી પર જઈને ત્યાંના પદાર્થ સ્વાદ સાથે ખાનારા ફૂડ લવર્સની તે ગિરદી હતી. તેમને બધાને જોઈને અમે પણ દરેક સ્થળે જઈને એક-એક ડિશ લઈને ચાર જણનાં શેર કરતાં હતાં. દરેક ખાદ્યોનો સ્વાદ લેવાનો અમારો એજન્ડા હતો. જોકે એક-એક બટકું ભરતાં ભરતાં પેટ ક્યારે એકદમ ભરાઈ ગયું તે સમજાયું નહીં. ‘બસ હો ગયા’ કહીને અમે હોટેલમાં આવ્યાં. ઘણા દિવસો પછી આવું કાંઈક જરા હટકે મેં કર્યું હતું. તેથી મને પોતાની પર અભિમાન થતો હતો. સંદીપ અને વિનોદને કહ્યું, આ રીતે જો રાત્રે કોઈને ખાઉ ગલ્લીમાં આવવાનું મન થાય તો તમે દિવસ નક્કી કરીને પર્યટકોને આ ખાઉ ગલ્લી સૂચવી શકો છો.

આ ખાઉ ગલ્લી એટલે ઈન્દોરની સરાફા બજાર, સવારે 9થી રાત્રે 9.30 સુધી અહીં સોના-ચાંદીની દુકાનોમાં લાખ્ખો કરોડોની લેણદેણ થાય છે. નાની મોટી સોના ચાંદીની દુકાનોની આ ગિરદી અને આ રીતે તે ટ્રેડિશનલ બજાર હવે બહુ ઓછાં સ્થળે જોવા મળે છે. એક વાર આ દુકાનો રાત્રે 9.30 વાગ્યે બંધ થાય એટલે 15 મિનિટમાં આ સરાફા બજાર ખાઉ ગલ્લીમાં ફેરવાઈ જાય છે. ગાડીઓ લાગે છે, ખાનારાઓની ગિરદી શરૂ થાય છે અને રાત્રે 2 સુધી ત્યાં આ આગવો આનંદ છલકાય છે. પરોઢિયે આ ગાડીઓ અને તેમના માલિકો પોતપોતાનાં ઘરે પહોંચે છે, પરંતુ જવા પૂર્વે દરેક જણ તે જગ્યા સાફસૂથરી કરીને જાય છે, જેથી સવારે શરૂ થનારી સરાફા બજારને કોઈ અડચણ નહીં નડે. એકબીજાના સંગાથથી એકબીજાને સમજીને આ દિનક્રમ અખંડ ચાલે છે. મારો દરેક પ્રવાસ આવા અનુભવોથી સમૃદ્ધ હોય છે. આ ઈન્દોરની સહેલગાહમાં સ્વચ્છતા અને તે સ્વચ્છતામાં સ્થાનિકોનો સહભાગ આ વાત મને ખાસ સ્પર્શી ગઈ હતી. ઈન્દોર આપણા ભારતનું સૌથી સ્વચ્છ શહર છે. ‘ક્લીનેસ્ટ સિટી ઓફ ઈન્ડિયા’ અને તે પછી ભોપાળ બીજા ક્રમનું સ્વચ્છ શહેર છે. એક જ રાજ્યે પ્રથમ બે ક્રમ મેળવવું એટલે ખરેખર અભિમાનની વાત છે અને આ સ્વચ્છતા, ચોકસાઈ આપણને રીતસર મહેસૂસ થાય છે. એક્ચ્યુઅલી આ રાજ્યને સ્વચ્છતાનો રોગ લાગુ પડ્યો છે, પ્રશાસકોને, પ્રશાસનને અને સ્થાનિકોને  પણ એમ કહીએ તે અતિશયોક્તિ નથી. જોકે આ રોગ સારો છે. મેનેજમેન્ટની ભાષામાં તેને પેશન કહેવા છે. ક્લેન્લીનેસ પેશન. હેટ્સ ઓફ ટુ ઈન્દોર અને ભોપાળ, અર્થાત મધ્ય પ્રદેશ.

એક સારો પર્યટક પણ ક્લેન્લીનેસનો ઉપભોક્તા હોય છે અથવા તેણે તેવા હોવું જોઈએ, કારણ કે જે કાંઈ આપણે કરીએ તેનો એક સિક્કો આપણી પર ઊમટતો હોય છે. ‘ઈન્ડિયન ટાઈમ’ તે આપણે જ આપણા કરતૂતથી મેળવેલી વિશ્ર્વવિખ્યાત ઉપાધી છે. જોકે ક્લેન્લીનેસ સંબંધમાં આવી કોઈ ઉપાધી આપણે લગાવી લીધી નથી તે આનંદની વાત છે અને તેમાં વધુ આનંદ એટલે અત્યંત ગલિચ્છ પર્યટક તરીકે જો કોઈને નવાજવામાં આવતું હોય તો તે આપણા પાડોશી દુનિયાની મહાસત્તા બનવા નીકળેલા દેશને. થોડા સમય પૂર્વે સ્વિટ્ઝર્લેન્ડના અમુક હોટેલિયર્સ સાથે ચા-પાન કરતાં કરતાં પર્યટક કેવો હોવો જોઈએ તેના પર ચર્ચા શરૂ થઈ. હું સામે બેઠી હતી તેથી નહીં પણ એકંદરે મહારાષ્ટ્ર, ગુજરાત, સાઉથ ઈન્ડિયા સાઈડથી આવતા પર્યટકો બહુ ડિસિપ્લીન્ડ હોય છે, વેલ બિહેવ્ડ હોય છે એવી ઈમ્પ્રેશન સાંભળવા મળે તો આ પાડોશી દેશમાંથી આવતા પર્યટકો બહુ મોટો બિઝનેસ આપે છે પણ એક વાર તેઓ રૂમ છોડે એટલે હોટેલના તે રૂમમાં જવા માટે અમારી હાઉસ કીપિંગવાળા પણ બહુ નાખુશ હોય છે. ઈટ્સ ટૂ બેડ એન્ડ ટેરિબલ! દરેક માણસની, સમાજની, રાજ્યની, દેશની પ્રતિમા આ રીતે તૈયાર થતી હોય છે અને મને લાગે છે કે આપણી પ્રતિમા કેવી છે તેનો આપણે સતત વિચાર કરવો જોઈએ. અર્થાત પ્રતિમા સારી રહેવી જોઈએ તે માટે દેખાડા માટે સારી બાબતો કરવી તે પણ અલાઉડ નથી. અથવા, આપણે જે કાંઈ છીએ તે આંતરબાહ્ય હોવું જોઈએ. સ્વચ્છતા હોવી જોઈએ, તેની આદત હોવી જોઈએ, તેનું વ્યવસ્થાપન કરતાં આવડવું જોઈએ. મારા લખાણનો અને વ્યવસાયનો પણ વિષય પર્યટન હોવાથી પર્યટક અને સ્વચ્છતા, ટાપટીપ, ચોકસાઈ આ વિશે હું લખું તે સારું છે. બાકીની બાબતોમાં ચંચુપાત નહીં કરવી જોઈએ, બરોબર ને.

એક પર્યટક જ્યારે કોઈ પણ નાના મોટા પ્રવાસે નીકળે છે ત્યારે તે વધુ સુખાવહ કરી શકાય છે. પર્સનલ હાઈજીન વધુ એક મહત્ત્વની વાત છે. આપણે પ્રવાસે નીકળીએ ત્યારે નેચરલી આપણે એકલાં નથી હોતાં. વિમાનમાં બસમાં સર્વત્ર આપણે એક સહપ્રવાસીની ભૂમિકા ભજવતાં હોઈએ છીએ, જેથી આપણે વ્યવસ્થિત ગ્રૂમ્ડ છીએ ને તે તપાસીને જોવું જોઈએ. આપણા મોઢામાંથી ગંધ તો આવતી નથી ને, આપણાં કપડાં સ્વચ્છ છે ને, આપણે ઊંઘમાંથી ઊઠીને આવ્યા હોય તેવા નથી લાગતા ને આ બધી બાબતો સોશિયલ ડેકોરમ વ્યવસ્થિત રાખવા માટે મહત્ત્વની છે. મોઢામાંથી ગંધ એ મારા મતે અમુક દેશોની સમસ્યા છે. અરે, બે ફૂટ દૂર સુધી ગંધ આવે છે. બોલવાનું પણ ગમતું નથી. વિમાનમાં તો તે ડરથી હું બોલવા જતી નથી. આપણે ભલા આપણો પ્રવાસ ભલો, વિમાન પ્રવાસના ટોઈલેટ્સ આ એક મોટો પ્રશ્ર્ન છે અને તેમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા જેવો દૂરનો પ્રવાસ હોય તો પૂછવું જ નહીં. આપણે પોતાને આવા પ્રવાસ માટે ઓર્ગેનાઈઝ્ડ નહીં કરીએ તો પ્રવાસ અત્યંત કંટાળાજનક અને આવો પ્રવાસ નહીં જોઈએ એવું લાગે છે. આજે ‘જગ્યા સમાપ્તિની ઘોષણા’ થવાથી ટોઈલેટ પુરાણ આગામી સમયે...

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
Similarities between Korean and Tamil Culture
7 mins, read

Similarities between Korean and Tamil Culture

As the world gets connected more and more with technology, we are getting closer to different cultures. Earlier American and British movies and songs were available worldwide and everyone hummed to th

बॉर्डर
7 mins, read

बॉर्डर

‘हा व्हिसाच बंद झाला तर किती बरे होईल ना!’ असे पर्यटन क्षेत्रात काम करणार्‍या प्रत्येकाला नेहमीच वाटत असते. व्हिसाच काय, देशांमधल्या ह्या बॉर्डर्सच नसत्या तर किती बरे झाले असते, असंही बर्‍याचदा वाटून

न्यूझीलंड टू न्यूयॉर्क
7 mins, read

न्यूझीलंड टू न्यूयॉर्क

नवीन वर्षाचं स्वागत करायला उगवत्या सूर्याचा देश, ‘लँड ऑफ द रायझिंग सन-जपान’ कसा वाटतो तुम्हाला? की भारतात जिथे सूर्याची किरणं प्रथम पडतात ते अरुणाचल प्रदेश, म्हणजेच नॉर्थ ईस्ट तुम्हाला खुणावतंय? सर्वा

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

150+ Veena World Offices
Locate Us
Request a Quote
1800 313 5555
Connect with us

© 2013 - 26 Veena Patil Hospitality Pvt Ltd. All Rights Reserved.

Payments on website are secure

Scroll to Top